બાતમીદારોના બાદશાહ અને અમિત શાહના ખાસ : પોલીસ તંત્રમાં એમના નામના સિક્કા પડતા
Gujarat supercop : ગુજરાત પોલીસ અધિકારીઓ માટે 2000ના દાયકામાં એક કહેવત પ્રચલિત થઈ હતી કે સત્તા સાથે રહો તો મેવા મળે પણ સજા ભોગવવાની પણ તૈયારી રાખવી પડે. આપણે વાત કરી રહ્યાં છે ગુજરાતના સુપરકોપ અને `એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ` અભય ચુડાસમાની.. જેઓના નામના એક સમયે પોલીસ તંત્રમાં સિક્કા પડતા હતા
Abhay Chudashma : 2000નું વર્ષ એવું હતું જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો વટ હતો. એ સમયના અધિકારીઓનો આજે પણ ગુજરાત પોલીસમાં દબદબો છે. આપણે અહીં એક એવા બાહોશ અધિકારીની વાત કરી રહ્યાં છે કે મોટા સિનિયર અધિકારીઓ પણ અભય ચુડાસમાના દરબારમાં સલામ કરવા આવતા. એ સમયે અભય ચુડાસમા ઉગતા સૂરજની જેમ પૂજાતા. અભય ચુડાસમા સરકારના સંકટ મોચક ગણાતા હોવાથી એમના એ સમયે અમિત શાહ સાથે પણ ઘર જેવા સંબંધો છે. એવું કહેવાય છે કે, ચુડાસમા ટેકનોસેવી છે. મોબાઈલ-કમ્પ્યૂટર વિષે ઘણી બધી માહિતીથી સતત અપડેટ રહે છે. સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર પ્રકરણમાં સીબીઆઈએ ગઈ ૨૮મી એપ્રિલે અભય ચુડાસમાની ધરપકડ કરી ત્યારે તેમની ઓફિસમાંથી લેપટોપ, સીમકાર્ડ, મોબાઈલ ફોન જપ્ત કર્યા હતાં. આ લેપટોપ સીબીઆઈએ તપાસ કરતાં તેમાંથી એક ખાસ પ્રકારનું સોફ્ટવેર મળી આવ્યું હોવાના એ સમયે આક્ષેપો કરાયા હતા.
હીરો તરીકેની ઈમેજ
અભય ચુડાસમા વર્ષ 2007-09માં ક્રાઈમ બ્રાન્ચમાં આવતાં પહેલાં જ 'એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ' તરીકે 'હિરો' ગણાવા લાગ્યા હતા. સ્ટાયલિશ કપડાં, ગોગલ્સ અને ફેશન એસેસરિઝના શોખીન અભય ચુડાસમા નેટવર્કિંગ ઉપરાંત ટેક્નોલોજીના શાર્પ યુઝ માટે પણ જાણીતા હતા. ધોળકા નજીક રતનપુર ગામના વતની ચુડાસમાએ ફિઝિક્સમાં બી.એસ.સી. કર્યા પછી GPSCની એક્ઝામ પ્રથમ પ્રયત્ને જ પાસ કરી હતી અને બહુ નાની વયે અંકલેશ્વર ખાતે DySp તરીકે પોસ્ટિંગ મેળવ્યું. ક્રાઈમ બ્રાન્ચના સર્વેસર્વા બનતાં પહેલાં પણ તેઓ ક્રાઈમ બ્રાન્ચમાં કામ કરી ચૂક્યા હતા અને પોતાના પૂરોગામી વણઝારાની કાર્યપદ્ધતિ બહુ નજીકથી જોઈ હતી. અમિત શાહના ખાસમખાસ હોવાના નાતે ક્રાઈમ બ્રાન્ચમાં ચુડાસમાને છૂટો દોર આપવા માટે જ વણઝારાને પ્રમોટ કરવામાં આવ્યા એવી ચર્ચા પણ જે-તે વખતે થઈ હતી. 8 એન્કાઉન્ટરનો સ્કોર ધરાવનારા ચુડાસમા પર ફેક એન્કાઉન્ટર ઉપરાંત ખંડણી, પ્રોટેક્શન મની ઉઘરાવવાના ગંભીર આરોપો પણ થયા હતા. જોકે, એમાંથી એ બહાર આવી ગયા હતા. લાંબો સમય જેલમાં રહી ચૂકેલા ચુડાસમા કમર અને ઢીંચણની તકલીફો શરૂ થઈ હતી. પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર રેન્જમાંથી બદલી કરાઈ ચુડાસમાને પ્રિન્સિપાલ, સ્ટેટ પોલીસ એકેડમી, કરાઈ, ગાંધીનગરની કેડર પોસ્ટ પર નાયબ પોલીસ મહાનિરીક્ષકમાં એક્સ-કેડર પોસ્ટ અપગ્રેડ કરીને નિમણૂક કરવામાં આવી છે.
