ઝી બ્યુરો/અમદાવાદ: ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત આજે આવી ગયો છે. રાજ્ય સરકારે પોલીસ ગ્રે પેડ મામલે મોટો નિર્ણય લઈ લીધો છે. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે પોલીસની રજૂઆતો પર ગ્રેડ પે માટે રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે. જેના કારણે હવે ગુજરાતના પોલીસ કર્મચારીઓનો પગાર વધશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરું છું. પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.


PM Modi Gujarat visit: ચૂંટણીના વર્ષમાં ફરી એકવાર PM મોદી ગુજરાત આવશે, જાણો શું છે તેમનો સમગ્ર કાર્યક્રમ?


- 2006માં પોલીસ કર્મચારીઓ માટે ગ્રેડ પે રૂ.1,800 નક્કી થયો હતો. 16 વર્ષ પછી હજુ સુધી તેમાં વધારો કરવામાં આવ્યો નથી.
- ગુજરાતમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ મળીને 65 હજાર પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. 
- કોન્સ્ટેબલનો ગ્રેડ પે રૂ.1,800 હોવાથી તેમને મહિને મિનિમમ રૂ.18 હજાર પગાર છે.
- હેડ કોન્સ્ટેબલનો ગ્રેડ પે રૂ.2 હજાર હોવાથી તેમને મિનિમમ પગાર રૂ. 21,700 છે. 
- એએસઆઈ ને ગ્રેડ પે રૂ.2,400 મળી રહ્યો હોવાથી તેમને મહિને મિનિમમ પગાર રૂ. 26,200 છે. 
- ગુજરાતમાં પોલીસ કર્મચારીઓનો બેઝિક પગાર ઓછો હોવાથી પોલીસ કર્મચારીઓને ઓછો પગાર મળે છે.
- અન્ય રાજ્યોમાં પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે રૂ.4,200 મળી રહ્યો હોવાથી તેમને મિનિમમ રૂ.9,300 થી રૂ.34,800 સુધીનો પગાર મળે છે.


રાજ્ય સરકારના 550 કરોડના ભંડોળથી શું થશે?
ગુજરાતમાં હાલ 65000 પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. સરકારના આ ભંડોળથી અંદાજે દરેક પોલીસ કર્મચારીઓને મહિને 7 હજાર સુધીનો પગાર-ભથ્થાં વધી શકે છે. મહત્વનું છે કે, 550 કરોડ રુપિયાનું ભંડોળ પોલીસ કર્મચારીઓના પરિવારના કલ્યાણ અર્થે મંજૂર કરવામાં આવ્યું છે, ત્યારે પોલીસના પગાર-ભથ્થાં ચોક્કસની વધશે. જો કે,પોલીસનો ગ્રેડ -પે કેટલો રહેશે તે અંગે હાલ કોઈ માહિતી સરકાર તરફથી આપવામાં આવી નથી. હાલ એવી શક્યાતાઓ પણ વર્તાઈ રહી છે કે પોલીસના ગ્રેડ -પેમાં વધારો નહી કરીને તેમના પગાર અને ભથ્થામાં વધારો કરવામાં આવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube