સક્કરબાગ ઝૂમાંથી કોઈ દીપડો ભાગી છૂટ્યો નથી, અફવા છે આ સમાચાર

સક્કરબાગ ઝૂમાંથી કોઈ દીપડો ભાગી છૂટ્યો નથી, અફવા છે આ સમાચાર
  • દીપડાએ પાંજરામાં માથું મારી મારીને પાંજરું તોડી નાંખ્યુ અને ફરાર થઇ ગયો એવા સમાચાર વહેતા થયા હતા
  • દીપડો પાંજરુ તોડીને ભાગી છૂટવાની અફવા ફેલાયા બાદ વન વિભાગને સ્પષ્ટતા કરવી પડી

સાગર ઠાકર/જુનાગઢ :જૂનાગઢના ફેમસ સક્કરબાગ ઝૂમાંથી દીપડો ભાગી ગયો છે તેવી વાતો વહેતી થઈ હતી. ઝૂના પાંજરામાંથી દીપડો નાસી છૂટ્યો છે તેવા સમાચાર સામે આવ્યા હતા. ત્યારે ઝૂમાંથી દીપડો ભાગ જવાની અફવા મામલે વનવિભાગની સ્પષ્ટતા સામે આવી છે. વન વિભાગે કહ્યું છે કે, સક્કરબાગ ઝૂ (sakkarbaug zoo) માંથી કોઈ દીપડો નથી નાસી ગયો. ઝૂમાંથી દીપડો નાસી છૂટ્યો હોવાની વાતનું વનવિભાગે ખંડન કર્યું છે. દિપડો નાસી ગયો હોવાની અફવા (fake news) ફેલાતા સ્થાનિકોમાં ભયનો માહોલ હતો. જે બાદ વનવિભાગે સ્પષ્ટતા કરી છે કે, લોકોએ ડરવાની જરૂર નથી. કોઈ દીપડો ભાગી નથી છૂટ્યો. બહારથી આવતા દીપડાને પાંજરે પુરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પણ વનવિભાગે કહ્યું છે.

શું અફવા ફેલાઈ હતી 
સોશિયલ મીડિયામાં એવા સમાચારો વહેતા થયા હતા કે, જૂનાગઢ (junagadh) ના સક્કરબાગ પ્રાણીસંગ્રાલયમાંથી હિંસક પ્રાણી દીપડો (leopard) નાસી છૂટ્યો છે. જૂનાગઢના સક્કરબાગમાંથી દીપડો નાસી છૂટતા ભારે દોડધામ મચી ગઇ છે. સક્કરબાગના ઇન્દ્રેશ્વર વિસ્તારના પાંજરામાંથી નાસી છૂટવામાં દીપડો સફળ રહ્યો. દીપડાએ પાંજરામાં માથું મારી મારીને પાંજરું તોડી નાંખ્યુ અને ફરાર થઇ ગયો.

આ પણ વાંચો : Big Update : આ તારીખથી ખૂલશે 9 અને 11ની શાળા અને ગુજરાતભરના ટ્યુશન ક્લાસીસ 

વન વિભાગની સ્પષ્ટતા
દીપડો પાંજરુ તોડીને ભાગી છૂટવાની અફવા ફેલાયા બાદ વન વિભાગ (forest department) ને સ્પષ્ટતા કરવી પડી હતી. વન વિભાગે કહ્યું કે, સક્કરબાગ ઝૂ માંથી કોઈ દીપડો નાસી છૂટ્યો નથી. અહીં બહારથી દિપડા આવી જતાં હોય તેને પાંજરે પૂરવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઝૂ માંથી દિપડો નાસી છૂટ્યો હોવાની વાતનું વન વિભાગે ખંડન કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news