Heavy Rainfall Alert : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં મેઘમહેર થઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં ગત દિવસ દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે જોર ઘટ્યું છે. સાથે જ, હાલ કચ્છ, સૌરાષ્ટ્ર ઝોન અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ વરસાદે વિરામ લીધું છે. જ્યારે, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન મહેસાણાના વિજાપુર અને સાબરકાંઠાના તલોદ તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સાબરકાંઠાના પ્રાંતિજ અને ગાંધીનગરના માણસા તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના તમામ ઝોનમાં 100 ટકાથી ઉપર વરસાદ


  • ઉત્તર ગુજરાત ગુજરાતમા 104 ટકા વરસાદ

  • મધ્ય ગુજરાતમાં પણ 116 ટકા વરસાદને પાર

  • કચ્છમાં સરેરાશ 183 ટકા વરસાદ

  • સૌરાષ્ટ્રમાં 128 ટકા વરસાદ

  • દક્ષિણ ગુજરાતમાં 122 ટકા વરસાદ

  • સરેરાશ રાજ્યમાં 120.80 ટકા વરસાદ.

  • રાજ્યમાં હજુ 2 ટકા વરસાદ પડશે, તો છેલ્લાં 4 વર્ષનો રેકોર્ડ તૂટશે


ગત ૨૪ કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૨ ઇંચથી વધુ અને મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં એક ઈંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 


 


લાલ રંગનું કિંમતી પટોળુ પહેરીને નીતા અંબાણીએ લૂંટી લીધી આખી મહેફિલ, બ્લાઉઝમાં જડ્યા સોનાના તાર, PHOTOs


અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૨૦ ટકાથી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૮૩ ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૮ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૨૨ ટકા નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૧૬ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં ૧૦૪  ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.


 


વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે, બંગાળની ખાડીમાં ફરી બની વાવાઝોડા જેવી સિસ્ટમ