• ભાજપ મેયરની પસંદગી માટે આગામી વિધાનસભાની ચૂંટણીના સમીકરણોને ધ્યાને રાખશે

  • અમદાવાદમાં પહેલા અઢી વર્ષ માટે SC ઉમેદવાર અને બાકીના અઢી વર્ષ માટે મહિલા ઉમેદવાર મેયર બનશે


ઝી મીડિયા/બ્યૂરો :6 મહાનગપાલિકા (gujarat election) માં કોણ બનશે મેયર.  પરિણામ બાદ હવે મેયરના પદ માટે રેસમાં કોણ છે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ (BJP) નો ભવ્ય વિજય થયો છે અને હવે તમામ લોકોને એ જાણવામાં રસ છે કે મેયર કોણ બનશે. 6 મનપાની ચૂંટણીમાં જીત બાદ મેયરપદ માટે ભાજપમાં કવાયત રહી છે. તમામ 6 બેઠકો પર અનામતના નિયમ પ્રમાણે મેયરની પસંદગી થશે. મેયરપદ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોના નામો પર ચર્ચા થશે. મેયર (mayor) ની પસંદગી માટે આખરી નિર્ણય ભાજપનું મોવડીમંડળ કરશે. ભાજપ મેયરની પસંદગી માટે આગામી વિધાનસભાની ચૂંટણીના સમીકરણોને ધ્યાને રાખશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : Motera Stadium નું નામ બદલાયું, હવે કહેવાશે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ 


  • અમદાવાદમાં પહેલા અઢી વર્ષ માટે SC ઉમેદવાર મેયર બનશે, બાકીના અઢી વર્ષ માટે મહિલા ઉમેદવાર મેયર બનશે. અમદાવાદ મહાનગરપાલિકા (Gujarat Municipal Election 2021) પ્રથમ અઢી વર્ષ SC માટે હિમાંશુ વાળા, ડૉ. ચંદ્રકાંત ચૌહાણ, રાજેન્દ્ર સોલંકીનું નામ ચર્ચામાં છે. 

  • રાજકોટ મહાનગરપાલિકા પ્રથમ અઢી વર્ષ માટે ડૉ. અલ્પેશ મોરજરિયાનું નામ ચર્ચામાં છે. 

  • સુરત મહાનગરપાલિકા પ્રથમ અઢી વર્ષ મહિલા માટે દર્શિની કોઠિયા, હેમાલી બોઘાવાલાનું નામ ચર્ચામાં છે. 

  • ભાવનગર મહાનગરપાલિકાપ્રથમ અઢી વર્ષ મેયર પદ માટે વર્ષાબા પરમાર કીર્તિબેન દાણીધરિયા યોગીતાબેન ત્રિવેદીનું નામ ચર્ચામાં છે. 

  • જામનગર મહાનગરપાલિકા પ્રથમ અઢી વર્ષ મહિલા માટે અનામત છે. જામનગરમાં મેયર પદ માટે બીનાબેન કોઠારીનું નામ ચર્ચામાં છે. 

  • વડોદરા મહાનગરપાલિકાપ્રથમ અઢી વર્ષ મેયર પદ માટે ડૉ. હિતેન્દ્ર પટેલ, મનોજ પટેલ, કેયૂર રોકડિયા, પરાક્રમસિંહ જાડેજાનું નામ ચર્ચામાં છે. 


આ પણ વાંચો : ગ્રાફિક્સમાં જુઓ ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું સચોટ પરિણામ


અમદાવાદમાં ભાજપને 192માંથી 159 બેઠકો મળી છે. તો સુરતમાં પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદે મહિલા ઉમેદવાર રહેશે. બાકીના અઢી વર્ષ માટે સુરતમાં જનરલ કેટેગરીના મેયર ઉમેદવાર બનશે. સુરત શહેરમાં ભાજપને 93 બેઠક મળી છે. વડોદરામાં પ્રથમ અઢી વર્ષ જનરલ ઉમેદવારને સ્થાન મળશે અને વડોદરામાં બાકીના અઢી વર્ષ માટે મેયર પદે મહિલા અનામત હોવાથી કોઈ મહિલા મેયર બનશે. વડોદરામાં ભાજપને 69 બેઠક મળી છે. રાજકોટમાં પ્રથમ અઢી માટે OBC વર્ગનો ઉમેદવારની થશે પસંદગી. બીજા અઢી વર્ષ માટે મહિલા ઉમેદવારને મેયરનું પદ મળશે. રાજકોટમાં ભાજપને 68 બેઠક મળી છે. ભાવનગરમાં મેયર પદે પ્રથમ અઢી વર્ષ માટે મહિલા અનામત છે. ભાવનગરમાં બીજા અઢી વર્ષ માટે પછાત વર્ગના ઉમેદવાર માટે અનામત છે. ભાવનગરમાં ભાજપને 44 બેઠક મળી છે. જામનગરમાં પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત લાગુ થશે. જામનગરમાં બીજા અઢી વર્ષ માટે SC ઉમેદવારની પસંદગી થશે.