Diabetes: શું તમારા પગમાંથી પણ આવે છે દુર્ગંધ? આ છે મોટી બીમારીનો સંકેત!

Feet Smell of diabetes or kidney disease: વિશેષજ્ઞ અનુસાર પગમાંથી વિનેગર જેવી દુર્ગંધ મુળ રૂપે તમારા પરસેવામાંથી આવનારી દુર્ગંધ છે. એટલા માટે જો તમારા પગમાં વધારે પરસેવો આવે છે તો એ વિનેગરની જેમ દુર્ગંધ કરે છે. 

Diabetes: શું તમારા પગમાંથી પણ આવે છે દુર્ગંધ? આ છે મોટી બીમારીનો સંકેત!

Feet Smell of diabetes or kidney disease: વિનેગરમાં પલાળેલી ડુંગળી ચિકન હાંડી અને ચિકન મસાલા જેવા સ્વાદિષ્ટ વ્યંજનો માટે પર્ફેક્ટ પાર્ટનર છે. થોડા વિનેગર સાથે સલાડનો સ્વાદ પણ ઉત્તમ હોય છે. 
આ જ વાત એક કટોરી નૂડલ્સ અને ચાઈનીઝ ડીશ માટે પણ કહી શકાય છે. પરંતુ જો વિનેગર જેવી દુર્ગંધ પગમાંથી આવે તો એ યોગ્ય નથી. તમારા પગમાંથી નીકળનારી દુર્ગંધ ન માત્ર અપ્રિય હોય છે પરંતુ, આ ડાયાબિટીઝ અને કિડનીની બીમારીનો સંકેત પણ હોય છે. આવો જાણીએ કે પગમાંથી વિનેગર જેવી દુર્ગંધ કેમ આવે છે અને આને રોકવા તમે શું કરી શકો છો.

પગમાંથી કેમ આવે છે વિનેગર જેવી ગંધ?
વિશેષજ્ઞ અનુસાર પગમાંથી વિનેગર જેવી દુર્ગંધ મુળ રૂપે તમારા પરસેવામાંથી આવનારી દુર્ગંધ છે. એટલા માટે જો તમારા પગમાં વધારે પરસેવો આવે છે તો એ વિનેગરની જેમ દુર્ગંધ કરે છે. 

કોને કોને વધારે પરસેવો આવે છે?
હાર્મોનેલ ચેન્જના કારણે ટીનેજર્સને વધુ પરસેવો નીકળે છે.
જે લોકો ડાયાબિટીસ અને ફંગલ સંક્રમણ જેવી બીમારીથી પીડિત છે, તેમનો પરસેવો પણ વિનેગરની જેમ દુર્ગંધ મારે છે. જો તમને ડાયાબિટીઝ કે થાઈરોઈડ છે તો, વધારે પરસેવો આવી શકે છે.
હાઈપરહાઈડ્રોસિસ (એક સ્કિન ડિસઓર્ડર)થી પીડિત લોકોને વધારે પરસેવો આવે છે.

પગની દુર્ગંધને કેવી રીતે દૂર કરી શકો?
તમે તમારા ભોજનમાં વિટામીનને સામેલ કરીને વધુમાં વધુ પરસેવામાંથી છૂટકારો મેળવી શકો છો. આ ઉપરાંત હાઈજીન પણ પગના પરસેવાની દુર્ગંધને દૂર કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

પગની દુર્ગંધને દૂર કરવા માટે તમે આ ઉપાય પણ કરી શકો છો-
1. તમારા પગને દિવસમાં બે વાર યોગ્ય રીતે સાફ કરો.
કૉટનના મોજા પહેરો
એંટીપર્સપિરેન્ટના ઉપયોગ કરો. આ એક પ્રકારની પ્રોડક્ટ છે જે પરસેવાને ઓછો કરે છે.
જો આ ઉપાય કામ નથી કરી રહ્યા તો તમે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news