Land Grabing Act: ગુજરાત હાઈકોર્ટે મિલકત માલિકો માટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટના આ ચુકાદાને પગલે અનેક મકાન અને મિલકત માલિકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છેકે, ભાડા કરારનો ભંગ થાયો હશે તો પણ ભાડુઆત કોઈપણ રીતે કોઈપણ પ્રકારની મિલકત પર કબજો ન કરી શકે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત કરાયેલી ફરિયાદના આધારે આ કેસમાં કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, કોરોનાકાળ દરમિયાન ભાડા તેમ કરારની શરતોનો ભંગ થયો હોવાથી ભાડુઆતે મિલકતનો કબજો પોતે પચાવી પાડતા ગુજરાત હાઇકોર્ટમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ કરાઇ છે. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે એવું અવલોકન કર્યુ હતું કે, 'ભાડા કરારની શરતોનો ભંગ થયો હોય તો પણ ભાડુઆત મિલકતનો કબજો પોતાની પાસે રાખી શકે નહી. ભાડુઆત જ્યારે મિલકતનો કબજો પોતાની પાસે રાખે તો તેને લેન્ડ ગ્રેબિંગ કહી શકાય.’


હાઇકોર્ટમાં એક ભાડુઆત દ્વારા એવી દલીલ કરાઈ હતી કે, કોરોનાકાળ દરમિયાન તેઓ ભાડું ચુકવી શકયા ન હાતા, પરતું તેમણે મકાનમાલિકને ભાડું ચૂકવી દેવા તૈયારી દર્શાવી હતી. આ મામલે મકાન માલિક અને ભાડુઆત વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારથી ભાડુઆતે તેમના ઘરનો કબજો મકાન માલિકને આપવાનો ઈન્કાર કરી દીધો હતો. મકાન માલિક તરફથી ભાડા કરારની શરતનો ભંગ થતા કાયદાની જોગવાઈને હાઈકોર્ટમાં પડકારી હતી.


ખંડપીઠે એવું અવલોકન કર્યુ હતું કે, ભાડા કરારની શરતોનો ભંગ થયો હોય તો પણ ભાડુઆત પ્રોપર્ટીનો કબજો પોતાની પાસે રાખી શકે નહી. ભાડુઆત સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થઇ શકે છે. કોર્ટે ઉધડો લેતા ટકોર કરી હતી કે, તમે કયારેય મિલકતના માલિક બની ના શકો. મિલકત જેની હશે તેની જ રહેશે, તેના પર ખોટી રીતે કબજો કરીને માલિકી મેળવી શકાશે નહીં.