હિતલ પારેખ, ગાંધીનગર: તા. 7 જૂન, 2020ના રોજ વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસની ઉજવણી પ્રસંગે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા રાજ્યોની ફૂડ સેફ્ટી એક્ટની કામગીરી અને ફૂડના કાયદા અસરકારક અમલીકરણ-કામગીરીનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના 20 મોટા રાજ્યોમાં ગુજરાત પ્રથમ ક્રમે આવ્યું છે. તો બીજી તરફ આ મૂલ્યાંકનમાં તમિલનાડુ બીજા ક્રમે, મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે અને કેરળનો ચોથા ક્રમે સમાવેશ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અમદાવાદમાં પવન સાથે વરસાદ શરૂ, લોકોને ગરમી અને બફારાથી મળી રાહત


આ એવોર્ડની પસંદગીમાં મુખ્ય પાંચ બાબત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં ફૂડ સેફ્ટી અંગે કાયદા-નિયમોનું પાલન, ખોરાકના નમુનાનું પૃથ્થકરણ-ક્ષમતા અને સર્વેલન્સ, કન્ઝ્યૂમર એમ્પાવરમેન્ટ, સ્ટાફ-ખાદ્ય ઉત્પાદકો અને વેપારીની ટ્રેનિંગ તથા તંત્ર પાસે ઉપલબ્ધ માનવબળ અને બેસ્ટ પ્રેક્ટિસીસનો સમાવેશ કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો:- રાજકોટ: આજી ડેમ ખાતે ઓવરબ્રિજની દીવાલ ધરાશયી, 2 લોકોના મોત, ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યાં


વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસ નીમિત્તે Food Safety & Standard Authority Of India, New Delhi દ્વારા આયોજીત વર્ચ્યૂઅલ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, રાજ્ય કક્ષા મંત્રી અશ્વિનીકુમાર ચૌબે, યુનીયન હેલ્થ સેક્રેટરી પ્રીતિ સુદાન, FSSAI ચેરપર્સન રીટા ટીઓટીયા તથા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના CEO અરૂણ સિંઘલની ઉપસ્થિતિમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube