ઝી બ્યૂરો, અમદાવાદઃ કેરીને ફળોનો રાજા કહેવાય છે. કેરી પણ એક પ્રકારની નથી હોતી, ઢગલાબંધ પ્રકારની કેરી આવે છે. દરેક કેરીનો સ્વાદ નીરાળો હોય છે. એમાંય કેરીમાં સૌથી જે ફેમસ છે તે છે કેસર કેરી. કેરીના શોખીનો આખુ વર્ષ કેરીના રાહ જોતા હોય છે. જ્યારે સિઝન શરૂ થાય ત્યારે મનભરીને કેરીની મજા માણતા હોય છે. કેરીનો રસ પણ પીતા હોય છે. કહેવાય છેકે, જો તમે સિઝનમાં સારી કેરી મનભરીને ખાઓ તો આખુ વર્ષ તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. કારણકે, કેરીમાં એવો પાવર હોય છે જે નેચરલ રીતે તમારી બોડીને તમામ પોષક તત્વો આપીને પ્રોટેક્ટ કરે છે. જોકે, આ વખતે કેરીના શોખીનો માટે માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. એટલું જ નહીં ડિમાંડ અને સપ્લાયના નયમાનુસાર આ વખતે પણ બજાર માંગ અને જથ્થાની સ્થિતિને ધ્યાને લેતાં કેરીનો ભાવ ગત વર્ષો કરતા ઘણો ઊંચો હોવાની સંભાવના છે. જેથી કેરીના શોખીનોને સ્વાદ પુરો કરવા માટે વધારે રૂપિયા ખર્ચવા માટે તૈયાર રહેવું પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ ડાયાબિટીસથી ડરશો નહીં, આ ઉપાયથી થઈ શકે છે સમસ્યાનું કાયમી સમાધાન આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય Diabetes: શું તમારા પગમાંથી પણ આવે છે દુર્ગંધ? આ છે મોટી બીમારીનો સંકેત!


ઉલ્લેખનીય છેકે, હોળીના દિવસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિવિધ પંથકો કમોસમી વરસાદ થયો હતો. કમોસમી વરસાદ થતાં કેરીના પાકને નુકસાન થયું હતું. જ્યારે સોમવારે ફરી પવનાના સૂસવાટા સાથે થયલા માવઠામાં આંબા પર તૈયાર થયેલ કેરીના ફળ ખરી પડ્યા છે. મોટા પ્રમાણમાં કેરી પડી જતાં ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની શક્યતા રહેલી છે. ખેડૂતના હાલ પડતા પર પાટુ જેવા થઈ ગયા છે.


બદલાતા વાતાવરણની સીધી અસર બાગાયતી પાકો પર પણ પડે છે. ત્યારે કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ નિરાશા સાપડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. કારણકે, એક તરફ ઉનાળો શરૂ થઈ ચુક્યો છે. હોળી બાદ સામાન્ય રીતે ગરમીમાં વધારો થતો હોય છે અને સારા પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થતું હોય છે. જોકે, એના બદલે આ વખતે ભરઉનાળે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદે દશા બેસાડ઼ી છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં કેટલાંક વિસ્તારોમાં માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એમાંય કેરી પકવતા ખેડૂતોને તો આખા વર્ષની મહેનત માથે પડી છે.


આ પણ ખાસ વાંચોઃ ડાયરેક્ટર કટ કહ્યું છતા હીરોઈન હોઠથી હોઠ મિલાવીને હીરોનો રસ લેતી રહી, વીડિયો વાયરલ રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ શબ સાથે સેક્સ કરે છે આ સાધુઓ! એમની બીજી વાતો સાંભળી હલી જશે મગજના તાર...


ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ઠેકાણે કમોસમી વરસાદે પરિસ્થિતિ ખરાબ કરી છે. જેમાં સોસિયા, ભાંખલ કે મણારની કેસર કેરીના પાકને માઠી અસર પહોંચી છે. એજ કારણ છેકે, આ વખતે સિઝનની કેરી મોડી અને મોંઘી થવાનું અનુમાન વેપારી અને ખેડૂતો બન્ને લગાવી રહ્યાં છે. અનિયમિત વાતાવરણથી ઠંડીનું પ્રમાણ વધ ઘટ થતાં આંબાઓ પર વિષમ પ્રકારની સીઝનથી માઠી અસર પડે છે. એમાંય વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે આ વખતે કેટલાંક પંથકોમાં કેરીનો પાક ખરી જતા ઉત્પાદન અનિયમિત અને મોડું સર્જાય તેવી હાલ થઈ છે.


આ પણ ખાસ વાંચોઃ અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો 'મેં નથી મનાવ્યું હનીમૂન' પતિનો બળાપો! કોર્ટમાં પહોંચ્યો સુરતના ધનિક પરિવારનો વિવાદ પહેલાં રાજાઓ 100-100 રાણીઓને કેવી રીતે આપતા હતા સંતોષ? રાતના રાજા બનવા જાણો આ વાત


આ વખતે મોડ઼ી આવશે કેરીઃ
દર વર્ષો મોટોભાગે માર્ચની શરૂઆત આસપાસ જ કેરીનો ફાલ માર્કેટમાં આવવાનો શરૂ થઈ જાય છે. પણ આ વખતે કમોસમી વરસાદની મારના કારણે કેરીનો આગોતરો ફાલ સાવ ફેલ થઈ ગયો છે. જેને પગલે બાયાગતી ખેતી કરતા અને ખાસ કરીને કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. જુનાગઢી પવનથી કેરી પાકને બળ મળશેઃઆગામી 15 દિવસમાં વાતાવરણના ફેરફારથી જુનાગઢી દરિયાદો પવન શરૂ થાય ત્યારે કેરી ફળવૃદ્ધિ ઝડપથી વધશે તેવી આશા છે. છેલ્લા 10 દિવસમાં બે વખત વાતારવણના પલટા સાથે પંચમહાલમાં માવઠું થતાં ખેડુતો ચિતિંત બન્યા છે. આંબાના ઝાડ ઉપર પણ મોર આવેલા છે. તેથી કેરીના પાકને પણ નુકસાન થવાની શક્યતાઓ જોવા મળી હતી. નવસારીમાં પણ કેરી પકવતા ખેડૂતોને નુકસાનીની ચિંતા સતાવી રહી છે.


આ પણ ખાસ વાંચોઃ Mayonnaise: શું તમને પણ મેયોનીઝ બહુ ભાવે છે? ખાતા પહેલાં આ મોટા ખતરા વિશે જાણી લેજો આ વસ્તુઓ ખાવાથી લીવર અને કિડની કામ થઈ શકે છે તમામ! લખી લેજો લીસ્ટ એક રોટલી બદલી નાંખશે તમારી કિસ્મત! આ ટોટકાથી થશે ધનનો ઢગલો અને મળશે મનગમતુ કામ