અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી મેટ્રોના કાર્ય અમદાવાદનાં અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ. દ્વારા IECCL સાથે કરવામાં આવેલા રૂ.374.64 કરોડના કોન્ટ્રાક્ટને રદ કરવામાં આવ્યો છે અને IECCL ની જગ્યાએ મેસર્સ જે.કુમાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કામ સોંપવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેટ્રો પ્રોજેક્ટને લઇ GMRC દ્વારા IECCL સાથે રૂ.374.64 કરોડનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો. GMRC દ્વારા IECCL સાથે તા. 11-12-2015ના રોજ ચાર સ્ટેશન અને 4.6 કિ.મી.ના નોર્થ-સાઉથ કોરિડોરનું કામ પૂર્ણ કરવાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. આ કોન્ટ્રાક્ટ તા. 31-10-2019 સુધીમાં પુરો કરવાનો હતો.


વધુમાં વાંચો: સૌરભ પટેલે કરી મોટી જાહેરાત: 2022 સુધીમાં 175 ગીગાવોટ ઉર્જા ઉત્પાદન કરાશે


અત્યંત ધીમી કામગીરીના કારણે IECCLને અનેક નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં પણ IECCLની કામગીરીમાં કોઇપણ પ્રકારનો સુધારો જોવા મળ્યો ન હતો. જોકે કોન્ટ્રાક્ટરે પોતાની મરજીથી કામ બંધ કરી દીધું હતું જેને લઇ GMRC દ્વારા ગત તા. 28-11-2018ના રોજ કોન્ટ્રાક્ટ રદ કરવાની શો કોઝ નોટીસ આપવામાં આવી હતી. IECCL દ્વારા તા. 11-12-2018 શો કોઝ નોટિસનો જવાબ આપ્યો હતો.


વધુમાં વાંચો: રાજકોટને મળી વધુ એક ભેટ, 2500 એકરમાં બનશે ગ્રીનફીલ્ડ એરપોર્ટ


આ જવાબની વિસ્તૃત ચકાસણી અને છેલ્લા સાત-આઠ મહિનાની કામગીરીને ધ્યાનમાં લઇ IECCL નું કાર્ય અસંતોષકારક લાગતા GMRCના અધિકારીઓએ IECCL સાથેના આ કોન્ટ્રાક્ટને તાત્કાલિક ધોરણે રદ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે વિવિધ શરતો અનુસરા આ કોન્ટ્રાક્ટ મેસર્સ જે. કુમાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સોંપવામાં આવ્યો છે. આ સાથે GMRC દ્વારા તાત્કાલિક ધોરણે IRCCL ની બેન્ક ગેરંટી પણ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...