દ્વારકા ડ્રગ કેસ : બુધવારે સવારે શરૂ થયેલું સર્ચ ઓપરેશન મોડી રાતે પૂરુ થયું, ડ્રગ્સનો જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી
દ્વારકા જિલ્લામાંથી ઝડપાયેલા 300 કરોડના ડ્રગ્સ (drug case) મામલે બુધવાર વહેલી સવારથી શરૂ થયેલ સર્ચ ઓપરેશન મોડી રાત્રે પૂર્ણ થયુ હતું. ખંભાળિયા આરાધના ધામ પાસેથી 17 કિલો 651 ગ્રામ સાથ ઝડપાયેલા મહારાષ્ટ્રના શહજાદ બાબુ ઘોસીની પૂછપરછમાં થયેલા ખુલાસા બાદ સલાયાથી અન્ય બે આરોપી અલી અને સલિમ કારાના ઘરે સર્ચ ઓપરેશન પૂર્ણ થયુ હતું. સલાયાથી સલીમ અને અલી કારાના ઘરેથી વધુ 46 કિલો ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. દ્વારકા પોલીસે કુલ 3 આરોપી સાથ 63 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આવતી કાલે પોલીસ 3 આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરાશે.
Trending Photos
મુસ્તાક દલ/જામનગર :દ્વારકા જિલ્લામાંથી ઝડપાયેલા 300 કરોડના ડ્રગ્સ (drug case) મામલે બુધવાર વહેલી સવારથી શરૂ થયેલ સર્ચ ઓપરેશન મોડી રાત્રે પૂર્ણ થયુ હતું. ખંભાળિયા આરાધના ધામ પાસેથી 17 કિલો 651 ગ્રામ સાથ ઝડપાયેલા મહારાષ્ટ્રના શહજાદ બાબુ ઘોસીની પૂછપરછમાં થયેલા ખુલાસા બાદ સલાયાથી અન્ય બે આરોપી અલી અને સલિમ કારાના ઘરે સર્ચ ઓપરેશન પૂર્ણ થયુ હતું. સલાયાથી સલીમ અને અલી કારાના ઘરેથી વધુ 46 કિલો ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. દ્વારકા પોલીસે કુલ 3 આરોપી સાથ 63 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આવતી કાલે પોલીસ 3 આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરાશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીને મળેલ બાતમીના આધારે ખંભાળીયા નજીક આરાધના ધામ પાસે દેવભૂમિ દ્વારકા જિલ્લા SOG અને LCB ની સંયુક્ત ઓપરેશન હેઠળ હેરોઇન અને ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે. એક વ્યક્તિની 17 કિલોથી વધુ ડ્રગ્સની સાથે અટકાયત કરી વધુ તપાસ કરતા સલાયાના બે શખ્સો પાસેથી વધુ 45 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી બંને આરોપીની અટકાયત કરી હતી. જ્યારે કુલ 3 આરોપી પાસેથી 64 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડવામાં દ્વારકા જિલ્લા પોલીસને સફળતા મળી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : રાજકોટના ઉદ્યોગપતિના દીકરાના લગ્નની 4.5 કિલોની કંકોત્રી, ખજાનામાંથી નીકળેલા સોનાના સંદૂક જેવી બનાવી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે દરિયાઈ માર્ગે ડ્રગ્સનો કારોબાર ચાલતો હોવાની બાતમી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીને મળી હતી. જેમાં બાતમીને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં SOG અને LCB દ્વારા સંયુક્ત ટીમ બનાવી સમગ્ર ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં આરાધના ધામ પાસેથી એક વ્યક્તિ પાસે ત્રણ બેગ હતા અને પૂછપરછ કરવામાં આવી હતી. તેની પાસે 11.483 કિલો હેરોઈન અને 6.68 કિલો મળી કુલ 17 કિલો અને 651 ગ્રામની કિંમત 88 કરોડથી વધુ થાય છે. આ ડ્રગ્સને નાના પેકેટમાં પેક કરાયા હતા. શખ્સની પૂછપરછ કરતા તે શહેજાદ મુંબઈનો રહેવાસી હોવાનું ખૂલ્યો હતો. તે બે દિવસ પહેલા ખંભાળિયા ખાતે આવ્યો હતો. બે દિવસથી તે કન્સાઈનન્ટ લેવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ ગઈકાલે કંસાઇન્મેન્ટ મેળવ્યું હતું.
આ કન્સાઇનમેન્ટ મામલે સલાયના રહેવાસી સલીમ કારા અને અલી કારાનું નામ તપાસમાં ખુલ્યું હતું. જેથી શહેજાદની જેમ સલીમ કારા અને અલી કારા પાસેથી અન્ય 47 પેકેટ ડ્રગ્સના મળી આવ્યા છે. જેની તપાસ હાલ દ્વારકા જિલ્લા એસપીની દેખરેખમાં ચાલી રહી છે. ત્યારે 47 પેકેટ ડ્રગ્સના કબ્જે કરવામાં આવ્યા. જેમાં 45 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. જેની અંદાજિત કિંમત 235 કરોડ છે. જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી કુલ 64 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપવામાં દ્વારકા જિલ્લા પોલીસને સફળતા મળી છે.
મોડી રાત સુધી સલાયા ગામે પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો અને તપાસનો ધમધમાટ ચાલ્યો હતો. જ્યારે ડ્રગ્સ કેસમાં 64 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની ટીમને ગુજરાત ભરમાં સ્થાનિક પોલીસ દ્વારા સૌથી વધુ પ્રમાણમાં મળી આવ્યો છે, ત્યારે મહત્વનું છે કે રાજ્ય સરકાર અને ગૃહમંત્રી સહિત રાજ્ય પોલીસ વડાએ પણ આ તકે જિલ્લા એસપી સહિત ટીમને અભિનંદન આપ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે