રઘુવીર મકવાણા, બોટાદઃ સરકાર દ્વારા ભણશે ગુજરાત ના સ્લોગનો રાખવામાં આવ્યા છે પણ સરકારની પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે વધુ જગૃતીઓ આવે તેવા નિર્દોષ પ્રયાસો થકી વિદ્યાર્થી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને શિક્ષણનો સરકારની અભિગમ ખરા અર્થમાં સાર્થક સાબિત કરવા કમર કસી હોય તેમ ગઢડા તાલુકાના લાખણકા ગામના શિક્ષક મનીષ જેઠવા એ ગામની દીવાલો પર ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી માધ્યમમાં ગામની દીવાલો બોલે તેવા સૂત્રો લખીને ગામને રંગીન સાથે શિક્ષણ ની લગની બાળકોમાં ઊભી થવાનો પ્રયાસ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકાર દ્વારા ભણશે ગુજરાત, ગણશે ગુજરાત જેવા સ્લોગન સાથે શિક્ષણના ક્ષેત્રે કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ સરકારની કામગીરીના સાચા અર્થમાં સાર્થક કરવાનું કામ શિક્ષકનું હોય છે... અને આવું જ કામ ગઢડા તાલુકાના શિક્ષક મનીષ જોટવા કરી રહ્યા છે... મનીષ જોટવા શાળામાં તો શિક્ષણ આપવાનું ઉત્તમ કામ કરી રહ્યા છે. પરંતુ શાળા બાદ પણ વિદ્યાર્થીઓ ભૂલી ન જાય તે માટે તેમણે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. તેમણે ગામની દિવાલો પર ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી માધ્યમમાં રંગબેરંગી અક્ષરોમાં લખાણ લખવામાં આવ્યું છે. મનીષ જોટવાએ હાલમાં ગામની 60 દિવાલ પર પેઈન્ટીંગ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે. પરંતુ તેઓ અહીંયા જ અટકવાના નથી. તેમણે ગામની 100 દિવાલ પર પેઈન્ટીંગ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.


આ અંગે તેમની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે બાળકો શાળાના સમય પછી ભૂલી ન જાય અને રમતાં-રમતાં પણ શિક્ષણ સાથે લગાવ રહે તે માટે આ કામગીરી કરી રહ્યા છે. શિક્ષક મનીષ જોટવા ગામનો દરેક બાળક શિક્ષત બને તે માટે પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. જેના વખાણ ગામના લોકો બે મોંઢે કરી રહ્યા છે. સાથે જ એવી આશા રાખી રહ્યા છે કે જો મનીષ જોટવામાંથી પ્રેરણા લઈને દરેક ગામના શિક્ષકો જો શિક્ષણના ફેલાવા માટે અભિયાન શરૂ કરે તો કોઈપણ બાળક નિરક્ષર ન રહે. ગામની દીવાલો પર ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી માધ્યમમાં ગામની દીવાલો બોલે તેવા સૂત્રો લખીને ગામને રંગીન સાથે શિક્ષણ ની લગની બાળકોમાં ઊભી થવાનો પ્રયાસ કર્યો છે.