શું વાત કરો છો!! ગુજરાતમાં અહી 50 લાખનું ઘર મળે છે ફક્ત 5 લાખમાં
Property Rate In Gujarat : વડોદરાના પોશ કહેવાતા ભાયલી વિસ્તારમાં સામાન્ય લોકોને મકાન લેવું ગજા બહારની વાત કહેવાય ત્યાં અનેક લોકોનું ઘરનુ સપનુ અહી પૂરુ થયું
pradhanmantri aavas yojna હાર્દિક દીક્ષિત/વડોદરા : આજના મોંઘવારીના જમાનામાં ગુજરાતના કોઈ પણ મહાનગરમાં જો તમારે એક નાનકડી દુકાન ખોલવી હોય તોય ફાંફાં પડી જાય છે. આવામં વડોદરા શહેરના અત્યંત પોશ ગણાતા ભાયલી વિસ્તારમાં કે જ્યાંની જમીનની કિંમત કરોડોમાં છે, એવા વિસ્તારમાં 50 થી 80 લાખના ઘર માત્ર 5 લાખમાં મળી રહ્યા છે. આ વાંચીને તમને વિશ્વાસ નહિ થાય. પરંતુ આ એક હકીકત છે, વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યા છે. અહીં માત્ર 5 લાખ જેટલી નજીવી રકમમાં 2 બેડરૂમ, હોલ કિચન સાથેના મકાનો આપવામાં આવી રહ્યા છે.
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી રૂ 1946 કરોડના 42.441 આવાસોના લાભાર્થીઓ ને ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો. તો સાથે જ રૂ 2452 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત વડોદરા શહેરમાં પણ લાભાર્થીઓના ગૃહ પ્રવેશનો પ્રસંગ યોજાયો હતો.
ભયાનક વાવાઝોડાની ગુજરાત પર અસર શરૂ, ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યા છે ગુજરાતના આ 12 શહેરો
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં સરકાર દ્વારા મધ્યમ વર્ગના લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે. ભાયલી વિસ્તારમાં નીલાંબર સર્કલ નજીક લગભગ 17 કરોડના ખર્ચે ત્રણ ટાવરમાં 168 જેટલા મકાનો તૈયાર કરવામાં આવ્યા છે. આ મકાનો સરકાર દ્વારા લાભાર્થીઓને માત્ર 5 લાખ રૂપિયામાં અર્પણ કરવામાં આવનાર છે. સરકારના આ અભિગમ થકી આજે 168 કુટુંબ એટલે કે 600 કરતા વધુ નાગરિકોને પોતાના ઘરનું ઘર મળશે.
અહી તૈયાર કરવામાં આવેલા મકાનોની વિશેષતા અંગે વાત કરવામાં આવે, તો અહી કુલ 7 માળના ત્રણ ટાવર તૈયાર કરાયા છે. 492 સ્ક્વેર ફીટ માં બાંધકામ કરવામાં આવ્યું છે એટલે એક મકાનમાં 4 થી 5 સભ્યો આરામ થી રહી શકે તેની ખાસ કાળજી રાખી બાંધકામ કરવામાં આવ્યું છે.
આપણા નરેન્દ્રભાઈએ ઘર આપ્યું : ગરીબોને પીએમ મોદીએ આપી નવા ઘરની ચાવી આપી
ભાયલી વિસ્તારની વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે અહી મકાન લેવું એ સામાન્ય વ્યક્તિના ગજા બહારની વાત છે. ત્યારે અહી સરકાર દ્વારા ખૂબ નજીવી કિંમત માં મકાનો આપવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અહી જે મકાનો બનાવવામાં આવ્યા છે. તેની આસપાસ પણ ખૂબ મોટા પ્રમાણમાં નાગરિકો વસવાટ કરે છે. જો તમારે ખાનગી બિલ્ડર પાસેથી અહી મકાન ખરીદવું હોય તો લગભગ 50 થી 80 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. ત્યારે અહીં 2 બેડરૂમ, હોલ-કિચનનું મકાન આપવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ભાયલીમાં તૈયાર થયેલા મકાનોમાં રહેલી સુવિધા અંગે વાત કરવામાં આવે તો અહીંયા ઉનાળામાં ગરમી, તેમજ ચોમાસામાં ટપકતા પાણીથી રક્ષણ મળી રહે તેના માટે ધાબા પર વોટર પ્રૂફિંગ કરવામાં આવ્યું છે. બાળકો રમી શકે તેના માટે રમત ગમતના સાધનો સહિત એક બગીચાની સુવિધા આપવામાં આવી છે. વૃદ્ધો નિરાંતે બેસી શકે તેના માટે વિશેષ વ્યવસ્થા કરાઇ છે. અહી રહેતા નાગરિકો પોતાના વાહનો પાર્ક કરી શકે તેના માટે અહી પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવી છે. જો ટેકનિકલ ખામીના કારણે વીજળી જાય તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અહી પાવર કટ સમય માટે જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
રેખા પર સવાર થઈને આમીરની હોલિવુડ એક્ટ્રેસે શુટિંગ કર્યું હતું, આજે પણ જીવે છે