ગુજરાત પોલીસમાં નવા શ્વાનની એન્ટ્રી, જે ચિત્તા કરતા પણ વધુ ચાલાક છે અને લડવામાં ચેતક કમાન્ડો જેવા છે
ગુજરાત પોલીસ (gujarat police) અને નવીનીકરણ આ બંને બાબત એક સિક્કાની બે બાજુઓ છે. હરહંમેશ ગુજરાત પોલીસ વિભાગમાં નવીનીકરણ થતાં જ રહે છે. એ પછી પોલીસ ભરતીની પ્રક્રિયાની વાત હોય કે પછી ગુનાઓને શોધવા માટેની પદ્ધતિઓ હોય. ત્યારે ગુજરાત પોલીસ વિભાગમાં હવે એવા કમાન્ડરની એન્ટ્રી થઈ છે જે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી શકશે. જે ગુજરાત પોલીસમાં શેરલોક હોમ્સ જેવા ગુણો ધરાવે છે. હવે ગુજરાતના ગુનેગારો (gujarat crime) નો સામનો કરવા ટીમમાં બેલ્જિયમ મેલીન્સ ડોગનો સમાવેશ કરાયો છે.
ઉદય રંજન/અમદાવાદ :ગુજરાત પોલીસ (gujarat police) અને નવીનીકરણ આ બંને બાબત એક સિક્કાની બે બાજુઓ છે. હરહંમેશ ગુજરાત પોલીસ વિભાગમાં નવીનીકરણ થતાં જ રહે છે. એ પછી પોલીસ ભરતીની પ્રક્રિયાની વાત હોય કે પછી ગુનાઓને શોધવા માટેની પદ્ધતિઓ હોય. ત્યારે ગુજરાત પોલીસ વિભાગમાં હવે એવા કમાન્ડરની એન્ટ્રી થઈ છે જે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી શકશે. જે ગુજરાત પોલીસમાં શેરલોક હોમ્સ જેવા ગુણો ધરાવે છે. હવે ગુજરાતના ગુનેગારો (gujarat crime) નો સામનો કરવા ટીમમાં બેલ્જિયમ મેલીન્સ ડોગનો સમાવેશ કરાયો છે.
શુ છે બેલ્જિયમ મેલીનન્સ ડોગ
- તમામ રાસાયણિક દ્રવ્યોની ગંધ પરખતા આવડે છે
- આતંકીઓ સામે લડવાની ટ્રેનિંગ અપાય છે
- અસલોટ ડોગ તરીકે પણ ઓળખાય છે
- 12 મહિનાની આકરી ટ્રેનિંગ અપાય છે
- ચેતક કમાન્ડોની સરખામણીમાં આવે છે આ ડોગ
- વિદેશ બજારમાં તેની કિંમત 30 થી 35 લાખની છે
આ પણ વાંચો : ગુજરાતના માથે મોટી ચિંતા, ત્રીજી લહેરના ભણકારા વચ્ચે વેક્સીનનો બીજો ડોઝ લેવામાં ગુજરાતીઓ બેદરકાર
સામાન્ય રીતે ગુજરાત પોલીસ વિભાગમાં ડોગ ટ્રેકર ડોગ અને નાર્કોટિક સ્નિફર ડોગ આપણે જોયા છે. પરંતુ ગુજરાત પોલીસ વિભાગની ક્ષમતામાં હવે વધુ એક મજબૂતાઈ પૂર્વકનો પાયો ઉમેરાયો છે. હવે આ ટીમમાં બેલ્જિયમ ડોગનો સમાવેશ કરાયો છે. આ ડોગ કોઈ સામાન્ય શ્વાન નથી. ખૂંખાર આતંકીઓની સામે બહાદુરીથી લડાઈ આપી શકે તે પ્રકારના આ ડોગ હોય છે. ડોગને ચેતક કમાન્ડોની સાથે રાખવામાં આવે છે. કોઈપણ જગ્યાએ આતંકી હુમલો થાય અથવા તો કેમિકલ હુમલો થાય તે સમયે આ ખાસ પ્રકારના ડોગ મેદાને ઉતારાતા હોય છે, જે આતંકીઓનો ખાત્મો બોલાવી દે છે. ગુજરાત પોલીસ વિભાગે ગત વર્ષે જ 6 જેટલા બેલજીયમ મેલીન્સ ડોગ ખરીદ્યા છે. આ શ્વાનને એક ચેતક કમાન્ડોને જે ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે, તેનાથી પણ કપરી ટ્રેનિંગ અપાય છે.
આ પણ વાંચો : સરકારે જેમને પદ્મશ્રીથી નવાજ્યા, એ યઝદી કરંજિયાએ રંગભૂમિ પાછળ આખી જિંદગી ખર્ચી નાંખી
ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ ભારતનું એક માત્ર એવું પોલીસ વિભાગ છે, જેની પાસે બેલ્જિયમ મેલીનન્સ ડોગની બ્રિડ છે. એક શ્વાનનની કિંમત રૂપિયા 80,000 થી 1 લાખ હોય છે. જ્યારે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં 30 થી 35 લાખની કિંમત થાય છે. હાઉસ ઈન્ટરવેન્શન, વ્હીકલ ઇન્ટરવેશન તથા આતંકીઓનો ખાતમો કરવાનો હોય તેવા સમયે આ શ્વાનને મેદાને ઉતારવામાં આવતા હોય છે. એવી કોઈ જગ્યા કે જ્યાં કોઈ માણસ કે વ્યક્તિ સીધી રીતે પહોંચી શકે તેમ ન હોય તેવી જગ્યાએ આ બેલ્જિયમ મેલીનન્સ પ્રકારના ડોગને પહોંચાડવામાં આવતા હોય છે. ચબરાક સાથે સાથે હુમલો કરવાની તીવ્રતા આ શ્વાનમાં એક ચેતક કમાન્ડો જેવી હોય છે. આ ખાસ પ્રકારના શ્વાનને ટ્રેનિંગ આપવા માટે થઈને રાજ્ય સરકાર તરફથી રૂપિયા ૨૨ લાખની એક્સપ્લોઝિવ દ્રવ્યની સુગંધ પારખવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી છે અને આ નવીનીકરણ ગુજરાત પોલીસ વિભાગમાં જોવા મળ્યું છે.
આ પણ વાંચો : દ્વારકા ડ્રગ કેસ : બુધવારે સવારે શરૂ થયેલું સર્ચ ઓપરેશન મોડી રાતે પૂરુ થયું, ડ્રગ્સનો જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી
રાજ્ય સરકાર તરફથી ગુજરાત પોલીસ વિભાગના ડોગ માટે થઈને કે-નાઈન તાલીમ કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે, જેમાં KCG એપ્રુવડ ડોગ અને વેક્સીનેટેડ ડોગ રાખવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાત પોલીસ વિભાગના રોગમાં સુધારો થાય તે માટે થઈને સિનિયર કે-નાઈન, જુનિયર કે-નાઈન તથા એક વેટરનિટી ડોક્ટરની આમ કુલ ત્રણ નવી જગાયાઓની ભરતી બે વર્ષ અગાઉ કરવામાં આવી ચૂકી છે. નવાઈની વાત તો એ છે કે, આ ત્રણેય પોસ્ટ માટેના વ્યક્તિઓ ભારતીય સૈન્યમાંથી લેવામાં આવ્યા છે, જેમાં નિવૃત કર્નલ રેન્કના લોકોની પસંદગી કરવામાં આવી છે. જેથી હાલ આ તમામ લોકોના સહયોગથી ગુજરાતમાં કે-નાઈન તાલીમ ચાલી રહી છે. જેમાં ગુજરાત પોલીસ વિભાગના ડોગને ટ્રેનિંગ આપવામાં આવે છે.