Gujarat Rain: ગુજરાતમાં સવારથી અત્યાર સુધીમાં 105 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, જેમાં બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ સાડા 5 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે 32 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. બિપરજોય વાવાઝોડાના પગલે બનાસકાંઠા અને પાટણમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. રોડ, રસ્તા બજારોમાં પાણી ભરાતાં સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. ચારણકામાં બનેલો સોલાર પ્લાન્ટને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીસામાં આભ ફાટ્યું! બારે મેઘ ખાંગા થયાની સ્થિતિ, આખુ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ


બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. જ્યાં બારે મેઘ ખાંગા થયાની સ્થિતિ ઉદ્દભવી છે. આખુ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે. તમને જણાવી દઈએ કે વાવાઝોડા બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ જામ્યો છે.  પાટણના રાધનપુર અને સાંતલપુરમાં અનરાધાર વરસાદ પડ્યો છે.  છેલ્લા 3 કલાકમાં રાધનપુર અને સાંતલપુરમાં 3-3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા છ કલાકમાં 5-5 ઈંચ વરસાદ વરસ્યો છે. 


વાવાઝોડું કે વરસાદ પણ રોકી શક્યો નહીં લગ્ન, મહિસાગરમાં વર-કન્યાએ લીધા આ રીતે ફેરા


બિપરજોય વાવાઝોડાએ અંબાજીથી રાજસ્થાન તરફ આબુ રોડ જવાના માર્ગ પર વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. અંબાજીથી આબુરોડ જવાના માર્ગમાં નાના મોટા અનેક વૃક્ષો ધરાશાઈ થતા માર્ગ અવરોધાયો હતો. હાલ તબક્કે માર્ગ ઉપરથી પડી ગયેલા ઝાડ હટાવવાની કોઈ કામગીરી જોવા મળી રહી નથી. જે રીતે પડેલા છે તે જ રીતે પડેલા જોવા મળી રહ્યા છે. તે જોતાં અંબાજીથી આબુરોડ તરફ જતાં વાહન ચાલકોએ સાવચેતીપૂર્વક જવાની જરૂરત  જણાઈ રહી છે. 


આબુ ગયેલા લોકો ભરાઇ પડ્યાં! ભારે વરસાદથી પાલનપુર-અ'વાદ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા


બનાસકાંઠા પાણીમા ડૂબ્યું 
બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં મોડી રાત્રિથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાસાઈ થયા છે તો પાલનપુરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે અમદાવાદ-આબુ હાઇવે ઉપર પાણી ભરાતા અમદાવાદથી પાલનપુર થઈને આબુરોડ જવાનો રસ્તો બ્લોક કરાયો છે અને આબુરોડ જતા વાહનોનું પાલનપુર થી ચંડીસર અને ત્યાંથી વાઘરોણ થઈને ચિત્રાસણી થઈ આબુરોડ તરફ ડાયવજન અપાયું છે તો આબુરોડથી અમદાવાદ તરફ આવતા માર્ગ ઉપર પણ ભારે પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. 


આલિયાની પહેલી હોલીવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન અને રણબીરની એનિમલ એક જ દિવસે થશે રિલીઝ


મોટા વાહનો મહામુસીબતે પસાર થઈ રહ્યા છે તો નાના વાહનો આ રસ્તે આવવાનું ટાળી રહ્યા છે તો નેશનલ હાઇવે ઉપર ખાડા પડી જતા એક કાર પાણીમાં ફસાઈ હતી. જોકે કાર ચાલક અને સ્થાનિક લોકોએ અનેક પ્રયત્નો કર્યા છતાં કાર બહાર ન નીકળતા ટ્રાફિક જામના દર્શયો સર્જાયા હતા. જોકે  હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં હજુ પણ ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જેને લઈને હજુ વધુ વરસાદ પડે તો જનજીવન ઉપર ભારે અસર પડી શકે છે.


ચાંદીની પાયલના ફાયદા જાણશો તો પડતી મુકશો બધી ફેશન, ચંદ્રમા સાથે છે સીધો સંબંધ


બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે  જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જિલ્લા માંથી પસાર થતા અનેક હાઇવે અને માર્ગો ઉપર વૃક્ષો ધરાસાઈ થયા છે તો ભારે પવન સાથે પડી રહેલા વરસાદના કારણે હાઇવે ઉપરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે પવન અને વરસાદના કારણે વિઝીબીલીટી ઘટતાં વાહન ચાલકો લાઈટો ચાલુ રાખીને ધીમેથી પસાર થઈ રહ્યા છે જોકે હજુ બનાસકાંઠામાં ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહી છે જો વધુ વરસાદ પડે તો સ્થતિ વિકટ બને તેવી શક્યતાઓ છે.


