ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર ઈનકટમ ટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. ગુજરાતના મોટા વેપારીને ત્યાં આજે સવારે જ ત્રાટકી આઈટીની ટીમો. આઈટી વિભાગની અલગ અલગ ટીમોએ આ વેપારીના વિવિધ ઠેકાણાઓ પર એક સાથે દરોડા પાડીને તપાસ હાથ ધરી. ગુજરાતના વિવિધ શહેરોમાં વર્ષોથી પોતાની શાખ જમાવીને બેઠેલાં આર.આર.કાબેલ ગ્રૂપને મોટો ઝટકો. આ વખતે આ ટીમ નહીં છોડો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે વહેલી સવારે જ ગુજરાતના જાણીતા વેપારી અને ઉદ્યોગ સાહસિકને ત્યાં ઈનકમ ટેક્સની ટીમો ત્રાટકી છે. આ જે વહેલી સવારે જ ગુજરાતના વિવિધ શહેરોમાં ઇન્કમટેક્સ વિભાગનું સુપર ઓપરેશન હાથ ધરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને વડોદરાના આર. આર .કાબેલ ગ્રુપને ત્યાં ઇન્કમટેક્સ ત્રાટકયું છે. અને આઈટીની ટીમે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. વડોદરા ,અમદાવાદ ,સુરત સેલવાસ અને મુંબઈ મળી આશરે 40 થી પણ વધુ જગ્યાએ પડ્યા દરોડા પાડવામાં આવ્યાં છે. 
 ગ્રુપના ચેરમેન રમેશ કાબરા સહિત તમામ ડાયરેક્ટરો અને ડિસ્ટ્રીબ્યુટર ને ત્યાં ઇન્કમટેક્સની તપાસ તેજ કરવામાં આવી છે.  કેબલ અને વાયરના ધંધા સાથે સંકળાયેલ મોટા ગ્રુપ ઉપર પડેલા દરોડા ના કારણે મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની સંભાવના છે.


વડોદરા નજીક વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી અને વાયર-કબેલનું ઉત્પાદન કરતી જાણીતી આર.આર. કેબલ ગ્રૂપ પર આઈટીએ ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસ, મુંબઈ સહિત 40થી વધુ જગ્યા પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. તેમજ વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં આજે વહેલી સવારથી ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ફર્સ્ટ શિફ્ટમાં નોકરી ઉપર ગયેલા ઓફિસ સ્ટાફના 40 જેટલા કર્મચારીઓને કંપનીના ઓડિટોરિયમમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઈટીના અધિકારીઓએ એક સાથે ત્રાટકીને તપાસ તેજ કરી છે.