મનોચિકિત્સકોનો સરકારને પત્ર, ‘બંધનમાં માનસિક સ્થિતિ બગડી શકે છે, વ્યસનીને છૂટછાટ આપો....’
ગુજરાતના મનોવિજ્ઞાન (phycologist) ના 7 અધ્યાપકોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ 45000 કરતા વધુ લોકોનું કાઉન્સેલિંગ કરીને તારણ કાઢ્યું છે કે, ગુજરાતના લોકોની ધીરજ ખૂટી ગઈ છે. તેથી તેઓએ લોકડાઉન સિવાય કોઈ વૈકલ્પિક યોજના બનાવવા સરકાર (gujarat government) પાસે માંગ કરી છે. તેઓએ સરકારને સૂચવ્યું છે કે, ગુજરાતના લોકોની હવે ધીરજ ખૂટી છે. લોકડાઉન સિવાયની કોઈ વૈકલ્પિક યોજના બનાવવી જોઈએ.
રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાતના મનોવિજ્ઞાન (phycologist) ના 7 અધ્યાપકોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ 45000 કરતા વધુ લોકોનું કાઉન્સેલિંગ કરીને તારણ કાઢ્યું છે કે, ગુજરાતના લોકોની ધીરજ ખૂટી ગઈ છે. તેથી તેઓએ લોકડાઉન સિવાય કોઈ વૈકલ્પિક યોજના બનાવવા સરકાર (gujarat government) પાસે માંગ કરી છે. તેઓએ સરકારને સૂચવ્યું છે કે, ગુજરાતના લોકોની હવે ધીરજ ખૂટી છે. લોકડાઉન સિવાયની કોઈ વૈકલ્પિક યોજના બનાવવી જોઈએ.
વ્યસન મનોશારીરિક બીમારી છે. તેની સ્વાસ્થ્ય પર અસર પડે છે, પણ વ્યસનની વસ્તુ ન મળવાથી માનસિક અને શારીરિક અસરો ખૂબ જ ભયાનક આવી શકે છે. સરકાર પર લોકોને ભરોસો છે ત્યાં સુધીમાં છૂટછાટ આપવી જરૂરી છે. અતિ બંધન
માનસિક સ્થિતિને બગાડી શકે છે.
લોકડાઉનમાં SBIની ગ્રાહકોને મોટી ભેટ, હોમ-ઓટો-પર્સનલ લોન માટે કરી મોટી જાહેરાત
તબીબોએ પત્રમાં જણાવ્યું કે, કોરોનાની મહામારીના સંકટમાં અમે અમારી ફરજ સમજીને 10 થી 25 વર્ષના અનુભવી 150 અધ્યાપકો અને પ્રોફેશનલ સાયકોલોજિસ્ટની મદદથી GPIH દ્વારા કાઉન્સેલિંગ હેલ્પલાઈન શરૂ કરી છે. GPIH દ્વારા 45 હજારથી વધુ લોકોનું કાઉન્સેલિંગ કરવામા આવ્યું છે. જેઓની માનસિક સ્થિતિ હાલ ચિંતાજનક રૂપમાં પહોંચી ગઈ છે તેવુ અમને લાગે છે. કાઉન્સેલિંગ બાદ અમે એ તારણ પર આવ્યા છે કે, સરકાર પર હજુ લોકોને ભરોસો છે ત્યા સુધીમાં છૂટછાટ આપવી જરૂરી છે. બંધન માનસિક સ્થિતિ બગાડી શકે છે. સરકારે લોકડાઉન સિવાયની વૈકલ્પિક વ્યવસ્થા અંગે વિચારવુ જોઈએ.
ચામાચીડિયા છે તબાહી ફેલાવનારા વાયરસની ફેક્ટરી, જાણો છો કેમ...
તેઓએ કહ્યું કે, 1100 હેલ્પલાઈન ઈનકમિંગ સર્વિસ છે. તે સિવાય પણ આઉટગોઈંગ કોલ્સ કરીને લોકોને માસિક સધિયારો પૂરો પાડે તેવી વ્યવસ્થા હિતાવહ છે. મોટા પ્રમાણમાં મનોવૈજ્ઞાનિકોને હેલ્થ ડિપાર્ટમેન્ટે સાથે રાખીને આ મહામારી સામે લડવુ જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર