ચામાચીડિયા છે તબાહી ફેલાવનારા વાયરસની ફેક્ટરી, જાણો છો કેમ...
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ ફેલાવાને લઈને અત્યાર સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પરંતુ મોટાભાગના રિપોર્ટસનો દાવો છે કે, મહામારી ચામાચીડિયાને કારણે ફેલાઈ છે. કહેવામાં આવે છે કે, સૌથી પહેલા આ વાયરસ ચામાચીડિયામાં આવ્યો હતો. ચામાચીડિયામાંથી બીજા પ્રાણીઓમાં આવ્યો અને બાદમાં તે માણસોમાં ફેલાયો હતો. જોકે, આ કોઈ પહેલી એવી બીમારી નથી જે ચામાચીડિયામાથી ફેલાઈ હોય. આ પહેલા પણ સાર્સ, માર્સ અને ઈબોલા જેવી ભયંકર બીમારીઓ ચામાચીડિયાથી ફેલાઈ ગઈ છે.
હાલમાં જ એક સ્ટડી થયું, તેના અનુસાર ચામાચીડિયા અને કોરોના વાયરસ અનેક વર્ષોથી એકસાથે જ વિકસિત થઈ રહ્યાં છે. જોકે, અલગ અલગ ચામાચીડિયાની પ્રજાતિઓમાંથી એકબીજામાં આ વાયરસ ફેલાવવું દુર્લભ છે. ચામાચીડિયામાં અનેક પ્રકારના હાઈપ્રોફાઈલ રોગ મળી આવ્યા છે, જેમ કે ઈબોલા અને નિપાહ વાયરસ. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, ચામાચીડિયામાં ઢગલાબંધ વાયરસ મળી આવે છે, જે અન્ય પ્રાણીઓને સરખાણીમાં લોકોને વધુ સંક્રમિત કરે છે.
ચામાચીડિયામાં કેમ મળે છે વાયરસ
શિકાગોના ફિલ્ડ મ્યૂઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીમાં પ્રાણીઓના નિરીક્ષત બ્રુસ પેંટરરસનનું કહેવુ છે કે, ચામાચીડિયાને કેટલીક અનેક વિશેષતાઓને કારણે તેમાં આટલી મોટી સંખ્યામાં વાયરસ મળી આવે છે. આ સ્તનધારી પ્રાણી બહુ જ સામાજિક હોય છે અને મોટાભાગનો સમય સાથે જ વિતાવે છે. ચામાચીડિયાની સૌથી મોટી ગુફા ટેક્સાસમાં છે. જ્યાં ગરમીના દિવસોમાં એકસાથે એક કરોડથી પણ વધુ સંખ્યામાં ચામાચીડિયા આવે છે. આ ગુફામાં મોટી સંખ્યામાં ચામાચીડિયા પેદા થાય છે.
પેન્ટરસનનું કહેવુ છે કે, ચામાચીડિયાની પ્રતિરક્ષા સિસ્ટમ બહુ જ મજબૂત હોય છે. આ જ કારણે આટલા તમામ વાયરસ સાથે લઈને ફરતા હોવા થતા ચામાચીડિયા ખુદ ક્યારેય બીમાર થતા નથી. જ્યારે કે, અન્ય સ્તનધારી જીવ હંમેશા ગંભીર બિમારીના શિકાર થઈ જાય છે. ચામાચીડિયામાં પ્રાકૃતિક સુરક્ષા શક્તિઓ મળી આવે છે, તે ત્યારે જ નબળી પડે છે, જ્યારે ઠંડીના દિવસોમાં ચામાચીડિયા પોતાની ઉર્જા બચાવવા માટે આરામ કરે છે. મોટાભાગના ચામાચીડિયામાં આ દરમિયાન ફંગસના શિકાર થાય છે.
આ સ્ટાર્સે ફિલ્મોમાં એક-બે નહિ, પણ બધા જ કપડા ઉતાર્યા હતા... એક સમયે શાહરૂખ ખાન પણ થયા હતા ‘નગ્ન’
ચામાચીડિયાનું મેટાબોલિઝમ સારુ હોવાને કારણે તેઓ પોતાની ડીએનએ ક્ષતિને રોકવામાં પણ વિશેષ રીતે સફળ થાય છે. જ્યારે વાયરસ કોઈ પ્રાણીને સંક્રમિત કરે છે, તો તેઓ તેની કોશિકાઓ પર હુમલો કરે છે, જેનાથી પ્રાણીઓમાં નવી કોશિકાઓને બદલે વાયરસ વધુ બનાવે છે. પરંતુ આ વાયરસ અન્ય જીવોની સરખામણીમાં ચામાચીડિયાના આનુવંશિક તંત્રને નિશાન બનાવનામાં સફળ રહે છે. કારણ કે, ચામાચીડિયા પોતાના ડીએનએની સુરક્ષા પ્રભાવી ઢંગથી કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે