રવિ અગ્રવાલ, વડોદરા: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુએ શિવજીનું અપમાન કર્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના બફાટભર્યા સત્સંગથી ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ઋગનાથ ચરણ દાસ સ્વામીએ મહાદેવ કુસ્તીમાં હાર્યા હોવાનો બફાટ કર્યો હતો. તેમના દ્વારા કરવામાં આવેલા આ બફાટનો વીડિયો વાયરલ થતા વિવાદ ઉભો થયો છે. સાધુ સમાજે આ નિવેદનની ભારે ટીકા કરી હતી. આ અગાઉ સોખડા મંદિરથી જુદા થયેલા પ્રબોધસ્વામી જૂથના આનંદસાગરસ્વામીનો અમેરિકામાં પ્રવચન દરમિયાન શિવજી અંગે ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર સ્વામિનારયણ સંપ્રદાયના સાધુ ઋગનાથ ચરણ દાસ સ્વામીએ સત્સંગ દરમિયાન મહાદેવનું અપમાન કર્યું હતું. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડીયોમાં એક સત્સંગ સભા દરમિયાન સ્વામી કહી રહ્યા છે કે મહાદે સચ્ચિદાનંદ સ્વામી સાથે કુસ્તીમાં હાત્યા અને સ્વામીન પગે લાગ્યા તેવો બફાટ કરતા જોવા મળે છે. આગળ તેમણે કહ્યું હતું કે શંકર કહે મહારાજ હું તો તમારો દાસ છું, શંક મહારાજ સામે દિલગીર થયા, શંકર કહે જય સચ્ચિદાનંદ તમે જીત્યા. 


ત્રિશુળીયા ઘાટ પર થંભી જાય છે પગપાળા જતા માઇભક્તોના પગ, વ્યું પોઇન્ટ બન્યો આકર્ષણનું કેન્દ્ર


સત્સંગ સભામાં આનંદ સાગર સ્વામીએ આણંદ જિલ્લાનાં કરમસદ વિદ્યાનગર ખાતે આવેલા સોખડા સંસ્થા સંચાલિત આત્મીય ધામમાં રહી અભ્યાસ કરતા મૂળ કચ્છનાં વિધાર્થી નીશીતને પ્રબોધ સ્વામીએ રાત્રીનાં સમયે આજ્ઞા કરી આત્મિય ધામનાં દરવાજા પાસે જા . નીશીત પ્રબોધવામીની સૂચના મુજબ દરવાજા પાસે ગયો જ્યાં ભગવાન શંકરનાં નીશીતને દર્શન થયા.

ગ્રામજનોએ મારામારી કરનાર યુવકોને દંડ ફટકારી ઉઠક-બેઠક કરાવી ભણાવ્યો પાઠ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો


વીડિયોમાં આનંદસાગર સ્વામી કહી રહ્યા છે કે, નિશીથભાઈ મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા. ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. નિશીથભાઈએ વર્ણન કર્યું મને કે પિક્ચરમાં આપણે કેવી રીતે જોઇએ... એવી રીતે શિવજી જટાવાળા, નાગ વીંટેલો, ઋદ્રાક્ષ પહેરેલો, ત્રિશુલ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઊભા હતા. પછી નિશીથભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો તો પ્રબોધ સ્વામીજીનાં આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ એમને કહ્યું કે, પ્રબોધ સ્વામીનાં દર્શન મને થયા એવાં મારાં પુણ્ય જાગ્રત નથી થયાં પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારાં અહોભાગ્ય છે. એટલું વાક્ય બોલી શિવજી યુવકને નિશીથભાઈના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યાં. તો એવી પ્રાપ્તિ આપણને સૌને થઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube