અમદાવાદમાં પવન સાથે વરસાદ શરૂ, લોકોને ગરમી અને બફારાથી મળી રાહત
શહેરમાં સવારથી જ ગરમી અને બફારો અનુભવાઈ રહ્યો હતો. ત્યારે બપોર બાદ અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં બદલાતા કાડા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું છે. ત્યારે શહેરના મોટા ભાગમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ચુકી છે.
Trending Photos
અમદાવાદ: શહેરમાં સવારથી જ ગરમી અને બફારો અનુભવાઈ રહ્યો હતો. ત્યારે બપોર બાદ અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં બદલાતા કાડા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું છે. ત્યારે શહેરના મોટા ભાગમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ચુકી છે.
આ પણ વાંચો:- રાજ્યમાં આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી
અમદાવાદમાં મેઘરાજાએ મન મુકીને પધરામણી કરતા શહેરના નારાણપુરા, જુહાપુરા, સરખેજ, મોટેરા, ચાંદખેડા, સાબરમતી, જમાલપુર, પાલડી, વિસત, ઝુંડાલ, રાયપુર, સારંગપુર સહિતના અન્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. તો બીજી તરફ ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલ્ટો આવતા ઠંડા પવન સાથે વરસાદ શરૂ થયો છે.
આ પણ વાંચો:- રાજ્યસભા ચૂંટણી: ગુજરાત કોંગ્રેસમાં નવા જૂનીના એંધાણ, 3 રાજીનામાથી એક ઉમેદવારની હાર નિશ્ચિત
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હજી પણ પ્રિ મોનસૂન એક્ટિવિટી સક્રિય છે. જેથી કરીને આજથી 5 દિવસ સુધી રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયકલોનિક સર્ક્યુલેશનની અસરના કારણે રાજ્યમાં વરસાદ પડશે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થન્ડરસ્ટોર્મ (ગાજવીજ)ની અસર રહેશે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ આવી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિમિ પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર ઉદભવી રહ્યું છે. 48 કલાક બાદ લો પ્રેશરની અસર અંગે નિર્ણય કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે