Big Update : આ તારીખથી ખૂલશે 9 અને 11ની શાળા અને ગુજરાતભરના ટ્યુશન ક્લાસીસ

Big Update : આ તારીખથી ખૂલશે 9 અને 11ની શાળા અને ગુજરાતભરના ટ્યુશન ક્લાસીસ
  • 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને ધોરણ 11 નું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે
  • ટ્યુશન ક્લાસીસ માત્ર 9 થી 12 ધોરણ સુધીના જ શરૂ કરવામાં આવશે

ઝી મીડિયા/બ્યૂરો :આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ કેબિનેટ બેઠક (cabinet meeting) માં અનેક મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અન્ય ધોરણની શાળા શરૂ કરવા (schools reopen) અને ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા અંગે મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે, 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને ધોરણ 11 નું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. તેમજ ટ્યુશન ક્લાસીસ પણ 1 ફેબ્રુઆરીથી ચાલુ કરી શકાશે. ટ્યુશન ક્લાસીસમાં માત્ર 9 થી 12 ધોરણ સુધીના જ શરૂ કરવામાં આવશે. 

શાળાઓએ એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
રાજ્યમાં 10 મહિના બાદ ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ થવાના છે. ચાલુ મહિને જ ધોરણ 10 અને 12 નું શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું. ત્યારે આજની કેબિનેટ બેઠકમાં ધોરણ 9 અને 11 તથા ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા અંગે નિર્ણય લેવાયો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ( bhupendrasinh chudasama ) એ આ વિશે કહ્યું કે, ચાલુ મહિનામાં ધોરણ 10 અને 12 શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતથી જ બાળકોની હાજરી જોવા મળી છે. વાલીઓેએ પણ સંમતિ પત્રક મોટા પ્રમાણમાં આપ્યા છે. દિવસેને દિવસે વિદ્યાર્થીઓની હાજરીમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે મળેલી કેબિનેટ બેઠક માં નિર્ણય લેવામાં આવ્યો છે 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ કરશે. જેમાં શાળાઓએ સરકારની તમામ ગાઈડલાઈન ( guideline ) નું પાલન કરવું ફરજિયાત રહેશે. અગાઉની SOP અને સૂચનોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

આ પણ વાંચો :Gujarat Local Body Polls : 6 પાલિકામાંથી આવેલા 7000 ફોર્મમાંથી ભાજપ કોને કોને ટિકીટ આપશે? 

ટ્યુશન સંચાલકોની રજૂઆત બાદ સરકારે મંજૂરી આપી  
તો સાથે જ ગુજરાતમાં ટ્યુશન ક્લાસિસ (tution class) શરૂ કરવા પણ ગુજરાત સરકારે પરવાનગી આપી છે. આ અંગે ટ્યુશન ક્લાસના સંચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. કોરોનાકાળથી તેમની રોજીરોટી છીનવાઈ ગઈ હતી. ત્યારે આજે રાજ્ય સરકારે 1 ફેબ્રુઆરીથી રાજ્યમાં ટ્યુશન ક્લાસીસ શરૂ કરવાની મંજૂરી આપી છે. ક્લાસીસ સંચાલકોની રજૂઆત બાદ રાજ્ય સરકારે ( gujarat government ) કેબિનેટ બેઠકમાં ચર્ચા કરી નિર્ણય લીધો છે. શિક્ષણમંત્રીએ કહ્યું કે, 1 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ધોરણ 9 થી 12ના ટ્યુશન ક્લાસીસને મંજૂરી આપવામાં આવી છે. જોકે, ટ્યુશન સંચાલકોએ તમામ ગાઈડલાઈનનું પાલન કરવુ જરૂરી બની રહેશે. 

હોસ્ટેસ ક્યારે શરૂ થશે
બહારથી આવતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું પ્રમાણ એવરેજ 15 ટકા હોય છે. સમરસ હોસ્ટેલ હોય કે અન્ય સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાકાળ દમરિયાન ત્યાં કોવિડ કેન્દ્રો પણ શરૂ કરાયા હતા. જે હવે ખાલી થઈ રહ્યા છે. આ સંપૂર્ણ સ્થિતિની ચકાસણી અને અભ્યાસ કરવા માટે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના સચિવો નિરીક્ષણ કરીને રિપોર્ટ આપશે. તેથી ઉચ્ચ શિક્ષણનું કાર્ય પણ તારીખ જાહેર કર્યા બાદ શરૂ કરાશે. રૂમનો સેનેટાઈઝ કરવા, રૂમમાં કેટલા વિદ્યાર્થી રાખવા તેની રુબરુ માહિતી લઈને રિપોર્ટ આપશે. સચિવો સ્થળ પર જઈને ચકાસણી કરશે. જેના બાદ એફવાય અન એસવાયના પણ શિક્ષણકાર્ય કરી શકાશે. પરંતુ એસઓપી પ્રમાણે દરેક બાબતનું પાલન કરવાનું રહેશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news