સંદીપ વસાવા/કામરેજ: રાજ્યના શિક્ષણ મંત્રીએ બે અનાથ દીકરીઓને આપેલું વચન પૂર્ણ કર્યું છે. કામરેજ તાલુકાના લાડવી ગામે મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા દત્તક લેવામાં આવેલ બન્ને અનાથ દીકરીઓના ઘરનું ખાત મુહૂર્ત કર્યું.અને બન્ને દીકરીઓને હોસ્ટેલ અને શાળામાં મૂકવા જાતે મંત્રી પ્રફુલ પાનસેરિયા પત્ની સાથે રવાના થયા હતા. અનાથ દીકરીઓને જતાં જોઈ લોકોની આંખો હર્ષની લાગણીઓથી છલકાઈ ગઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરશિયાળે ત્રાટકનાર વાવાઝોડું ગુજરાત માટે ઘાતક સાબિત થશે? અંબાલાલની ચોંકાવનારી આગાહી


સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લાડવી ગામે હળપતિ ફળિયામાં રહેતી 8 વર્ષીય સંજના રાઠોડ અને 6 વર્ષીય વંશિકા રાઠોડ નામની બે સગી બહેનોના પિતા એક મહિના મોતને ભેટ્યા હતા અને તેઓની માતા પણ એક વર્ષ પહેલા દીકરીઓને છોડી કઈક ચાલી ગઈ હતી. બન્ને દીકરીઓ પોતાના વૃદ્ધ દાદા જોડે તૂટેલા ફૂટેલા વાસના ઝૂપડામાં રહી રહેતી હતી. ત્યારે દીકરીઓની પરિસ્થિતિ ગામના ઉપ સરપંચ લાલુ દેસાઈના ધ્યાને આવતા તેઓને તુરત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાને જાણ કરતા મંત્રીએ બન્ને દીકરીઓને તમામ મદદ કરવાની બાહેધરી આપી હતી. 


આ 2 શહેરોમાં ઉત્તરાયણ પર ધાબે ચઢતા પહેલા જાણી લેજો નિયમો, બહાર પાડ્યું ખાસ જાહેરનામુ


મંત્રી પ્રફુલ પાનસેરિયા તુરત બન્ને અનાથ દીકરીઓના ઘરની મુલાકાત કરી હતી.અને તેઓની પરિસ્થિતિ જોઈ મંત્રી દુઃખ વ્યક્ત કરી કર્યું હતું અને તેઓને પાકુ ઘર,અભ્યાસ તેમજ તેઓના તમામ સપનાઓ પૂરા કરવાની જવાબદારી મંત્રીએ ઉપાડવાની જાહેરાત કરી હતી. તેમજ બન્ને દીકરીઓના બેંક ખાતામાં 5.25 - 5.25 (સવા પાંચ લાખ) ની FD કરી સમાજ માટે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


એક પરિવારના કેટલા સભ્યો લઈ શકે છે PM કિસાન યોજનાનો લાભ, જાણો નિયમો


આજરોજ બન્ને દીકરીઓના ઘરનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને દીકરીઓને હોસ્ટેલ અને શાળામાં મુકવા મંત્રી જાતે તેઓના ઘરે પહોંચ્યા હતા. અનાથ દીકરીઓને જતાં જોઈ હાજર સૌ કોઈની આંખો હર્ષની લાગણીઓથી છલકાઈ ગઇ હતી. તેમજ બન્ને દીકરીઓને રવાના કરવા આખું ગામ ઉમટી પડ્યું હતું.