ભારત-પાકિસ્તાન મેચ માટે આખું અમદાવાદ સુરક્ષા છાવણીમાં ફેરવાશે, સરકારે બોલાવી હાઈલેવલની મીટિંગ
India Pakistan match in Ahmedabad : ભારત પાકિસ્તાન વર્લ્ડ કપની મેચ પહેલા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી બેઠક..ગૃહ રાજ્યમંત્રી, પોલીસ વડાની મુખ્યમંત્રી સાથેની બેઠકમાં સુરક્ષા પર ચર્ચા..દર્શકોને મુશ્કેલી ન થાય તેવી કરાશે વ્યવસ્થા..
Important decision : અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ રમાવાની છે. જે પહેલા આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મેચની સુરક્ષાને લઈને મહત્વની બેઠક મળી હતી. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની સાથે પોલીસ અધિકારીઓએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી...મહત્વનું છે કે, 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ પ્રોફાઈલ મેચ રમાવાની છે. આ પહેલા અમદાવાદમાં રમાનારી મેચ મામલે ધમકી પણ મળી ચુકી છે. જેથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ મામલે મળેલી બેઠક બાદ હર્ષ સંઘવીએ કહ્યું કે, આ મેચ જોવા માટે અનેક રાજ્યોમાંથી દર્શકો આવશે. જેમને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા થઈ છે. મેદાનની આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
ભારત - પાકિસ્તાન મેચને લઈ અમદાવાદ સુરક્ષા છાવણીમાં ફેરવાશે. ગત રોજ મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેમાં પીએમ મોદીને જાનથી મારી નાંખવાની અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી મળી હતી. આ ધમકી વચ્ચે ભારત પાકિસ્તાનની મેચ રમાવાની છે. જેથી ડરનો માહોલ છે. 14મી ઓક્ટોબરના રોજ અમદાવાદમાં અર્ધલશ્કરીદળ ખડકાશે. અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધલશ્કરીદળ તૈનાત રહેશે.
અંબાલાલ પટેલની નવી આગાહી : નવરાત્રિમાં વરસાદ બાદ વાવાઝોડાનો વધુ એક રાઉન્ડ આવશે
વર્લ્ડકપની ભારત-પાકિસ્તાનની મેચને લઈને ધમકી મળી છે. જેથી અમદાવાદના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધલશ્કરીદળનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. IND-PAK મેચમાં 5,000 પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે. અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાં પેરા મિલિટ્રરી ફોર્સ ગોઠવાશે. મેચની સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી ૧૪મી ઓક્ટોબરે રમાનારી આઈસીસી વર્લ્ડ કપ ક્રિકેટ મેચ સંદર્ભમાં રાજ્યના પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી સુરક્ષા-સલામતી વ્યવસ્થાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા અંગે તેમ જ મેચ જોવા આવનારા દર્શકોની સલામતી તથા ટ્રાફિક નિયમન અંગે પણ બેઠકમાં વિગતો મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.