શું યુવરાજસિંહને સતાવી રહ્યો છે ડર? તબિયત લથડી હોવાનો મેઈલ કરી પત્નીએ પોલીસ પાસે માંગ્યો સમય
આ પહેલાં યુવરાજસિંહે પોતે ટ્વીટ કર્યું હતુંકે, મારા પાસે બહુ મોટા અને ભયાનક સ્કેમની માહિતી છે. બહુ મોટા સ્કેમ પર કામ કરી રહ્યો છું. સ્કેમ ઉજાગર કરવા બહાર રહેવું સારું કે જેલમાં જઈને શાંત થઈ જવું સારું. ઉલ્લેખનીય છેકે,
અતુલ તિવારી, ભાવનગરઃ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે ચર્ચામાં છે. પહેલાં તેમને પોતાના અને પરિવારની સુરક્ષાની ચિંતા સતાવી રહી હતી. જોકે, હવે તેમને પોલીસની પૂછપરછની ચિંતા સતાવી રહી હોય તેવું પણ પ્રતિત થઈ રહ્યું છે. એજ કારણ છેકે, પોલીસ સમક્ષ પૂછપરછ માટે હાજર થવાને બદલે યુવરાજસિંહે હજુ પણ થોડા દિવસોનો સમય માંગ્યો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની તબિયત લથડી હોવાની વાત સામે આવી છે. યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે એ પણ જણાવ્યું છેકે, હાલ તબિયત અચાનક લથડી હોવાથી સારવાર કરવી જરૂરી છે. જેથી તેમાં ભાવનગર SOGને મેઈલ કરી લેખિતમાં માગ્યો 10 દિવસનો સમય.
આ પણ ખાસ વાંચોઃ કાયદાની વાત! નહી ચાલે બિલ્ડરની મનમાની : તમે હકથી માંગી શકશો વળતર, જાણી લો આ છે નિયમો આ પણ ખાસ વાંચોઃ Attachment Of Property નો મતલબ શું થાય? કોણ કરી શકે ઓર્ડર, જરા જાણી લેજો
એવું જણાવવામાં આવ્યું છેકે, હાલ યુવરાજસિંહની તબિયત લથડી ગઈ છે. યુવરાજસિંહ જાડેજાની પત્નીએ ટ્વીટ કરી આપી જાણકારી. ભાવનગર SOGને મેઈલ કરી લેખિતમાં સમય માંગ્યો છે. સતત વધતા જતા ઉજાગરાના કારણે યુવરાજસિંહની તબિયત બગડી હોવાનું કારણ સામે ધરવામાં આવ્યું છે. પરિવારની ચિંતા અને ડિહાઈડ્રેશનના કારણે તબિયત બગડી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. જેથી સમગ્ર ડમીકાંડ અને તેની પૂછપરછ માટે ભાવનગર SOGને મેઈલ કરી લેખિતમાં વધુ 10 દિવસ બાદનો સમય માંગવામાં આવ્યો છે.
આ પહેલાં યુવરાજસિંહે પોતે ટ્વીટ કર્યું હતુંકે, મારા પાસે બહુ મોટા અને ભયાનક સ્કેમની માહિતી છે. બહુ મોટા સ્કેમ પર કામ કરી રહ્યો છું. સ્કેમ ઉજાગર કરવા બહાર રહેવું સારું કે જેલમાં જઈને શાંત થઈ જવું સારું. ઉલ્લેખનીય છેકે,
આ પણ ખાસ વાંચો: શું તમારો માથાભારે પાડોશી કરે છે રોજ પરેશાન? આ કાયદો ઠેકાણે લાવી દેશે શાન આ પણ ખાસ વાંચો: કાયદાની વાતઃ કૂતરું કરડવાથી તેના માલિક પર કેસ કરી શકાય? જાણો શું છે સજાની જોગવાઈ આ પણ ખાસ વાંચો: દરેક પગારદાર કર્મચારીઓને જરૂર હોવી જોઈએ આ પાંચ મહત્ત્વના કાયદાઓની જાણકારી
પોલીસે સમન્સ પાઠવતા જવાબ આપવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ભાવનગર પહોંચ્યા હતાં. બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કર્યો છે. યુવરાજસિંહે કહ્યુંકે, હું સાચો છું, ગમે તેવા સવાલોના જવાબ આપવા મારી તૈયારી છે. ડમીકાંડમાં પકડાયેલા આરોપીઓ દ્વારા કરાયેલા આક્ષેપ બાબતે યુવરાજની SOG પૂછપરછ કરવાની હતી. અગાઉ પૂછપરછમાં સહિયોગ આપવાની વાત કરનાર આજે કામે લાગી ગઈ. પ્રેસ કોંફરન્સમાં કેટલીક વ્યક્તિઓના નામો નહીં આપવા બાબતે નાણાકીય વ્યવહાર કર્યાના યુવરાજસિંહ પર થયા છે આક્ષેપ કરવામાં આવ્યાં હતાં. યુવરાજે નાણાકીય વ્યવહારોના આક્ષેપ ફગાવ્યા છે.
આ પણ ખાસ વાંચોઃ ચા સાથે સિગારેટ કે ભજીયાનું સેવન નોતરશે મોત! જાણો આ રીતે ફરી શકે છે પેટની પથારી આ પણ ખાસ વાંચોઃ બીયર પીનારાઓ આ સમાચાર ધ્યાનથી વાંચો, જાણો સ્વાસ્થ્યને લગતા ફાયદા અને નુકસાન આ પણ ખાસ વાંચોઃ Mayonnaise: શું તમને પણ મેયોનીઝ બહુ ભાવે છે? ખાતા પહેલાં આ મોટા ખતરા વિશે જાણી લેજો