Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : ગુજરાતના સૌથી લાંબા અટલ બ્રિજના રોડનો ડામર ઉખડવા લાગ્યો છે. આ બ્રિજનું ઓપનિંગ કરીને હજી માત્ર દોઢ માસ જ થયા છે, છતાં બ્રિજની આવી હાલત છે.  વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા અટલ બ્રિજમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણની સ્ટેટ વિજિલન્સ પાસે તપાસની માંગ કરી છે. જો નવા બનેલા બ્રિજની આવી હાલત હશે તો મોરબી જેવી હોનારત પણ ઘટી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં હજી દોઢ મહિના પહેલા જ ગુજરાતના સૌથી લાંબા અટલ બ્રિજનું લોકાર્પણ કરાયુ હતું. મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યાના દોઢ માસમાં જ અટલ બ્રિજ પરનો ડામર ઉખડવાનો શરૂ થઈ ગયો છે. જે બ્રિજ પર રોડ બનાવવાના કામમાં વેઠ ઉતારી હોવાનું સામે આવ્યું છે. વડોદરા કોર્પોરેશને મુખ્યમંત્રીના હસ્તે 25 ડિસેમ્બરે બ્રિજનું લોકાર્પણ કરાવ્યું હતું. 230 કરોડના ખર્ચે ભવ્ય અટલ બ્રિજ તૈયાર કરાયો હતો. 


આ પણ વાંચો : 


ગુજરાત સરકારનો દાવો પોકળ કરતો કેન્દ્ર સરકારનો રિપોર્ટ, 7000 સરકારી શાળામાં નથી પાણી


પ્રોપર્ટી ખરીદવાનો પ્લાન કરતા ગુજરાતીઓ માટે માઠા સમાચાર.... હવે ઘર મોંઘુ પડશે


વડોદરા શહેરનો 3.5 કિલોમીટરનો અટલ બ્રિજ ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ છે. વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મુખ્યમંત્રીને વોટ્સએપ પર ભ્રષ્ટાચાર આચરાયો હોવાની ફરિયાદ કરવામા આવી હતી. જો ભર ઠંડીમાં આ હાલત છે તો ચોમાસામાં બ્રિજના રોડની કેવી હાલત થશે તેવા સવાલો સમિતિએ ઉઠાવ્યા છે. જો ઠંડીમાં બ્રિજનો ડામર નીકળવા લાગે, તો આકરી ગરમીમાં શું થાય. 


અમદાવાદીઓ બરાબરના ભેરવાયા! વેરામાં રૂપિયા 600થી 1000નો થઈ શકે છે વધારો


કાળજું કઠણ કરીને વાંચજો આ ઘટના, દીકરા-દીકરીના લગ્ન પહેલા પિતાની અર્થી ઉઠી