હિરણ નદીના પ્રચંડ પ્રવાહમાં મકાનો પત્તાની જેમ તૂટ્યા, લોકો માંડ જીવ બચાવીને નીકળ્યા
Gir Somnath Rain : ગીર સોમનાથના વેરાવળમાં મેઘરાજાએ કરેલા તાંડવના આકાશી દ્રશ્યો આવ્યા સામે..જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિથી વધી મુશ્કેલી...
Gujarat Weather Forecast : સમગ્ર સૌરાષ્ટ્રમાં અધિક માસમાં અનરાધાર વરસાદથી મેઘતાંડવ સર્જાયું છે. મેઘરાજા ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં સાંબેલાધાર વરસ્યા છે. જેને કારણે અનેક જિલ્લાના અનેક ગામા બેટમાં ફેરવાયા છે. જેમાં એકલા ગીર સોમનાથના સુત્રાપાડામાં 32 કલાકમાં 24 ઈંચ વરસાદ વરસ્યો છે. જેને કારણે રસ્તાઓ છોડો, લોકોના ઘરો પણ પાણીમાં ગરકાવ થયા છે. ચોમાસાના ત્રીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદથી ગીર સોમનાથ પાણી-પાણી બન્યું છે. આવામાં એક કરુણ ઘટના બની હતી. તલાલામાં એકસાથે 12 થી વધુ મકાનો નદીના પ્રચંડ પ્રવાહમાં નેસ્તનાબૂદ થયા છે.
ગીર સોમનાથજીલ્લા માં ભારે વરસાદને પગલે તાલાલા નજીકના હિરણ-2 ડેમના તમામ દરવાજા ખોલાયા છે. ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધી છે. આવામાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. જેથી હિરણ નદીના કિનારે વ્યાપક નુકશાની થઈ છે. તેવામાં 12 થી વધુ મકાનો નદીના પ્રચંડ પ્રવાહમાં નેસ્તનાબૂદ થયા છે. સ્થાનિક લોકો માંડ માંડ જીવ બચાવીને પાણીના પ્રવાહમાંથી બહાર નીકળ્યા હતા. જોકે, તેમની તમામ ઘરવખરી તણાઈ જતા લોકોની આજીવિકાને અસર પહોંચી છે.
જુનાગઢમાં બધુ જ તણાયું : 12 ઈંચ વરસાદથી માંગરોળમાં આફત, માળીયા હાટીના પણ જળબંબાકાર
જુનાગઢના માંગરોળના સરસાલી ગામ બેંટમાં ફેરવાઇ ગયું છે. સરસાલી ગામના લોકોની કફડી પરિસ્થિતિ સર્જાઈ છે. આ ચોમાસું સીઝનમાં સરસાલી ગામમાં બીજી વખત બેટમા ફેરવાયું છે. શેરીમાં ધસમસતી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક ઘરો તેમજ દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. સરસાલી ગામ બેંટમાં ફેરવાઇ જતા લોકોની અફરાતફરી મચી ગઈ હતી. ગૌશાળા સહિતના તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ઘુસી જતા પશુઓ પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે દોરડાનો સહારો લઈને જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકો જીવના જોખમે પસાર કરતા નજરે પડ્યા હતા.
તો માંગરોળનું ઝરીયાવાડા ગામ પણ જળબંબાકાર થયું છે. ઝરીયાવાડા ગામના લોકો ઘર છોડીને બીજા ગામે આશરો લેવોનો વારો આવ્યો છે. માંગરોળ પંથકમાં ભારે વરસાદને પગલે અનેક ગામો જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. ઝરીયાવાડા ગામના લોકો ઘર છોડવાનો વારો આવ્યો છે. ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ધુસ્યા છે. લોકોનો તમામ ઘરવખરી સામાન પલળી જતા લોકો ચિંતામાં મુકાયા છે. લોકોને ફુડ પેકેજ ખાવાનો વારો આવ્યો છે.
અહેવાલમાં જણાવ્યાનુસાર, રાજ્યમાં ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાના ધાતરવાડી, મુંજિયાસર, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, દાહોદ જિલ્લાના ઉમરીયા, ગીર સોમનાથના મચ્છુન્દ્રિ, જામનગરના વઘાડીયા, સપાડા, પૂના, ફૂલઝર-૧ અને રૂપારેલ, જૂનાગઢના ઝાનજેશ્રી, ઉબેન, હસનપુર, હિરણ-૧, મોટા ગુજેરીયા, મધુવંતી, રાજકોટના વેરિ, લાલપરી, મોજ અને સોદવદર, સુરેન્દ્રનગરના મોર્શલ, વન્સલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા સહિતના જળાશયોનો સમાવેશ થાય છે.
છત પર રમતા બે બાળકો પર વીજળી ત્રાટકી, એકનું મોત : માતાપિતા આવી ઘટનાથી સાચવજો
અંબાલાલ પટેલની 7 દિવસની આગાહી : આ મેઘતાંડવ હવે અટકશે નહિ, જુલાઈમાં પહેલીવાર જોવા મળ્યું આવું
મેઘરાજાનો માતાજી પર જળાભિષેક : હજારો વર્ષ પહેલા સિદ્ધરાજ જયસિંહ બનાવેલું મંદિર પાણીમાં ડૂબ્યુ