15 વર્ષથી વિપક્ષમાં છતાં અમદાવાદ કોંગ્રેસમાં ચૂંટણી માટે દાવેદારોનો રાફડો ફાટ્યો
- અમદાવાદ શહેર માટે કોંગ્રેસ પ્રમુખને પણ 2000થી વધુ બાયોડેટા મળ્યા છે
- જેમાંથી 1500 જેટલા બાયોડેટા શોર્ટલિસ્ટ કરાયા
- 48 વોર્ડમાં 1227 થી વધુ લોકોએ ચૂંટણી લડવા દાવેદારી કરી
ગૌરવ પટેલ/અમદાવાદ :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આ વર્ષે બંને પક્ષોમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. એક તરફ 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી (Gujarat Local Body Polls) માટે પ્રદેશ ભાજપે મોકલેલા નિરીક્ષકોએ સેન્સ લીધા બાદ 7 હજારથી વધુ દાવેદારોનો આંકડો સામે આવ્યો છે. જેમાં અમદાવાદ (ahmedabad) માં 192 બેઠકો માટે સૌથી વધુ 2037 દાવેદારો સામે આવ્યા છે. તો બીજી તરફ, અમદાવાદ શહેર માટે કોંગ્રેસ (congress) પ્રમુખને પણ 2000થી વધુ બાયોડેટા મળ્યા છે. જેમાંથી 1500 જેટલા બાયોડેટા શોર્ટલિસ્ટ કરાયા છે.
માપદંડમાં ખરા ઉમેદવારને કોંગ્રેસ ટિકિટ આપશે
ત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસમાં દાવેદરોનો રાફડો ફાટ્યો છે. 15 વર્ષથી વિપક્ષમાં હોવા છતાં દાવેદારોએ લાઇન લગાવી છે. 48 વોર્ડમાં 1227 થી વધુ લોકોએ ચૂંટણી લડવા દાવેદારી કરી છે. તો બીજી તરફ, અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકાના ચૂંટણી લડવા ઇચ્છતા દાવેદારો પાસેથી કોંગ્રેસે બાંહેધરી માંગી છે. પોતે જીત્યા બાદ BJP માં નહિ જોડાયા તેવી ખાતરી આપતો બે નેતાઓનો પત્ર જોડાવા કહ્યું છે. સાથે જ તેમના ફેસબુકની લિંક પણ માંગી અને ભાજપા વિરુદ્ધ કેટલી પોસ્ટ કરી તેની માહિતી માંગી છે. તેમજ વિસ્તારમાં દાવેદારનું પ્રભુત્વ અને લોકો વચ્ચેની હાજરી ક્રાઇટેરીયામાં આવરી લેવાઈ છે. ભૂતકાળમાં કોંગ્રેસ સામે અપક્ષ અથવા અન્ય પક્ષમાંથી ઉમેદવારી કરી છે કે કેમ તે માહિતી પણ એકત્ર કરવામાં આવી છે. આ ક્રાઇટેરીયામાં ખરા ઉતરતા દાવેદારને કોંગ્રેસ (gujarat congress) ટિકીટ આપશે.
આ પણ વાંચો : Big Update : આ તારીખથી ખૂલશે 9 અને 11ની શાળા અને ગુજરાતભરના ટ્યુશન ક્લાસીસ
સૌથી વધુ સરસપુર-રખિયાલમાં ઉમેદવારો આવ્યા
- સૌથી વધુ સરસપુર-રખિયાલ વોર્ડમાં 56 દાવેદારો સામે આવ્યા છે. તો અસારવામાં 52, ભાઈપુરમાં 50 અને સૈજપુરબોઘા વોર્ડમાં 49 દાવેદારો છે. નારણપુરામાં 9 અને નવરંગપુરામાં માત્ર 8 જ દાવેદારો આવ્યા છે. પૂર્વ વિસ્તારમાં કોંગ્રેસના ચિન્હ પર ચૂંટણી લડવા ઉત્સાહ છે. પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસ પાસે ઓછા દાવેદારો છે.