ગુજરાતના પશુપાલકોને ફાયદો આપવા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આ સહાય મુદ્દે મોટી જાહેરાત


સિદ્ધપુર, રાધનપુર, સાંતલપુર, સમી, હારીજ, શંખેશ્વર અને સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારની દુકાનોમાં પાણી ભરાયા છે. રાધનપુરના બસ સ્ટેશનથી હાઇવે પરની દુકાનોમાં પાણી ભરાયા છે.  જેના કારણે માલસામાનને નુકસાન થવાની શક્યતા છે. એટલું જ નહીં રાધનપુરના લાલ બાગ, મન્ડી ચોક સહિતના વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે. 


સની દેઓલના 'ઢાઈ કિલો કે હાથ' પર મહેંદીની ચર્ચા, મહેંદી આર્ટિસ્ટ છે સુરતની આ યુવતી!


પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે. બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યા છે. જ્યા ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. ગુજરાતમાં સવારથી અત્યાર સુધીમાં 81 તાલુકામાં વરસ્યો વરસાદ છે, જેમાં સૌથી વધુ પાટણના સાંતલપુરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાધનપુરમાં 5, પાલનપુરમાં 3 અને અમીરગઢમાં અઢી ઈંચ વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તાર જળમગ્ન થયા છે.


જૂનાગઢમાં આગચંપી અને પોલીસ પર હુમલો, અત્યાર સુધીની 5 મોટી આ છે અપડેટ


ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી નડાબેટ રણમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. તેમજ વાવ તાલુકામાં ઘરોમાં પાણી ઘૂસ્યાં હતાં. સાંતલપુરમાં તો જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તા પર પાણી ભરાયાં હતાં. જેથી લોકો પરેશાન થયા હતા. આ ઉપરાંત રાજકોટ અને જામનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.


સાપ ગયો'ને, લિસોટો રહી ગયો! વાવાઝોડાએ નવસારીમાં વિનાશ વેર્યો: બાગાયતી પાકનો કચ્ચરઘાણ


પાટણમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
પાટણ જિલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદ વર્ષી રહ્યો છૅ જેને લઇ જિલ્લામાં આવેલ ખેતરો બેટ સમા જોવા મળી રહ્યા છૅ ભારે વરસાદને કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા જાણે તળાવ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છૅ. ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છૅ કારણ કે આ પાણીનો નિકાલ થતા ઘણો સમય લાગે તેમ છૅ. સાથે ચોમાસુ નજીકમાં હોવાને લઇ ખેડૂતોએ મોંઘી ખેડ પાક વાવણી માટેની તમામ તૈયારીઓ કરી રાખી હતી, પણ કુદરતી આફતને લઇ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છૅ, ત્યારે આ વરસાદી પાણી ખેતરમાંથી સુકાતા હવે ઘણો સમય લાગે તેમ છૅ. જેને લઇ ખેડૂતોની હાલત હવે કફોડી બનવા પામી છૅ.


યુવાનીમાં કરેલી ભૂલો મહિલાઓની સેક્સ લાઈફ કરી નાખે છે તહેસ-નહેસ, જાણો આદતની આડઅસરો


જનરેટર પર મોબાઈલ ચાર્જ કરવા લોકો વેઇટિંગમાં બેઠા
ટોલ પ્લાઝા પર આમ તો વાહનોની લાંબી કતારો જોતા હોઈએ છીએ પરંતુ સાંતલપુરના વારાહી ટોલ પ્લાઝા પર વાહનો નહી પણ લોકો લાઈનમાં બેઠા છે, તેનું કારણે છે કે સાંતલપુર પંથકમાં સતત બે, ત્રણ દિવસથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે અને તેના જ કારણે ઘણા વિસ્તારોમાં વીજપોલ ધરાશાઈ થવાથી સાંતલપુર સહીત વારાહી પંથકમાં વીજળી પુરવઠો છેલ્લા બે દિવસથી ખોરવાયો છે. વારાહી પંથકમાં સતત બે દિવસથી વીજ પુરવઠો ખોરવાતા લોકોના મોબાઈલ પણ સ્વીચ ઓફ થઇ ગયા છે. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ તમામની વચ્ચે ટોલ પ્લાઝા વારાહી પંથકના લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થયું છે અને જેથી વારાહી ટોલ પ્લાઝા પર જનરેટર પર મોબાઈલ ચાર્જ કરવા લોકો વેઇટિંગમાં બેઠા છે અને મોબાઈલ ચાર્જ કરી રહ્યા છે.


ગૂગલના સીઈઓ Sundar Pichai ની નેટવર્થ જાણી તમે પણ કહેશો, ઓહોહોહો...