Lift Safety Tips: લિફ્ટમાં ફસાઇ ગયા છો તો તાત્કાલિક કરો આ કામ, પેનિક થશો તો ગુમાવશો પડશે જીવ
Lift Safety Tips: લિફ્ટમાં ફસાઇ જાવ ત્યારે ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરીહોય છે, કારણ કે તમારી એક ભૂલ તમને વધુ પરેશાનીમાં મુકી શકે છે. મોટા શહેરોમાં મોટી બિલ્ડીંગો જોવા મળે છે. આ બિલ્ડીંગોમાં ઘણી મોંઘી લિફ્ટ હોય છે, જેનો દરરોજ ઉપયોગ થાય છે.
જૂની ઓફિસો અથવા પછી ફ્લેટસની લિફ્ટ થોડી અલગ હોય છે, તે એ લેવલની હોતી નથી કે સતત વધુ લોકોનો વજન સહન કરી શકે.
તેના લીધે ઘણીવાર જોવા મળ્યું છે કે લિફ્ટ ખરાબ થઇ જાય છે અને લોકો લિફ્ટમાં જ ફસાઇ જાય છે. એવામાં સૌથી વધુ સમસ્યા બાળકોને થાય છે.
લિફ્ટમાં ફસાયા બાદ તમારે બિલકુલ પેનિક થવાની જરૂર નથી. ફસાયેલા હોવ ત્યારે તમારે વારંવાર બટન દબાવવાનું નથી. તેનાથી વધુ સમસ્યા સર્જાઇ શકે છે.
લગભગ તમામ લિફ્ટોમાં પેનિક બટન અથવા કોલ કરવા માટે એક બટન હોય છે, તમે મદદ માટે તેને દબાવી શકો છો.
લિફ્ટમાં ફસાયા બાદ ઘણા લોકો પોતાના પર કાબૂ રાખી શકતા નથી અને પોતાની એનર્જી લિફ્ટના દરવાજાને પછાડવામાં અથવા પછી ખોલવાના પ્રયત્નમાં લગાવી દે છે. આમ બિલકુલ કરશો નહી.
લિફ્ટમાં ઘૂસ્યા બાદ આ વાતનું ધ્યાન રાખો કે જે ફ્લોર પર તમારે જવું છે તે બટન દબાવો. ઘણા લોકો એકસાથે ઘણા બટન દબાવે છે, જેથી લિફ્ટ ફસાવવાના અને અટકાઇ જવાના ચાન્સ વધી જાય છે.
Trending Photos