અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અત્યાર સુધી ગુજરાતવાસીઓ 43-44 ડિગ્રીમાં બરાબરના શેકાયા હતા, ત્યારે હવે ઠંડક અનુભવાય તેવા સમાચાર મળ્યા છે. લોકોને ગરમીમાંથી મુક્તિ મળશે તેવા સમાચાર હવામાન ખાતાએ આપ્યા છે. આગામી 5 દિવસમાં રાજ્યમાં ગરમીનો પારો ઘટશે.


Pic : વડોદરાના કલાકારે બનાવેલી સોના-હીરા જડિત ગીતાની કિંમત છે અધધધ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાતાવરણમાં પલટો આવશે
હવામાન ખાતા દ્વારા મળેલી માહિતી અનુસાર, આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનો પારો ઘટશે. તો બીજી તરફ, 9 અને 10 મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પાંચ દિવસોમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે, જેને કારણે ગરમીનો પારો ઘટશે. આ પાંચ દિવસોમાં તાપમાન 40 થી 41 ડિગ્રીની આસપાસ રહેશે. અમદાવાદમાં પણ ગરમીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. આગાહી મુજબ, રાજ્યમાં 9 અને 10 મેના રાજો વરસાદી ઝાપટા આવી શકે છે. 9 તારીખે કચ્છ અને રાજકોટના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, તો 10 તારીખે બનાસકાંઠા, પોરબંદર, કચ્છમાં વરસાદ દસ્તક આપી શકે છે. 


અમદાવાદમાં જાહેરમાં થૂંકનાર બાદ હવે લઘુશંકા કરનારાની પણ હવે ખેર નથી, જુઓ શું છે નવો કાયદો 


વરસાદથી ખેડૂતોની મુશ્કેલીઓ વધશે
એક તરફ રાજ્યમાં જ્યાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યાં બીજી તરફ ખેડૂતોને હમણાંથી જ ચિંતા પડી છે. કમોસમી વરસાદથી ખેતરના ઉભા પાકને નુકશાન થવાની શક્યતાઓ રહેલી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે વરસાદના એંધાણ છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અમદાવાદમાં પણ જોવા મળશે. તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે.


Photos : મોટામોટા ગુનેગારો પણ માટીના ઢેંફા ભાંગતા કરી નાંખે છે ગુજરાતની આ જેલના અધિકારીઓ


શનિવારથી સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ
શનિવારથી સૌરાષ્ટ્રભરના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. ભૂજ, ગાંધીધામ, નરામાં મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. તો સાવરકુંડલા, ધારી, બાબરા, ચલાલા, સાબરકાંઠા, અંબાજીમાં પણ અચાનક વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી હતી. વાવાઝોડા ફાનીની અસરને લીધે ભરઉનાળે માવઠુ થતાં કેરી સહિતના પાકને વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.