Gujarat CM : આજે વલસાડમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વલસાડમાં ધ્વજવંદન કર્યુ હતું. આ પ્રસંગે વલસાડમાં રાજ્યકક્ષાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. વલસાડના AMPC ગ્રાઉન ખાતે સ્વાતંત્ર્ય પર્વની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે. આ માટે વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા. સૌ કોઈ દેશ ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય કક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી હોઈ આખુ વલસાડ દેશભક્તિના રંગમાં રંગાયું હતું. મુખ્યમંત્રીએ અનેક જિલ્લાના અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમજ કરોડોના વિકાસના કામોનું ઉદ્ઘાટન કર્યું. સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને વલસાડ શહેરને પણ દુલ્હનની જેમ રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકોએ સોમવારે રાત્રી દરમિયાન વલસાડ શહેરમાં લાગેલી રંગબેરંગી લાઈટો નિહાળવા ઉમટી પડ્યા હતા. ત્યારે આઝાદીનો મહોત્સવની ઉજવણી વલસાડમાં ધામધૂમથી કરવામાં આવી રહી છે. 


ખોડલધામના ટ્રસ્ટીનું હાર્ટ એટેકથી મોત, યુવા અગ્રણીના મોતથી લેઉવા પાટીદાર સમાજ શોકમાં


તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, વલસાડ એ ભૂમી છે જેણે ઈરાનથી આવેલા પારસીઓને આવકાર્યા હતા અને એ પારસીઓએ પણ આઝાદીની લડાઈમાં અમુલ્ય યોગદાન આપ્યું હતું. મારી માટી અભિયાન હેઠળ દેશના અઢી લાખ ગામની માટી દિલ્હી પહોંચાડાશે અને ત્યા વિરશહિદોના સ્મારક પાસે અમૃત વાટીકાનું નિર્માણ કરાશે, આવો આપણે બધા આ અભિયાનમાં યોગદાન આપીએ. બજેટના 5 સ્તંભ તે ગુજરાતના વિકાસના 5 સ્તંભ છે, આદીજાતીના બાળકોને ગુણવતા યુક્ત શિક્ષણ મળે અને આદિવાસીઓનો વિકાસ થાય તે માટે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મુકી છે, આ યોજનાની સફળતાના પગલે વનબંધુ કલ્યાણ -2 યોજનાને અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત આગામી 5 વર્ષમાં 1 લાખ કરોડનો ખર્ચ કરવાનું આયોજન રાજ્ય સરકારે કર્યુ છે.


અંબાજી મંદિરમાં ભક્તોએ માતાને ચઢાવેલા સોના અંગે લેવાયો મોટો નિર્ણય



ગઈકાલે 77 માં સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની વલસાડ ખાતે થઈ રહેલી ઉજવણીમાં સહભાગી થવા આવેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના બાળપણના સંસ્મરણો તાજા કર્યા હતા. મુખ્યમંત્રીએ વલસાડની આવા બાઈ સ્કુલમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. તેથી પોતાના કાર્યક્રમોમાંથી સમય કાઢીને મુખ્યમંત્રી આવા બાઈ સ્કુલ ગયા હતા અને પોતે ભણતા તે ક્લાસ રૂમ ,શાળા મેદાન ,પરસાળ વગેરે જગ્યાએ જઈને જૂની યાદો તાજી કરી હતી. ભૂપેન્દ્ર પટેલ પોતાના સહાધ્યાયી મિત્રોને પણ મળ્યા હતા. આવા બાઈ સ્કુલ પરિવારે મુખ્યમંત્રીને શાળાની તસ્વીર સ્મૃતિ ભેટ રૂપે આપી હતી. આમ, મુખ્યમંત્રી વલસાડમાં વિતાવેલી બાળપણની યાદો વાગોળતા ભાવ વિભોર થઇ ગયા હતા.


અંબાલાલ પટેલના લેટેસ્ટ અપડેટ : આ તારીખથી ગુજરાતમાં ચોમાસાના ચોથા રાઉન્ડની એન્ટ્રી થશે