નિરાધાર બાળકની વ્હારે આવ્યા ખજૂરભાઈ, માનવતા જોઈ રડી પડ્યો કિશોર
સરકારની ગુડબુકમાં
અભય ચુડાસમા ક્વિક એક્શનમાં માનનારા અધિકારી છે. જેમના નામે કેસના ડિટેક્શનનું લાંબુ લિસ્ટ છે. કહેવાય છે કે ચુડાસમાના હાથમાં જે પણ કેસ આવતો તેમાં દિલ લગાવીને મહેનત કરતા હતા. તેમની આગવી સૂઝબૂઝ, ટેકનીકલ માસ્ટર અને પોલીસની રગેરગથી વાકેફ આ અધિકારીએ ક્યારેય પાછી પાની કરી નથી. એટલે જ સરકારની ગુડબુકમાં રહ્યાં છે. જેઓ જામીન પરથી છૂટ્યા, તુરંત જ સરકારે પોસ્ટિંગ આપી દીધું હતું. એક હાથે ક્યારેય તાળી ના પડે એમ અભય ચુડાસ્માનું નામ આજે પણ અતિ સન્માનપૂર્વક લેવાય છે એનું કારણ એમની ગુજરાત પોલીસ માટે જબરદસ્ત કામગીરી છે. તમને એમના સૌથી ચર્ચાસ્પદ અમદાવાદ બ્લાસ્ટના કેસની વાત કરીએ તો બાતમીદારોના બાદશાહ ગણાતા અભય ચુડાસમાના આ બાતમીદારે પડોશના ઘરમાં એક ડોકું કર્યું અને અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આરોપીઓનો વારો પડી ગયો હતો.
એર હોસ્ટેસ યુવતીના ઈલુ ઈલુનું આવું પરિણામ : પ્રેમીએ કહ્યું, સંબંધ રાખ નહિ રૂપિયા પાછ
માત્ર 19 દિવસમાં જ દેશના મોટા બોમ્બ બ્લાસ્ટના ગુનાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદમાં સિરીયલ બ્લાસ્ટ બાદ સરકાર પર જબરદસ્ત પ્રેશર હતું. સરકારે પોલીસ અધિકારીઓને કોઈ પણ સંજોગોમાં આ કેસ ઉકેલવા અને એ માટે જે કંઈ પણ કરવું પડે એ તમામ છૂટછાટો આપી હતી. એક તરફ સરકારનું આતંકીઓને ઝડપી પાડવાનું સતત દબાણ અને સ્થિતિ જાણવા રણકતા ફોનના તણાવ પોલીસ અધિકારીઓ ટેક્નિકલ અને હ્યુમન સર્વેલન્સ તરફ આખી ફોર્સને કામે લગાડી હતી. લાખ પ્રયત્ન છતાં કોઈ સજ્જડ કડી ન મળતા હવે નિરાશા હાવી થવા લાગી હતી. તમામ પ્રયત્ન વચ્ચે રાજ્યના ખ્યાતિપ્રાપ્ત અને મામલાની તપાસમાં સક્રિય ભૂમિકા ભજવનાર IPS અધિકારી અભય ચુડાસમા (Abhay Chudasama)નો મોબાઈલ ફોન રણક્યો હતો. ફોન કરનાર પરિચિત હતો. જેણે કેમ છો મજામાં જેવી ફોર્માલિટી પાછળ સમય ન વેડફી સીધું અધિકારીને કહ્યું સલામ સાહેબ… બૉમ્બ બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ બે કાર મેં ભરૂચના એક મકાનમાં આ જોઈ છે. મને ચોક્કસ લાગે છે કે આ કાર જે ઘરમાં હતી ત્યાં આતંકીઓ હોઈ શકે છે!!! અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટના કેસમાં આશિષ ભાટિયા અને તે વખતના ક્રાઈમ બ્રાન્ચના DCP અભય ચુડાસમા સહિતની ટીમના દબંગ અધિકારીઓએ કાબિલેદાદ કામગીરી કરી હતી. માત્ર 19 દિવસમાં જ દેશના મોટા બોમ્બ બ્લાસ્ટના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો અને 30 આરોપીઓને ઝડપી લીધા હતા. ગુજરાતના ગાંધીનગરનો શિવાંશ કેસ પણ એમની ઉપલબ્ધીમાં સામેલ છે. જેમાં મયુર ચાવડા અને એમની ટીમે આ કેસમાં જબરદસ્ત સફળતા મેળવી હતી. ગાંધીનગર રેન્જ આઈજી તરીકે પણ એમની કામગીરી સરસ રહી છે.
