દિલ્લીના દરબારમાં લાલ દરવાજાનો ફોટો બતાવી હાઈકમાન્ડને ઊંઠાં ભણાવતું ગુજરાત કોંગ્રેસ!
કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસને અદાણી મુદ્દે ઉગ્ર દેખાવો કરવાની સુચના આપી હતી. AICCએ અદાણી મુદ્દે રાજભવન ઘેરવાની સુચના આપી હતી. ગુજરાત કોંગ્રેસે સરદાર બાગથી કોંગ્રેસ કાર્યાલય સુધી યાત્રા યોજીને અલગ મેસેજ વહેતો કર્યો હોવાની વાત પ્રકાશમાં આવી છે. જેને કારણે ગુજરાત કોંગ્રેસે હાઈકમાન્ડને ગેરમાર્ગે દોર્યુ હોવાની ચર્ચાએ જોર પરકડ્યું છે.
ગૌરવ પટેલ, અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પોતાની કાર્યપ્રણાલી અને રાજકીય ગતિવિધીઓને કારણે હંમેશાથી ચર્ચામાં અને વિવાદોમાં રહ્યું છે. કારણકે, એકતરફ કોંગ્રેસ હાઈકમાન્ડ કંઈક જુદી વાત કરી રહ્યું હોય છે ત્યારે બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની વાતો કંઈક નીરાળી જ હોય છે. એ જ કારણ છેકે, ગુજરાતમાં કોંગ્રેસ ચૂંટણીઓમાં સારો દેખાવ નથી કરી શકતું. આનું તાજું ઉદાહરણ હાલમાં જ જોવા મળ્યું. જેમાં ગુજરાત કોંગ્રેસ અને AICC વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો...પ્રદેશ નેતાઓએ કોંગ્રેસ હાઇકમાન્ડને ઊંઠાં ભણાવ્યાં, લાલ દરવાજે દેખાવો કર્યાંને, ટ્વિટ કર્યુકે, રાજભવનને ઘેર્યુ હોવાનું.
ઉલ્લેખનીય છેકે, કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસને અદાણી મુદ્દે ઉગ્ર દેખાવો કરવાની સુચના આપી હતી. AICCએ અદાણી મુદ્દે રાજભવન ઘેરવાની સુચના આપી હતી. ગુજરાત કોંગ્રેસે સરદાર બાગથી કોંગ્રેસ કાર્યાલય સુધી યાત્રા યોજીને અલગ મેસેજ વહેતો કર્યો હોવાની વાત પ્રકાશમાં આવી છે. જેને કારણે ગુજરાત કોંગ્રેસે હાઈકમાન્ડને ગેરમાર્ગે દોર્યુ હોવાની ચર્ચાએ જોર પરકડ્યું છે.
આ પણ ખાસ વાંચોઃરૂપિયા બનાવવા હોય તો જાણીલો આ સ્કીમ, પ્રધાનમંત્રીએ પોતે આ યોજનામાં કર્યું છે રોકાણ! એક લાખના રોકાણ પર દર મહિને આવશે 10 લાખ રૂપિયા, નોકરી છોડો અને આ ધંધો કરો! સરકારની જાહેરાત બાદ સીનિયર સીટીજનોની બલ્લેબલ્લે, દર મહિને મળશે 20 હજાર રૂપિયા!
ગુજરાત કોંગ્રેસના ફોટોના આધારે AICCએ રાજભવન તરફ કૂચ કર્યાનું ટ્વીટ કર્યુ... મહત્વનું છે કે અદાણી મુદ્દે દેશમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે...જેના કારણે ગુજરાત કોંગ્રેસના નેતાઓને પણ અદાણી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવાની સૂચના આપવામાં આવી હતી... જોકે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓના વિરોધ પ્રદર્શનમાં ભ્રષ્ટાચાર અને મહિલા પર અત્યાચારનો મુદ્દો છવાયેલો રહ્યો.
ઉલ્લેખનીય છેકે, વિરોધ પ્રદર્શન કરવામાંય ગુજરાત કોંગ્રેસ રાજનીતિ રમી રહી છે. એપણ ભાજપ સાથે નહીં પણ ખુદ કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ગુજરાતની ટીમ રહી છે રાજનીતિ. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ખુદ હાઇકમાન્ડને ગેરમાર્ગે દોરી રહ્યા છે. બન્યું એવુ કે,અદાણી મુદ્દે કોંગ્રેસે આખાય દેશમાં રાજભવન ઘેરવાનો કાર્યક્રમ યોજ્યો હતો પણ ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓએ આવો કોઇ કાર્યક્રમ યોજયો ન હતો. નવાઇની વાત તો એ છેકે, ગુજરાત કોંગ્રેસે ટ્વિટ કરીને હાઇકમાન્ડને એવી માહીતી આપીકે, કોંગ્રેસના નેતા-કાર્યકરોએ પાટનગર ગાંધીનગરમાં રાજભવનને ઘેરી વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ પણ ખાસ વાંચોઃલસણના આ ઉપાયથી તમે બની શકો છો કરોડપતિ, ઉપાય અપનાવીને જુઓ FD પર આ બેંકો આપી રહી છે સૌથી વધુ વ્યાજ, 'અદાણી-અંબાણી' અહીંથી જ કમાય છે રૂપિયા! ચૂલાની રાખમાં એવું શું હોય છેકે, લોકો ઉંચી કિંમતે ઓનલાઈન મંગાવી રહ્યાં છે આ ભુકો?
વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસનો એકેય નેતા-કાર્યકર રાજભવન ગયા જ ન હતાં. હાઇકમાન્ડને ખોટી માહિતી આપતા કોંગ્રેસમાં જ આંતરિક વોર જામ્યો છે. એટલુ જ નહીં, સવાલો ઉઠ્યા છેકે, પ્રદેશ નેતાઓ હાઇકમાન્ડને કેમ ગેરમાર્ગે દોરી રહ્યા છે તે સમાઁતુ નથી. ગુજરાતમાં કૉંગ્રેસનો એકડો નીકળો ગયો છે તેમ છતાંય ગુજરાત કોંગ્રેસના નેતાઓ સુધરવાનું નામ લેતા નથી.
આ પણ ખાસ વાંચોઃલાલ બટાકાની ખેતીથી મહિને કરો લાખોની કમાણી, જાણો આ સરળ પ્રક્રિયા શું તમે ક્યારેય લાલ મૂળા ખાધા છે? ખાઈને જુઓ દવા કે ડોક્ટરની ક્યારેય નહીં પડે જરૂર! ખેડુતો માટે ખુશખબર! દર મહિને લાખ રૂપિયા કમાવવા માટે કરો આ વસ્તુની ખેતી