ચેતન પટેલ/સુરત :ગુજરાતમાં ભારતનો સૌથી વધુ 1600 કિલોમીટર દરિયાઈ કાંઠો આવેલો છે. આ દરિયા કાંઠામાંથી ડ્રગ્સ માફિયા, એન્ટી નેશનલ એલિમેન્ટ, સમગ્લર માટે પ્રવેશ કરવું સરળ બની જાય છે. આ તમામની યોજનાને સ્વદેશી કંપની મેસર્સ એલએન્ડટી જેટ્ટી, હજીરા દ્વારા તૈયાર ઇન્ટરસેપ્ટર બોટ C-454 નિષ્ફળ બનાવે છે. આજે વધુ એક બોટ ખાતે ભારતીય તટરક્ષક દળ અર્પણ કરાઈ છે. જેથી હવેથી ડ્રગ્સ માફિયા, ઘૂસણખોર, આતંકીઓની સમુદ્રમાં હિલચાલ ઉપર સરળતાથી બાજ નજર રાખી શકાશે. આત્મનિર્ભર ભારતના મિશનને ઇન્ટરસેપ્ટર બોટ C-454 વધુ પ્રબળ બનાવે છે. આજે આ સિરીઝની છેલ્લી બોટ સુરત ખાતે અર્પણ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્વલેન્સ, રડાર અને હથિયાર સાથે લેસ આ બોટના કારણે તટ રક્ષકોને અનેક ઉપલબ્ધિઓ મળી છે. લાઈટર મટીરિયલને કારણે આ બોટ ઝડપથી સમુદ્રમાં ફરી શકે છે. ઓછા બજેટમાં તૈયાર થયેલ આ બોટના કારણે  દુશ્મન દેશમાંથી આવનાર  ડ્રગ્સ માફિયા, ઘૂસણખોર, આતંકીઓની સમુદ્રમાં હિલચાલ ઉપર સરળતાથી નજર રાખી શકાય છે.


આ પણ વાંચો : આજથી ગુજરાતમાં ભૂમાફિયાઓની શાન ઠેકાણે આવશે, જમીન ઉચાપતના કાયદાની અમલવારી થશે


ગુજરાતના તટ વિસ્તાર માટે જરૂરી છે આ બોટ 


  • આજે સીરિઝના છેલ્લા બોટને સુરત હજીરા ખાતે અર્પણ કરવામાં આવી છે. જેમાં તટ રક્ષકના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બોટ હવેથી ગુજરાતના તટ વિસ્તારમાં બાજ નજર રાખશે અને સુરક્ષા કરશે. 

  • મેસર્સ એલ એન્ડ ટી, હજીરા (સુરત) ખાતે ભારતીય તટરક્ષક દળ ઇન્ટરસેપ્ટર બોટ C-454ની નિયુક્તિ થઈ.

  • ભારતીય તટરક્ષક દળ ઇન્ટરસેપ્ટર બોટ (IB) ICGS C-454 સુરત સ્થિત મેસર્સ લાર્સન એન્ડ ટુર્બો દ્વારા ડિઝાઇન કરીને તૈયાર કરવામાં આવી છે 

  • 27 મીટર લંબાઇ અને 1.4 મીટરનું સરેરાશ ડ્રાફ્ટ ધરાવતી IB અદભૂત સીકિપિંગ, ગતિશીલતા ધરાવે છે

  • તેની મહત્તમ ઝડપ 45 નોટિકલ માઇલ (83 કિમી/ કલાક) છે

  • 500 નોટકિલ માઇલની રેન્જ સુધી જવાની ક્ષમતા ધરાવે છે.


આ પણ વાંચો : જેતપુર : મામી સાથે સંબંધ રાખનાર ભાણેજને મામાએ પહેલા દારૂ પીવડાવ્યો, અને બાદમાં કૂવામાં ફેંકી દીધો