પાટણના MLA કિરીટ પટેલનો વળતો પ્રહાર, કચરો હવે 16 જ રહ્યો છે, સાચવી રાખો નહીં તો...
સોહરાબુદ્દીન શેખ કેસમાં ચુડાસમાની ધરપકડ
સીબીઆઈએ એપ્રિલ 2010માં સોહરાબુદ્દીન શેખના મૃત્યુમાં સંડોવણી બદલ ચુડાસમાની ધરપકડ કરી હતી. સીબીઆઈએ તેના પર સોહરાબુદ્દીન સાથે પ્રોટેક્શન રેકેટ ચલાવવા સહિતની વિવિધ પ્રવૃત્તિઓ માટે આરોપ મૂક્યો હતો. અને ઓગસ્ટ 2014માં ગુજરાત પોલીસે ચુડાસમાને ફરી નોકરી આપી દીધી હતી. એપ્રિલ 2015માં કોર્ટે ચુડાસમાને એમ કહીને છોડી મૂક્યા કે તેમની સામે કોઈ પુરાવા નથી. જૂન 2015માં ગુજરાત સરકારે ચુડાસમાને નાયબ પોલીસ મહાનિરીક્ષકના હોદ્દા પર બઢતી આપી હતી. 2018માં મૃતક સોહરાબુદ્દીનના ભાઈએ એવી રજૂઆત કરી હતી કે સીબીઆઈએ સાક્ષી તરીકે રિપોર્ટિંગમાં ભૂલ કરી હતી અને તેણે ચુડાસમા પર ક્યારેય આરોપ લગાવ્યો ન હતો. અભય ચુડાસમાની 27 એપ્રિલ 2010ના રોજ સોહરાબુદ્દીન શેખ અને તેની પત્ની કૌસરબીના બનાવટી એન્કાઉન્ટર કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સાબરમતી, નડિયાદ અને પછી મુંબઈની જેલમાં રહેલા અભયને 28 એપ્રિલ 2014ના રોજ જામીન મળ્યા હતા.
અભય ચુડસમાનું જબરદસ્ત નેટવર્ક
હાલમાં કરાઈ એકેડેમીમાં કામગીરી કરતા અભય ચુડાસમાએ પોતાની જિંદગીના 4 વર્ષ જેલમાં કાઢ્યા છે. પણ સરકારે પણ આ બાહોશ અધિકારીની હંમેશાં કદર કરી છે. એમના માટે એવું કહેવાય છે કે તેઓએ દેશભરમાં જબરદસ્ત નેટવર્ક બનાવ્યું હતું. આજે પણ એમના બાતમીદારો માટે સૌથી ભરોસામંદ IPS છે. અમદાવાદ બ્લાસ્ટમાં પણ એમના બાતમીદારની એક કડીથી આખો કેસ ઉકેલાઈ ગયો હતો. એક સમયે અભય ચુડાસ્માનો ગુજરાત પોલીસ તંત્રમાં એવો દબદબો હતો કે એમનો પડતો બોલ ઝિલાતો હતો.
ગાંધીનગરમાં મંત્રી કુંવરજી બાવળિયાની ઓફિસમાં ચોરી, કોક મહેમાનનો મોબાઈલ ચોરી લઈ ગયું