સની દેઓલના 'ઢાઈ કિલો કે હાથ' પર મહેંદીની ચારેબાજુ ચર્ચા, મહેંદી આર્ટિસ્ટ છે સુરતની આ યુવતી!

ચેતન પટેલ/સુરત: સની દેઓલના પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી ચર્ચાનો વિષય બની છે. પુત્રના લગ્ન પર સની દેઓલએ ખાસ મહેંદી લગાવી છે. હાલ સની દેઓલની આ મેંહદી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને તેની પ્રશંસા પણ કરવામાં આવી રહી છે. તેઓએ સર્વ ધર્મ સમભાવનો સંદેશ આપતી મહેંદી લગાવી છે. સની દેઓલના 'ઢાઈ કિલો કે હાથ' પર મહેંદી લગાવનાર મહેંદી આર્ટિસ્ટ કોઈ અન્ય નહીં પરંતુ સુરતની નિમિષા પારેખ છે.

1/11
image

દેઓલ પરિવારમાં ખુશીની લાગણી છે કારણ કે કરણ દેઓલ લગ્ન કરવા જઈ રહ્યો છે. કરણના મહેંદી સેરેમની માં પરિવારના તમામ સભ્યોએ હાથમાં મહેંદી લગાવી હતી અને પરિવારના તમામ સભ્યોને મહેંદી લગાવનાર સુરતની મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ છે. નિમિષા ઇન્ટરનેશનલ મહેંદી આર્ટિસ્ટ છે. નિમિષા પારેખે મહેંદી ને 30 વર્ષ આપ્યા છે. 

2/11
image

કારણ છે કે મહત્વના ગણાતા મહેંદી સેરીમનીમાં મહેંદી માટે દેઓલ પરિવાર એ નિમિષાને આમંત્રણ આપ્યું હતું.નિમિષા ખાસ પોતાના હાથથી નેચરલ મહેંદી બનાવે છે. તેઓ 70 દેશોમાં મહેંદી એક્સપર્ટ તરીકે જાણીતા છે. નિમિષા થી મહેંદી શીખવા માટે દેશ-વિદેશમાંથી તેમને આમંત્રણ પણ મળે છે.

3/11
image

નિમિષાએ જે સનિ દેઓલના હાથ પર જે મેંહદી લગાવી છે તે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સનીના 'ઢાઈ કિલો કે હાથ' પર સર્વધર્મ સમભાવની મહેંદી નિમિષાએ લગાવી છે. એમાં હિન્દુ, મુસ્લિમ, શિખ, ઈસાઈ આ ચારેય ધર્મના ધાર્મિક નિશાન તેઓએ બનાવ્યા છે કે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકો પસંદ કરી રહ્યા છે. 

4/11
image

સની દેઓલની મહેંદી જોઈ લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. નિમિષાએ માત્ર સનીના જ નહીં પરંતુ ના તમામ સભ્યોના હાથ પર મહેંદી લગાવી છે. કરણે પોતાનાં હાથ પર દુલ્હન નું નામ લખાવ્યું છે. જ્યારે બોબી દેઓલએ કરણ અને દિશા આચાર્ય નું નામ લખ્યું છે.

5/11
image

નિમિષા પારેખે જણાવ્યું હતું કે, ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે સની દેઓલના હાથમાં લાગેલી મહેંદી હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો પ્રસંસા કરી. પરિવારના દરેક સભ્યોને મે પોતે મહેંદી લગાવી છું. જ્યારે સની દેઓલને મહેંદી લગાવી રહ્યા હતા ત્યારે મેંહદી ની ડીઝાઈનને લઈ અમે બંને ચર્ચા કરી રહ્યા હતા. 

6/11
image

ત્યારે અમે બંને ચર્ચા બાદ નિર્ણય લીધો કે આવી મહેંદી બનાવીએ કે જેના થકી સર્વધર્મ સંભાવના સંદેશ જાય.પરિવાર ની મહિલાઓ એ જે ખાસ ટ્રેડિશનલ અને વારલી હોય તે મહેંદી મુકાવી હતી.

7/11
image

8/11
image

9/11
image

10/11
image

11/11
image