સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ જાણવું જરૂરી છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં થશે મોટા ફેરફાર

competitive exams gujarat : પરીક્ષાઓમાં થતી ગેરરીતિ રોકવા ભૂપેન્દ્ર પટેલની સરકાર ભરતી પ્રક્રિયા જ બદલી નાખશે? 

સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ જાણવું જરૂરી છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં થશે મોટા ફેરફાર

Gujarat Govt Exams : ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં સરકારી ભરતી માટેના એટલા પેપર ફૂટ્યા છે કે ગુજરાત સરકારની છબી ખરડાઈ ગઈ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેક છબરડા બહાર આવ્યા છે. પરીક્ષા પહેલા જ પેપર ફૂટી જાય છે, જેને કારણે લાખો વિદ્યાર્થીઓના અરમાનો પર પાણી ફરી વળે છે. ત્યારે ફરી આવું ન થાય તે માટે ગુજરાત સરકાર હવે પાણી પહેલા પાળ બાંધવા નીકળી છે. પરીક્ષામાં પેપર ન ફૂટે તેવું મોડલ બનાવવા સરકારે તૈયારી આરંભી છે. સરકારી ભરતીની પરીક્ષા માટે હવે એક જ બોર્ડ બનાવવાની વિચારણા ચાલી રહી છે. 

વિધાનસભામાં પેપર લીકનો કાયદો પસાર કર્યા બાદ સરકાર હવે વધુ એક ફેરફાર કરવા જઈ રહી છે. ગુજરાત સરકાર તમામ વિભાગોમાં ભરતી કરવા માટે એક જ કોમન ટેસ્ટ લેવાનું પ્લાનિંગ કરી રહી છે. હાલ વિવિધ સંવર્ગના સરકારી ભરતી માટે અલગ અલગ બોર્ડ છે, તેને બદલે તમામને એક જ પ્લેટફોર્મ પર લાવવામાં આવશે. 

આગામી સમયમાં સરકાર મોટાપાયે સરકારી વિભાગોમાં ભરતી કરવાીન છે. ત્યારે આ ભરતીઓમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે આ પ્રકારનું આયોજન કરવાનું પ્લાનિંગ છે. 

આ માટે એક આયોજન એવું છે કે, પંચાયત સેવા પસંદગી મંડળ, ગૌણ સેવા પસંદગી મંડળ સહિતના ભરતી બોર્ડ અને અન્ય બાબતોનું એક જ બોર્ડ બનાવવામાં આવશે. તેના દ્વારા જ દરેક પ્રકારની ભરતી પ્રક્રિયા યોજવામાં આવશે. આ ઉપરાંત હાલ એવુ છે કે, સરકારી ભરતીમાં જ્યા જગ્યા પડે ત્યાં પરીક્ષા લેવામા આવે છે, તેના બદલે દર વર્ષે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનુ પ્લાનિંગ છે. જ્યા જગ્યા ખાલી પડે ત્યાં તાત્કાલિક ભરાઈ જાય. 

હાલ સરકારે વિવિધ પ્રકારના એક્સપર્ટસ પાસેથી માહિતી મંગાવી છે. તેમના સૂચનોના આધારે બોર્ડ બનાવવામાં આવશે. આ માટે પ્રેઝન્ટેશન પણ કરવામા આવશે. મંજૂરી બાદ જ સત્તાવાર જાહેરાત થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news