હિતલ પારેખ, ગાંધીનગરઃ દિવાળી પહેલાં ગુજરાત સરકારમાં કામ કરતા કર્મચારીઓ માટે ખુબ જ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી જશે. ગુજરાત સરકારના વર્ગ 4 ના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યના નાણા વિભાગે વર્ગ 4 ના કર્મચારીઓ માટે દિવાળી બોનસ જાહેર કર્યું છે. જેમાં સળંગ 6 મહિનાના નોકરી હોય તેવા કર્મચારીઓને બોનસનો લાભ મળશે, સાથે જ સરકારે 30 દિવસના એડહોક બોનસ ચૂકવવાનો નિર્ણણ પણ કર્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GPSC વર્ગ-1, 2 સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે સૌથી મહત્ત્વના સમાચાર, બધું બાજુએ મુકીને પહેલાં આ માહિતી જાણી લો

મહત્વનું છે કે સરકારની આ જાહેરાત બાદ વર્ગ 4 ના કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. કર્મચારીઓની બોનસ અંગેની જાહેરાત બાદ સરકારી કર્મચારીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આ વખતે દિવાળી 4 નવેમ્બરે જ આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓના પગાર વહેલા કરવામાં આવે તેવા નિર્દેશ પણ આપ્યા છે. જેથી કર્મચારીઓને તહેવારોમાં ખરીદી કરવામાં કોઈ મુશ્કેલી ન પડે. 

'પાટીલ સાહેબ પાસે પાલિકાએ કરેલી કામગીરીના આંકડા નહી હોય, વડોદરાએ સૌથી વધુ ઢોર પકડ્યા'

30 દિવસનું એડહોક બોનસ ચૂકવવાનો નિર્ણય:
જો કે હવે રાજ્ય સરકારે વર્ગ 4ના કર્મચારીઓને પણ બોનસ સહિત એડહોક બોનસ ચુકવવાની જાહેરાત કરી છે, જેમાં એડહોક બોનસની મહત્તમ મયાર્દા 3500 રૂપિયાની છે, નિયમો અનુસાર વર્ગ 4 ના કર્મચારીઓને બોનસ પ્રમાણે 31 માર્ચ 2021ના રોજ મળવાપાત્ર રહેશે. રાજ્ય સરકારની જાહેરાત બાદ હાલ તો બોનસની જાહેરાત બાદ રાજ્યના વર્ગ 4ના કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. 

સાઉથની ફિલ્મની જેમ ગાડીઓ ભરીને આંધ્રની એજન્સીના અધિકારીઓ ગોધરા કેમ આવ્યાં? જાણો

Activa મેળવો માત્ર 25 હજારમાં! સાવ મફતના ભાવમાં એક્ટિવા લેવા થઈ રહી છે પડાપડી!

એસ.જી.હાઈવે પર અંધારુ થતાં જ રોજ ઝાડીઓમાંથી કોણ પૂછે છે.. આને કા હૈ ક્યાં..? સાંજ પડતા જ ગોતામાં થાય છે શેની ગોતમ ગોત?

અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube