Gujarat Weather Update : રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૪ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ભાવનગરમાં સૌથી વધુ ૪.૭૨ ઇંચ એટલે કે, ૧૧૮ મિ.મી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જ્યારે રાજ્યના અન્ય ૭ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં ૯૪ મિ.મી અને લોધિકા તાલુકામાં ૮૨ મિ.મી., જામનગરના લાલપુરમાં ૮૪ મિ.મી., અમરેલીના બાબરામાં ૮૩ મિ.મી, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ૮૧ મિ.મી. કચ્છના ગાંધીધામમાં ૭૯ મિ.મી. અને સુરત શહેરમાં ૭૫ મિ.મી. વરસાદ વરસ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ૭૪ મિ.મી. ભાવનગરના શિહોરમાં ૭૧ મિ.મી., સુસ્તના ઉમરપાડામાં ૭૦ મિ.મી., ગીર સોમનાથના વેરાવળમાં અને બોટાદના ગઢડામાં ૬૮ મિ.મી., તાપીના ડોલવણમાં ૬૩ મિ.મી., વલસાડના કપરાડા અને તાપીના વ્યારામાં ૬૧ મિ.મી., કચ્છના અંજાર અને મહેસાણાના સતલાસણામાં ૬૦ મિ.મી., નર્મદાના નાંદોદમાં ૫૬ મિ.મી. ગીર સોમનાથના સુત્રાપાડામા અને સાબરકાંઠાના ઇડરમાં ૫૫ મિ.મી.. ભાવનગરના ઉંમરાળામાં ૫૪ મિ.મી., રાજકોટમાં ૫૧ મિ.મી., અને ભરૂચમાં ૫૦ મિ.મી. એમ મળી કુલ ૧૬ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૩૬ તાલુકાઓમાં એક ઇંચથી વધુ  વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.


ગુજરાતમાં મધ્યમવર્ગીય પરિવારોનું ડોક્ટર બનવાનું સપનુ રગદોળાયું, ફીમાં તોતિંગ વધારો


અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૯.૯૭ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૨૯.૯૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦૨.૯૬ ટકા ઉત્તર ગુજરાતમાં ૫૯.૮૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૬.૦૪ ટકા, પૂર્વ ગુજરાતમાં ૫૩.૫૬ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.


ભારે વરસાદના કારણે રાજ્યમા ૨૯૩ માર્ગો બંધ હાલતમાં છે. એક નેશનલ હાઈવે પોરબંદર જિલ્લામાં બંધ છે. તો 11 સ્ટેટ હાઈવે બંધ છે. રાજકોટ, જામનગર જુનાગઢ અને પોરબંદરમા બે બે સ્ટેટ હાઈવે બંધ છે. આણંદ, ભાવનગર ગીર સોમનાથમા એક એક સ્ટેટ હાઈવે બંધ હાલતમાં છે. ૨૫૫ પંચાયત હસ્તકના માર્ગો બંધ હાલતમાં છે. સૌથી વધુ જુનાગઢમા 57, જ્યારે પોરબંદર 47, વલસાડ અને રાજકોટ 33, નવસારી 16 અને ભાવનગરમાં 23 માર્ગો બંધ છે. તો 26 અન્ય માર્ગો બંધ હાલતમાં છે. 


પાયલોટની જીદને કારણે ગુજરાતના સાંસદોની ફ્લાઈટ છૂટી, બીજા એરપોર્ટથી ઉડવુ પડ્યું


વરસાદી આફતે ગુજરાતમાં 130 નો ભોગ લીધો, વીજળી પડવાની ઘટનાઓ વધુ ધાતક બની