- ગોતા 10 દાવેદારો
- ચંદલોડિયા 12
- ચાંદખેડા 24
- સાબરમતી 28
- રાણીપ 13
- નવા વાડજ 19
- ઘાટલોડિયા 10
- થલતેજ 12
- નારણપુરા 9
- સરદાર પટેલ સ્ટેડિયમ 24
- સરદારનગર 17
- નરોડા 15
- સૌજપુર બોઘા 49
- કુબેરનાગર 18
- અસારવા 52
- શાહીબાગ 24
- શાહપુર 23
- નવરંગપુરા 8
- બોડકદેવ 14
- જોધપુર 12
- દરિયાપુર 30
- ઇન્ડિયા કોલોની 28
- ઠક્કરબાપા નગર 19
- નિકોલ 15
- વિરાટનગર 12
- બાપુનગર 49
- સરસપુર-રખિયાલ 56
- ખાડિયા 36
- જમાલપુર 40
- પાલડી 14
- વાસણા 15
- વેજલપુર 20
- સરખેજ 34
- મકતમપુરા 25
- બહેરામપુરા 38
- દાણીલીમડા 29
- મણિનગર 20
- ગોમતીપુર 45
- અમરાઈવાડી 31
- ઓઢવ 44
- વસ્ત્રાલ 17
- ઇન્દ્રપુરી 17
- ભાઈપુરા-હાટકેશ્વર 50
- ખોખરા 30
- ઈસનપુર 15
- લાંભા 41
- વટવા 31
- રામોલ-હાથીજણ 21
આ પણ વાંચો : સક્કરબાગ ઝૂમાંથી કોઈ દીપડો ભાગી છૂટ્યો નથી, અફવા છે આ સમાચાર
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકા ભાજપ (BJP) નો ગઢ રહ્યો છે અને સતત ત્રણ ટર્મથી ભાજપ સત્તા પર છે, ત્યારે વધુ ભાજપ પણ પોતાની સત્તા જાળવી રાખવા આશ્વસ્ત છે. અમદાવાદમાં 5 હજારથી વધુ આગેવાનો, કાર્યકરોએ ભાજપમાં ફોર્મ ભર્યા હતા. જોકે શહેર ભાજપે તમામ નિયમો ધ્યાનમાં રાખીને ફક્ત 2037 ફોર્મને મંજૂરી આપી હતી. ભાજપમાં અમદાવાદમાં દરેક વોર્ડમાં સરેરાશ 43 દાવેદારોએ ટિકિટ (Local Body Polls) ની માંગ કરી છે. સૌથી વધુ દાવેદારો કુબેરનગર વોર્ડમાં 102 અને સરદારનગર વોર્ડમાં 100 છે. જ્યારે કે, ભાજપ માટે સૌથી નબળા ગણાતા જમાલપુર વોર્ડમાં પણ 15 દાવેદારોએ ટિકિટ માગી છે. આ ઉપરાંત બહેરામપુરામાં 27, દાણીલીમડામાં 26, ખાડીયામાં 24, સૈજપુર માં 28, સ્ટેડિયમમાં 28 અને પાલડીમાં 30 દાવેદારો એ ટિકિટ માગી છે. ભાજપના મજબૂત ગણાતા એવા નરોડા વોર્ડમાં 67, થલતેજમાં 61, બોડકદેવમાં 50 અને જોધપુરમાં પણ 50 દાવેદારોએ ટિકિટ માંગી છે. ભાજપ અને કોંગ્રેસની ટક્કરવાળા વિસ્તારો જેવા કે, ઈન્ડિયા કોલોનીમાં 61, સરસપુર-રખિયાલમાં 57, બાપુનગરમાં 53, વિરાતનગરમાં 52 અને અમરાઈવાડીમાં 50 દાવેદારો નોંધાયા છે.