ગાંધીનગરમાં સ્વતંત્રતા દિનની ઉજવણીમાં ત્રણ જવાનોને ચક્કર આવ્યા, ચાલુ પરેડમાં ઢળી પડ્યા
Gandhinagar News : ગાંધીનગર જિલ્લાની 15 મી ઓગસ્ટના પર્વની ઉજવણી ગાંધીનગર તાલુકામાં આયોજિત કરાઈ હતી... જેમાં પરેડ દરમિયાન ત્રણ જવાનોને ચક્કર આવ્યા હતા
Independence Day 2023 : ગુજરાતભરમાં હાલ 77 માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લાઓના નાનામા નાના ગામડાઓમાં પણ દેશભક્તિ છલકાઈ રહી છે. આ વચ્ચે ગાંધીનગર જિલ્લા કક્ષાના કાર્યક્રમ યોજાયો. જેમાં પોલીસ જવાનોની તબિયત લથડી હતી. પરેડમા ઉભા રહેલા ત્રણ જવાનો ચક્કર આવતા નીચે ઢળી પડ્યા હતા. જેમાં એક જવાનને ૧૦૮ મારફતે સારવાર માટે લઈ જવો પડ્યો હતો. આ ઘટના બતાવે છે કે ગુજરાત પોલીસના જવાનો અનફીટ છે. સ્વતંત્રતાના કાર્યક્રમ દરમિયાન અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની છે.
ગાંધીનગર જિલ્લાની 15 મી ઓગસ્ટના પર્વની ઉજવણી ગાંધીનગર તાલુકામાં આયોજિત કરાઈ હતી. જેમાં રાજ્યના વન મંત્રી મુકેશ પટેલે તિરંગો ફરકાવી સલામી આપી હતી. તો બીજી તરફ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ભાજપ પ્રદેશ કાર્યાલયે ધ્વજ વંદન કર્યું હતું.
અંબાલાલ પટેલના લેટેસ્ટ અપડેટ : આ તારીખથી ગુજરાતમાં ચોમાસાના ચોથા રાઉન્ડની એન્ટ્રી થશે
અમદાવાદના પાટીદાર પરિવારનો એકનો એક દીકરો લંડનમાં ગુમ, ચાર દિવસથી કોઈ અત્તોપત્તો નથી
77માં સ્વાતંત્ર્ય પર્વની વડોદરા જિલ્લા કક્ષાની ઉજવણી ડેસર ખાતે કરવામાં આવી. જ્યાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ધ્વજવંદન કરાયું. ડેસરની સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં આયોજિત ધ્વજવંદન સમારોહમાં જિલ્લાના અધિકારીઓ સહિત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ હાજરી આપી. તો સાથે જ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહેલા આરોગ્યમંત્રીએ ગુજરાતની જનતાને વાયદો આપ્યો કે રાજ્યમાં એક પણ આરોગ્ય કેન્દ્ર MBBS ડોકટર વગરનું નહીં રહે. રાજ્યમાં હાલ તો તમામ આરોગ્ય કેન્દ્રમાં MBSS ડોકટર કાર્યરત છે. ત્યારે 2027 સુધીમાં 4000 PG ડોકટર મળે તે પ્રકારના પ્રયાસ ગુજરાત સરકાર કરી રહી છે.
H-1B વિઝાની લોટરી ન લાગી તો ટેન્શન ન લેતા, અમેરિકા જવાના આ રસ્તા પણ ખૂલ્યા છે
કેનેડા જઈ આવું પણ થાય છે, 500 વિદ્યાર્થીઓનું ભવિષ્ય લટકી ગયું, હવે ના ઘરના ના ઘાટના