Gujarat Politics : ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત બાદ નાના મંત્રીમંડળના સહારે હાલમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર ચાલી રહી છે. મંત્રીઓ પર પણ કામનું પ્રેશર છે. સારી કામગીરી નહીં હોય તો ફરી મંત્રી બનવાની તક ન હોવાથી મંત્રીઓ પણ કામે લાગ્યા છે. જોકે, હાલમાં એમને મંત્રીપદની કામગીરી કરતાં નાયક બનવાનો ચસ્કો વધારે લાગ્યો હોય એમ પોલીસની જેમ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં રેડ પાડી સરકારી અધિકારીઓને માપમાં રહીને કામગીરી કરવાની સૂચનાઓ આપી રહ્યાં છે. આ બાબત સારી જ કહેવાય પણ 16 મંત્રીઓના મંત્રી મંડળમાં આ લિસ્ટ વધી રહ્યું છે. દરેક મંત્રી પર હાલમાં કામગીરી દેખાડવાનું પ્રેશર હોય એમ લાગી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેખાડો કરવામાં મંત્રી અવ્વલ
ગુજરાતમાં મંત્રીઓ હજુ પોતાના વિભાગ પર પક્કડ જમાવી શક્યા નથી. મંત્રીઓને પોતાના વિભાગને સમજતા હજુ ઘણો સમય લાગશે. જે હોય તે પણ આજકાલ નવા મંત્રીઓને ‘નાયક' બનવાનો શોખ જાગ્યો છે. પ્રજાની સમસ્યા હલ કરવાને બદલે મંત્રીઓ અચાનક સરકારીઓફિસનું ચેકીંગ કરવા માંડ્યા છે. સરકારી કચેરીઓમાં અધિકારીઓ કામ કરી રહ્યા છે કે નહીં તેવો અનિલ કપૂરની સ્ટાઇલમાં દેખાડો કરવાની હોડ જામી છે. 


આ પણ વાંચો : 


IAS અને ભાજપના નેતાઓને બખ્ખા, G-20 ઉત્સવના બહાને કમાણી કરી લેશે


ગુજરાતના બ્યૂરોક્રેસીમાં મુખ્ય સચિવ માટે ખેંચતાણ, આ IAS એ દિલ્હીમાં બે વાર હાજરી આપી


ગુજરાતના IAS અને IPS બેડામાં રાજકારણ ચરમસીમાએ, પદ મેળવવા દિલ્હી સુધી છેડા અડાડ્યા


‘જે પણ હોય હું રહી ના જાઉ નહિ...’ આ ભાવના
સૌથી પહેલાં કૃષિ મંત્રીએ સતત 2 દિવસ કૃષિ વિભાગ અને મત્સ્ય વિભાગમાં ઓચિંતા પહોંચી અધિકારીઓનો ઉઘડો લઈ લીધો હતો. મોડા આવનાર અધિકારી સામે કાર્યવાહી કરવા સુધીની ચીમકી આપી હતી. આટલું ઓછું હોય એમ રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયાએ શાળા જઈ શૌચાલય સાફ કરી આવ્યા, આ ગુજરાત માટે થોડું વધારે હતું કે એક મંત્રી શૌચાલય સાફ કરી રહ્યાં છે. જે પણ હોય હું રહી ના જાઉની આ ભાવના છે.


કોનામાં પાવર આવ્યો 
બીજી તરફ મંત્રી મુળું બેરાએ પણ પ્રવાસન વિભાગની કચેરીની ઓચિંતી મુલાકાત લીધી. કર્મચારી શું કરે છે તેની વિગતવાર ચકાસણી કરી હતી.  મંત્રી બન્યા બાદ ભાનુ બાબરીયાએ હોસ્ટેલમાં જઈ કેવું જમવાનું બને છે એ ચેક કર્યું. ટૂંકમાં, મંત્રીઓને લોકોના પ્રશ્ન કેવી રીતે હલ થાય તે જુએ એ પણ જરૂરી છે. ભાજપમાં ધારાસભ્ય બન્યા કેટલાક નેતાઓને તો પાવર આવ્યો હોય એમ પ્રજાના વિકાસના પ્રશ્નોની બેઠકમાં હાજર રહેતા નથી. આ મામલે ભાજપે અમદાવાદના જીતેલા ધારાસભ્યોને ઠપકો આપ્યો હતો.


આ પણ વાંચો : બાપ રે બાપ... આ સીઝનની સૌથી વધુ ઠંડી આ સપ્તાહમાં પડશે, બુધ-ગુરુ-શુક્રની આગાહી ભયંકર