ગુજરાત મોડલના ધજ્જિયા ઉડાડતો વીડિયો, કમોસમી વરસાદમાં જ અમદાવાદ એરપોર્ટમાં પાણી ભરાયા, ચોમાસામાં શું થશે!
Ahmedabad Airport : એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલનો વીડિયો વાયરલ.... કમોસમી વરસાદમાં એરપોર્ટની પાઈપલાઈનમાંથી પાણી લીકેજ થયું.... પાઈપલાઈનમાં લીકેજ થતા ચારેતરફ પાણી ફેલાયુ.... મુસાફરો પણ અટવાયા
Ahmedabad Airport : અમદાવાદ એરપોર્ટનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે તમને વિચારમાં મૂકી દેશે. રોજ લાખો મુસાફરોની અવરજવર રહે છે એ અમદાવાદ એરપોર્ટ પર પાણી પાણી જોવા મળ્યું. મુસાફરો પાણી વચ્ચે અવરજવર કરતા જોવા મળ્યા. એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગુજરાત મોડલના ધજ્જિયા ઉડાડતો આ વીડિયો છે. અમદાવાદની આબરુના ધજ્જિયા ઉડાડતો આ વીડિયો છે. શું એરપોર્ટ કોઈ રસ્તો છે, જ્યાં આ રીતે ગટર ઉભરાઈ જાય અને પાણી બહાર આવી જાય. આ ઘટના એક દિવસ પહેલાની છે, જેમાં અમદાવાદમાં મોડી સાંજે અચાનક કમોસમી વરસાદ ખાબક્યો હતો. જરાક અમસ્થા વરસાદમાં એરપોર્ટ પર પાઈપલાઈનમાં લીકેજ થયુ હતુ અને મોટી માત્રામાં પાણી બહાર આવી ગયુ હતું.
શુક્રવારે સાંજે પડેલા કમોસમી વરસાદને કારણે શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) એરપોર્ટ ખાતે ડોમેસ્ટિક ટર્મિનલના પ્રવેશદ્વાર પર પાણી ભરાઈ ગયા હતા. ઉનાળાના વેકેશનમાં મુસાફરીની વ્યસ્ત સીઝનમાં મુસાફરો ચેક ઈન અને ચેક આઉટ કરી રહ્યા હતા, ત્યારે તેમને પાણીમાં ફરવુ પડ્યુ હતું. આ માટે મુસાફરોએ ફરિયાદ પણ કરી હતી, એરપોર્ટ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, 30 મિનિટની અંદર પાણી નીકળી ગયું હતું.
પહેલીવાર મે મહિનામાં ગુજરાતમાં વાદળો બંધાયા, આ દિવસોમાં છે વરસાદની આગાહી
સૂત્રોએ દાવો કર્યો હતો કે ગટરના પાણીના બેક ફ્લોને કારણે ડોમેસ્ટિક ટર્મિનલના એન્ટ્રી પોઈન્ટ પર પાણી ભરાઈ ગયા હતા. એક તબક્કે, મુસાફરો, જેમાંના ઘણા વરિષ્ઠ નાગરિકો હતા, આ સુરક્ષા ચેકપોઇન્ટ પર જવા માટે પગની ઘૂંટી-ઊંડા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. ગ્રાઉન્ડ સ્ટાફને પાણી સાફ કરવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા, એમ એરપોર્ટ સત્તાવાળાઓએ જણાવ્યું હતું.
નાથદ્વારા દર્શન કરવા ગયેલા ગુજરાતી વેપારીને આવ્યું મોત, રાજકોટમાં હાર્ટએટેકથી 2 મોત
એક અમદાવાદી યુવક નિશાંત અમીને જણાવ્યું હતું કે પાણી ભરાઈ જવાથી અને ભારે ધસારાના કારણે મુસાફરોને ઘણી અસુવિધા થાય છે.
સેન્સર આધારિત કાચના દરવાજા કામ કરતા ન હતા. કિઓસ્કમાં ઓટોમેટિક ચેક પરનું ઈન્ટરફેસ પણ કામ કરતું ન હતું. આમ, બોર્ડિંગ પાસ પ્રિન્ટિંગ અને વેબ ચેકિનને થોડા સમય માટે અસર થઈ હતી. તેમણે કહ્યું.
એક ગુજરાતી વિદ્યાર્થીએ જે વર્ણવ્યું તે જાણી તમારો કેનેડા જવાનો ખ્વાબ ચકનાચૂર થઈ જશે