અપની ગલી મેં કુત્તા ભી શેર હૈ : ડરપોક સાવજને કારણે સાચી પડી ગઈ આ કહેવત
Gir Lion viral video: સિંહ પાછળ કૂતરાઓએ દોટ મૂકી, તો સામે ગાયોનું ધણ જોતાં વનરાજે દિશા બદલી, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
Trending Video : કહેવત છે ને કે સમય બળવાન હોય છે. નસીબ ખરાબ હોય તો ઊંટ પર બેસ્યા હોય તો પણ કૂતરુ કરડી જાય છે. ત્યારે આ વીડિયો જોઈને તમે કહેશો કે કૂતરાઓનું નસીબ બળવાન છે. સિંહની એક જ ત્રાડથી આખું જંગલ ફફડી ઉઠે છે. ત્યારે ગીરસોમનાથનાં નામે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કૂરતાઓ સિંહની પાછળ ભસતા અને દોડતા સિંહ દોટ મૂકતો દેખાય છે. આવું પહેલીવાર નથી બન્યું કે, ગીરમાં કૂતરાઓએ સિંહોને ખદેડ્યા હોય. આ પહેલા પણ આવા વીડિયો જોવા મળ્યા છે. પરંતું ફરી એકવાર શ્વાનના ટોળાએ ગીરના સાવજને ભગાડ્યો હતો. ડાલામથ્થા સિંહ પાછળ કૂતરા દોડતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
કૂતરાઓ પાછળ અને સિંહ આગળ. ત્યારે સામે ગાયોનું ટોળું દેખાતા શિકાર કરવાની ઈચ્છા હોવા છતાં સાવજે પોતાની દિશા બદલી નાંખી હતી. આ વીડિયો ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામનું હોવાનું મનાય છે. જોકે, આ વીડિયો બહુ જ વાયરલ થયો છે. આજનો સૌથી વધુ જોવાતો વીડિયો બન્યો છે.
સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ જાણી લો, સ્પર્ધાત્મક પરીક્ષામાં થશે ફેરફાર
ગીર બોર્ડ પાસે આલીદર ગામ આવેલું છે. આ ગામમાં મોડી રાતે એક સિંહ આવી ચઢ્યો હતો. સિંહ શિકારની શોધમાં હતો, અને તેને સામે ગાયોનું મોટું ટોળું દેખાયું. પરંતું એટલી વારમાં ગામના કૂતરાઓ ત્યાં આવી ચઢ્યા હતા. લગભગ ચાર-પાંચ કૂતરાઓના ટોળાએ સિંહ સામે ભસીને દોટ મૂકી હતી. જેથી સિંહ દોડીને ગામની બહાર સીમમાં જતો રહ્યો હતો.
સિંહ આગળ અને કૂતરાઓ પાછળ... આ દ્રશ્યો ગામના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. એટલું જ નહિ, કૂતરાઓએ સિંહને ખદેડ્યો તેના બાદ સામે શિકાર માટે ગાયોનું આખું ટોળુ ઉભું હતું. છતાં સિંહે કૂતરાઓને કારણે પોતાની દિશા બદલી નાંખી હતી અને શિકાર કરવાનું ટાળ્યુ હતું.
આ બનાવ તા. 19 માર્ચ 2023ની રાત્રે 11:30થી 12 વાગ્યા વચ્ચેનો છે અને એ ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામની ઘટના છે. અહીં રાત્રે 11 વાગ્યા પછી રોજ સિંહ-દીપડાની અવરજવર અચૂકપણે હોય જ છે અને કૂતરાં પણ રોજ ભસતાં જ હોય, પણ સિંહની પાછળ કૂતરાં દોડે અને આટલા બધા નજીક પહોંચી ગયા હોય એવું ક્યારેય નથી બન્યું.
ગુજરાતમાં CCTV કોન્ટ્રાક્ટમાં CMO ના PRO હિતેશ પંડ્યાના પુત્રનો દબદબો