BJP નું મિશન 2024: ગુજરાતમાં જે ફોર્મ્યુલાએ પ્રચંડ જીત અપાવી તે હવે પાર્ટી માટે બનશે 'હુકમનો એક્કો'

ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં પાર્ટીએ દેશમાં થનારી 9 રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી અંગે પોતાની રણનીતિ તૈયાર કરી લીધી છે. કારોબારીની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ચૂંટણીમાં 400 દિવસ બચ્યા છે અને આવામાં તમામ કાર્યકરોએ એક એક દરવાજા સુધી પહોંચવું પડશે.

BJP નું મિશન 2024: ગુજરાતમાં જે ફોર્મ્યુલાએ પ્રચંડ જીત અપાવી તે હવે પાર્ટી માટે બનશે 'હુકમનો એક્કો'

BJP game plan for Lok Sabha election 2024: લોકસભા ચૂંટણી 2024માં હજુ લગભગ 400 દિવસ જેટલી વાર છે અને ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી ચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે. પ્રધાનમંત્રી મહારાષ્ટ્ર અને કર્ણાટકના પ્રવાસે છે જ્યારે પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે જ્યાં તેઓ એક જનસભાને સંબોધશે. મંગળવારે ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં પાર્ટીએ દેશમાં થનારી 9 રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી અંગે પોતાની રણનીતિ તૈયાર કરી લીધી છે. કારોબારીની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ચૂંટણીમાં 400 દિવસ બચ્યા છે અને આવામાં તમામ કાર્યકરોએ એક એક દરવાજા સુધી પહોંચવું પડશે. ભાજપ આગામી ચૂંટણીમાં ગુજરાત ભાજપના નેતા સી આર પાટીલના ફોર્મ્યુલાને આગળ વધારવાની તૈયારીમાં છે. 

ભારતીય જનતા પાર્ટી 9 રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની જીતનો ફોર્મ્યુલા લાગૂ કરવા જઈ રહી છે. વાત જાણે એમ છે કે આ ફોર્મ્યુલના શરૂઆત ગુજરાતના નવસારીમાં થઈ હતી. એવું કહેવાય છે કે આ જ પગલે સી આર પાટીલે ગુજરાતમાં અનેક ચૂંટણીઓમાં પાર્ટીને જીત અપાવી. આ ફોર્મ્યુલા પેજ સમિતિનો હતો. જેને લાગૂ કર્યા બાદ ભાજપને પંચાયત મહાનગર પાલિકા, નગરપાલિકા, અને પછી વિધાનસભામાં જીત મળી. 

જે નરેન્દ્ર મોદી પણ ન કરી શક્યા તે પાટીલે કરી દેખાડ્યું
સી આર પાટીલ આ ફોર્મ્યુલાના દમ પર ચૂંટણી અગાઉ અભૂતપૂર્વ જીતનો દાવો કરી રહ્યા હતા. ગુજરાતના પરિણામોમાં પણ એ સ્પષ્ટ રીતે જોવા મળ્યું. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જે થયું તે મુખ્યમંત્રી હતા ત્યારે પીએમ મોદી પણ કરી શક્યા નહતા. પાટીલના આ ફોર્મ્યુલાથી કોંગ્રેસ પ્રદેશમાંથી સાફ થઈ ગઈ અને ફક્ત 17 બેઠકો મળી. જ્યારે ભાજપે 182 બેઠકોમાંથી 156 બેઠકો મેળવી. 

જીતનો આ ફોર્મ્યુલા પેજ સમિતિનો હતો. હકીકતમાં ભાજપે પેજ સમિતિઓને ખુબ મજબૂત બનાવી દીધી. ગુજરાતમાં પાર્ટીએ 15 લાખ પેજ સમિતિઓ બનાવી અને લગભગ 75 લાખ સભ્યોને દરેક બૂથ પર 50 ટકા મત મેળવવાની જવાબદારી સોંપવામાં આવી. આ સભ્યોએ યોજના પ્રમાણે જ ચૂંટણી પહેલા કામ કર્યું અને પરિણામ જે આવ્યું તે જગજાહેર છે. ભાજપને પ્રચંડ જીત મળી. 

9 રાજ્યોમાં લાગૂ થશે આ ફોર્મ્યુલા
હવે આ ફોર્મ્યુલાને ભાજપ 9 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં લાગૂ કરવા જઈ રહ્યો છે. તમામ વિધાનસભા ચૂંટણીવાળા રાજ્યોમાં પેજ સમિતિ બનાવશે અને એક એક બૂથ સુધી પોતાની પહોંચ મજબૂત કરશે. બીજી બાજુ બુધવારે ચૂંટણી પંચે 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરી. જેમાં નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરાની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી. ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ ત્રિપુરામાં 16 જાન્યુઆરીના રોજ મતદાન થશે. નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. જો કે ત્રણેય રાજ્યોના પરિણામ 2 માર્ચના રોજ આવશે. 

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news