ગ્રાફિક્સમાં જુઓ ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું સચોટ પરિણામ
મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. જે રીતે દેશમાં કોંગ્રેસ નબળી પડી રહી છે, તેનો વધું એક પરચો ગુજરાત મનપાની ચૂંટણીમાં જોવા મળ્યો
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતની છ મહાનગર પાલિકા (gujarat election) માં ભાજપે સપાટો બોલાવી દીધો છે. કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયાં છે. જ્યારે ઓવૈસીની AIMIMને અમદાવાદમાં ખાતુ ખોલવાની તક મળી છે. તથા સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) ની પણ નોંધનીય જીત થઈ છે અને સુરતમાં કોંગ્રેસ (congress) ખાતું પણ નથી ખોલી શકી. ત્યારે અમદાવાદમાં ખાનપુર ખાતેના ભાજપના કાર્યાલય પર ભાજપની જીતની ઉજવણી થઈ હતી. આ ઉજવણીમાં મુખ્યંમંત્રી રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત મંત્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં છે. ખાનપુર કાર્યાલયને રોશનીથી શણગારવામાં આવ્યું હતુ. સી.આર.પાટીલે ગૃહમંત્રી અમિત શાહને મીઠાઈ ખવડાવીને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું. ભાજપના કાર્યાલય ખાતે યોજાયેલ અભિવાદન સમારંભમાં નવા જીતેલા કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યાં હતા. સભામાં હાજર લોકોને પાટીલે નમન કર્યું હતું. સીઆર પાટીલે કહ્યું ભાજપ (BJP) ના તમામ કાર્યકરોને વંદન સાથે અભિનંદન, 168નું ટાર્ગેટ હતું પણ ઓછું પડ્યું, હવે ક્યાં નબળું પાસુ રહ્યું તે શોધીને તેની પર હવે કામ કરવું જોઈએ. સીએમ રૂપાણીએ પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ હવે વિપક્ષમાં બેસવા લાયક પણ નથી રહી. જનતાએ કોંગ્રેસને નકારી દીધી છે.
Trending Photos