Gujarat Police: ગુજરાત પોલીસનું નાક કપાઈ જાય તેવી ઘટના સામે આવી છે. સમગ્ર કાંડમાં પોલીસના અધિકારીનો કેવી રીતે દૂરોપયોગ થાય એનો મોટો ખુલાસો થયો છે. સાામન્ય વ્યક્તિના ફોન તો ટેપ થાય એ સમજી સકાય કારણ કે પોલીસ પોતાની ફરજો નિભાવે છે પણ પોલીસમાં અંદરો અંદર ચાલતા આ કાંડે ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો છે. અને પોલીસમાં હપતાઓનું દૂષણ ક્યાં સુધી ફેલાયેલું છે એનો આ કેસ બોલતો પૂરાવો છે. સમગ્ર મામલે ગૃહ વિભાગ પણ હમચમચી ગયો છે.  રાજ્યમાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં દરોડા પાડવામાં આવે છે. પરંતુ, સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફ દ્વારા ભરૂચમાં જ્યારે જ્યારે જ્યારે બાતમીને આધારે દરોડા પાડવામાં આવતા હતા ત્યારે બુટલેગરો લોકેશન છોડીને નાસી જતા હતા અને મોટાભાગની રેડ નિષ્ફળ રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ કેમ શક્ય બને પૂરતી બાતમી છતાં રેડ ફેલ જતી હતી. કારણ કે ગાંધીનગરથી ટીમ ભરૂચ પહોંચે એ પહેલાં 3થી 4 કલાક લાગે એટલા સમયમાં જ બુટલેગરો તમામ માલસામાન સગેવગે કરી દેતા હતા. આ મામલે મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાયે આ મામલે ભરૂચ એસપીને જાણ કરી તપાસ કરાવી ત્યારે ચોંકાવનારી બાબત ધ્યાનમાં આવી હતી. ભરૂચની લોકલ ક્રાઇમ બ્રાંચના બે કોન્સ્ટેબલોએ મોનીટરીંગ સેલના મોબાઇલ ટ્રેક કરીને રેડ પડે તે પહેલાં જ બુટલેગરોને જાણ કરતા હતા. ખરેખર પોલીસતંત્ર માટે આ બાબત શરમજનક હતી. આ બાબતનો ભાંડો ફૂટતાં તુરંત જ ભરૂચ  એસપીએ તાત્કાલિક બંને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને ગુનોં નોંધ્યો હતો. ગુજરાત પોલીસનો પગાર લઇને બુટલેગરોના બાતમીદાર બનીને ભરૂચના બે કોન્સ્ટેબલોએ સ્ટેટ મોનીટરીંગના ૧૫ જેટલા પોલીસ અધિકારીઓના મોબાઇલ ફોન ટ્રેક કરીને ભરૂચ જિલ્લામાં પાડવામાં આવતા દરોડા અંગે બુટલેગરોને માહિતી આપ્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. 


71 હજાર યુવાઓને આજે મળશે નિયુક્તિ પત્ર, અનેક સરકારી વિભાગોમાં મળશે પાક્કી નોકરી


મિશન 2024: ગુજરાતમાં જે ફોર્મ્યુલાએ જીત અપાવી તે હવે BJP માટે બનશે 'હુકમનો એક્કો'


30 કરોડની મલાઈ કોણ કોણ ખાઈ ગયું: ગૃહમંત્રાલય પણ ચોંક્યું, હવે કોનો વારો આવશે


ગુજરાત પોલીસના ઇતિહાસમાં પોલીસની સૌથી મોટી એજન્સીના ફોન ટ્રેક કરાયાની આ પ્રથમ ઘટના છે. આ ઘટનાએ ગુજરાત પોલીસનું નાક કાપી લીધું છે. ભરૂચની લોકલ ક્રાઇમ બ્રાંચના અશોક સોલંકી અને મયુર ખુમાણ નામના કોન્સ્ટેબલ સ્ટેટ મોનીટરીગ સેલના અધિકારીઓના ફોન ટ્રેક કરીને શક્યતા ધરાવતા દરોડાના લોકેશન મેળવીને બુટલેગરોને જાણ કરી દેતા હતા. ખરેખર હદ કહેવાય પોલીસને પાવર એટલા માટે આપવામાં આવે છે કે ગુનેહગારોના ફોન ટ્રેક થાય પણ આમાં તો અધિકારીઓના જ ફોન ટ્રેપ થતા હતા. પોલીસની આબરૂ ના જાય એ માટે એજન્સીઓના ફોન ટ્રેકમાં મૂકી રેડને નીલ બતાવવા માટે ચાલી રહેલો આ કાંડમાં બલિનો બકરો 2 કોન્સ્ટેબલ બન્યા છે પણ આ હિંમત અને પાવર ક્યાંથી આવ્યો એ પણ મોટો સવાલ છે. એમને બંનેને સસ્પેન્ડ તો કરી દેવાયા છે પણ આ પ્રકરણે રાજ્યના પોલીસ વિભાગ પર મોટા સવાલો ઉભા કર્યા છે. રાજ્યમાં દરોડાની કામગીરી કરતી મોનીટરીંગ સેલના એસ પી નિર્લિપ્ત રાયની સાથે રહેતા પીએસઆઇ સહિત અધિકારીઓનના નંબરો ટ્રેક કરવાની ઘટનાએ પોલીસ વિભાગમાં ભારે ચકચાર જગાવી છે.


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube