બાપરે...ઉનાળો આવતા જ મોટું જળસંકટ! ગુજરાતના આ વિસ્તારમાં ટીપાં ટીપાં માટે વલખાં મારે છે લોકો
પાણીની સમસ્યા અંગે વાતચીત કરતા ગુજરાત પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર ડી.જી.રામાનુજે Zee 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું કે હાલમાં છેલ્લાં 1 અઠવાડિયાથી પાણી નિયમિત મળે છે.
રાજેન્દ્ર ઠકકર, બન્ની, કચ્છ: ઉનાળામાં કાળઝાળ ગરમીની શરૂઆત સાથે જ સરહદી વિસ્તારોના ગામડાઓમાં પાણીની પળોજણ શરૂ થઈ છે...કચ્છના ગામોમાં અંગ ડઝાડતી ગરમી વચ્ચે મહિલાઓએ અનેક કિલોમીટર દૂર પાણી માટે ભટકવું પડે છે...પાણી માટે વલખા મારતા લોકોની સાથે પશુઓની પણ હાલત દયનીય છે...ગામોમાં પાણીની સમસ્યા કેટલીક વિકટ છે. કચ્છના સરહદી વિસ્તારના ગામોમાં પાણીની સમસ્યા સર્જાતા લોકોની હાલત કફોડી બની છે. બન્ની વિસ્તારની મહિલાઓ બેડાઓ લઈને દૂર દૂર સુધી પાણી માટે ભટકે છે. નાના સરાડા, રભૂ વાંઢ, મોટા સરાડા, ભગાડીયા જેવા ગામમાં હાલત બહુ ખરાબ છે. પશુઓ માટે ઘાસચારાની સમસ્યા પણ પશુમાલિકોને સતાવી રહી છે...હાલ તો સ્થિતિ એવી બની છે કે લોકો પોતાના પશુઓની સાથે હિઝરત કરવા મજબુર બન્યા છે.
આ પણ ખાસ વાંચોઃવારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ... ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!
નાના સરાડા સહિતના 4 ગામડા માં 7-8 હજાર લોકોની વસ્તી છે અને 20,000 જેટલું પશુધન છે...ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે...તેથી ગામમાં અત્યારથી જ ઘાસ અને પાણીની સમસ્યા ઊભી થતાં માલધારીઓ ચિંતિત બન્યા છે. ગામની મહિલાઓ ગામના સીમાડે બનાવેલા કુવામાંથી દૂષિત પાણી ભરીને લોકો તરસ છીપાવે છે...ધોમધકતા તાપમાં મહિલાઓ પાણી માટે રજળપાટ કરી રહી છે...તો પાણી પણ ખૂબ દૂષિત મળી રહ્યું છે.
પાણીની સમસ્યા અંગે વાતચીત કરતા ગુજરાત પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર ડી.જી.રામાનુજે Zee 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું કે હાલમાં છેલ્લાં 1 અઠવાડિયાથી પાણી નિયમિત મળે છે...મોટાભાગના ગામોમાં પાઈલાઈનમાંથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. નાયબ કાર્યપાલક ઈજનેરે પાણીની વ્યવસ્થા અંગે ભલે અનેક વાતો કરી...પરંતુ ગામોમાં પાણીની વિકટ સમસ્યાનું ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે...પાણી આપવામાં પણ આવે છે તો તે ઘણીવાર ખારું હોય છે...અથવા તો દુષિત હોય છે...ગામના લોકોએ તો આક્ષેપ કર્યો છે કે તેમને પુરતુ પાણી ન અપાતા ઘરની મહિલાઓએ દૂર દૂર કુવામાંથી પાણી લેવા જવું પડે છે...ત્યારે પાણીની સમસ્યાનું વહેલી તકે કોઈ નિરાકરણ આવે તેવી લોક માગ ઉઠી છે.
આ પણ ખાસ વાંચોઃRation Card: મફત રાશન લેનારાઓ માટે ખુશખબર, હવે નહીં પડે કાર્ડની જરૂર! Passport માટે હવે નહીં ખાવા પડે ધક્કા, જાણો ઘરેબેઠાં આસાનીથી પાસપોર્ટ મેળવવાની રીત લાંબા ટાઈમથી ખાતામાંથી પૈસાના ઉપાડ્યા હોય તો શું થાય? એકાઉન્ટ ફ્રીઝ થાય તો શું કરવું