ઝી બ્યૂરો, અમદાવાદઃ પીએમઓના ઉચ્ચઅધિકારી હોવાની ખોટી ઓળખ આપીને કાશ્મીરમાં સરકારી ખર્ચે ફરનારા કિરણ પટેલ બાદ હવે આવા નવા ખેલાડીઓ પણ બહાર આવી રહ્યાં છે. ગાંધીનગરના કિરણ પટેલ બાદ હવે આ રમતમાં મોરબીના નીરજસિંઘ રાઠોડે ઝંપલાવ્યું છે. રાજનીતિમાં મંત્રી પદ મેળવવું કોને ન ગમે. અને મંત્રી પદ મેળવવા માટે લાખો લોકો વર્ષો સુધી વલખાં મારતા હોય છે. ત્યારે મોરબીના એક ભેજાબાજે જે પ્લાન બનાવ્યો એ જાણીને તમારું પણ માથું ચકરાઈ જશે. મોરબીના ભેજાબાજે એવો પ્લાન બનાવ્યો કે, હવે આપણે ધારાસભ્યોને જ ખંખેરવા છે. તો તેણે સીધા ચૂંટાયેલાં પ્રતિનિધિઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, મંત્રી પદ લેવા માટે નેતાઓ ધારાસભ્યો કરોડો રૂપિયા આપવા તૈયાર થઈ જતા હોય છે. ત્યારે મોરબીના આ ભેજાબાજે છેક મહારાષ્ટ્રમાં જઈને પોતાનું પરાક્રમ બતાવ્યું. પોતાને  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો પીએ ગણાવીને મંત્રી પદ અપાવવાના વાયદા કર્યાં. અને ધારાસભ્યોને ખંખેરી લેવાનો પ્લાન ઘઢી કાઢ્યો.


મહાષ્ટ્રના છ ધારાસભ્યો સામે જાળ પાથરીને કારસ્તાન કર્યું. એકવાર તો સાગરિત પાસે ખુદ નડ્ડા તરીકે ફોન કરાવીને વડોદરામાં ભાજપના કાર્યક્રમમાં ભોજન બિલ ચુકવવા કહ્યું. નેતાઓ જોડે ફોટા પડાવી પડાવીને તેનો દૂર ઉપયોગ કરનારા ઠગ્સ ગેંગને હવે છૂટો દૌર મળી ગયો છે. મોરબીના નીરજસિંઘ રાઠોડ પોતે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી.નડ્ડાના પીએ હોવાની ખોટી ઓળખ આપીને ધારાસભ્યો સાથે છેંતરપિંડી કરી પૈસા પડાવતો હતો. ફરિયાદને આધારે પોલીશે આ ભેજાબાજની ધરપકડ કરી છે.


કોણ છે આ ભેજાબાજ?
આ ભેજાબાજનું નામ છે નીરજસિંઘ પ્રવીણ અગલેકર.  ગુજરાતના મોરબીના નીરજસિંઘ પ્રવીણ અગલેકર, નાગાલેન્ડના ભાશા રાઠોડ સાથે ગુનામાં સંડોવાયેલા હતા. આરોપીની માહિતી પોલીસ મેળવી રહી છે તેણે જે.પી. નડ્ડાના નામથી અન્ય કોઇ રાઠોડે ભાજપના છે વિધાનસભ્યને વિધાનસભ્ય સાથે છેતરપિંડી કરી છે કે કેમ એની પણ તપાસ થઇ રહી છે.


રાજ્યમાં મંત્રીપદને લઇને ક્યારેય પૂછપરછ થઇ નહોતી. ત્યારે અચાનક દિલ્હીથી પુછપરછ કરી અને પૈસા માંગવામાં આવતા નાગપુરના વિધાનસભ્ય જેવાસ સુભારેને શંકા ગઇ હતી. શંકાના આધારે પાર્ટીમાં તપાસ કરી તો ઓફર બોગસ હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરાઈ હતી.


નાગપુરના ધારાસભ્યએ પાર્ટીમાં તપાસ કરી તો ખબર પડી કે બોગસ ઓફર છે. પોલીસ કમિશનરને આ ઘટનાની જાણ કરી ફરિયાદ નોંધીવી હતી. પોલીસે કેસ નોંધી મોબાઇલ ફોનના રેકોર્ડ અને અન્ય માહિતીના આધારે ઝીકાવટભરી તપાસ કરી હતી. ગુજરાતથી આરોપી રાઠોડને પકડીને નાગપુર લાવવામાં આવ્યો છે. એમ પોલીસ કમિશનર અમિતશ કુમારે કહ્યું હતું. ભાજપના અનેક ધારાસભ્યનો રાઠોડે સંપર્ક કર્યો હોવાની શક્યતા છે. તેના અન્ય કોણ સાથીદાર છે એની તપાસ થઇ રહી છે.