ગ્રામજનોએ મારામારી કરનાર યુવકોને દંડ ફટકારી ઉઠક-બેઠક કરાવી ભણાવ્યો પાઠ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
ગામના સ્થાનિક આગેવાનોએ પોલીસ સ્ટેશન જવાને બદલે સમાધન કરી બોધપાઠ મળે તેવો અનોખો રસ્તો શોધી કાઢ્યો હતો. જેના ભાગરૂપે આગેવાનો ડ્રાઇવરને માર મારનાર યુવકોને 5000 રૂપિયાનો દંડ ફટકારી વાહન ચાલકને આપ્યા હતા. તેમજ ઉઠકબેઠક કરવાની સજા કરવામાં આવી હતી.
Trending Photos
સુરત: સુરતના મહુવા તાલુકામાંથી વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં મહુવરીયા - માછીસાદડા ગામના લોકોએ દૂધના ટેન્કર ચાલકને માર માર્યો હતો. જેથી ગામના આગેવાનોએ ટેન્કર ચાલક સાથે મારામારી કરનાર યુવકોને પોલીસ મથક લઇ જવાના બદલે સમાધાન કર્યું હતું. અને સજા ભાગરૂપે ઉઠક બેઠક કરવાની સજા ફટકારી પાઠ ભણાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વાયરલ થતાં આ ઘટના ચોતરફ ચર્ચાનો વિષય બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના મહુવરિયા-માછીસાદડા ગામના ત્રણ યુવાનોએ મહુવા નજીક આવેલા ડોલવણ તાલુકાના ગામના રસ્તા પર નજીવી બાબતે ટેન્કરચાલક સાથે માથાકૂટ કરી ટેન્કરના ડ્રાઇવરને માર માર્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક આગેવાનોને થતાં તેઓ ભેગા થયા હતા અને ટેન્કર ચાલક પર હુમલો કરનાર ત્રણેય યુવકોને બોલાવી પાઠ ભણાવ્યો હતો.
ગ્રામજનોએ મારામારી કરનાર યુવકોને દંડ ફટકારી ઉઠક-બેઠક કરાવી ભણાવ્યો પાઠ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો#Surat #ViralVideo #ZEE24Kalak pic.twitter.com/q7XQKwnlNk
— Zee 24 Kalak (@Zee24Kalak) September 8, 2022
ગામના સ્થાનિક આગેવાનોએ પોલીસ સ્ટેશન જવાને બદલે સમાધન કરી બોધપાઠ મળે તેવો અનોખો રસ્તો શોધી કાઢ્યો હતો. જેના ભાગરૂપે આગેવાનો ડ્રાઇવરને માર મારનાર યુવકોને 5000 રૂપિયાનો દંડ ફટકારી વાહન ચાલકને આપ્યા હતા. તેમજ ઉઠકબેઠક કરવાની સજા કરવામાં આવી હતી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થતાં આ ઘટનાની ચોતરફ ચર્ચા થઇ રહી છે. આ પંથકમાં આ ઘટનાનો વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે. તો બીજી તરફ જાગૃત નાગરિકો આ ઘટનાની પ્રશંસા કરી રહ્યા છે આગેવાનો સૂઝબૂઝના વખાણ કરી રહ્યા છે.
ઉઠક-બેઠક કરવા પાછળ છુપાયું છે એક વૈજ્ઞાનિક કારણ
તમને પણ શાળામાં ક્યારેક સજા મળી હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શાળામાં કાન પકડીને ઉઠક-બેઠક કરવાની સજા કેમ મળે છે, તેની પાછળ કોઈ કારણ છે? હા, કોઈ વસ્તુ કારણ વગર હોતી નથી અને કાન પકડીને ઉઠક-બેઠક કરવા પાછળ પણ એક વૈજ્ઞાનિક કારણ છે.
શું છે કારણ
માનવામાં આવે છે કે ઉઠક-બેઠક કરવાથી યાદશક્તિ મજબૂત થાય છે અને તેના મસ્તિષ્કના ઘણા ભાગ સક્રિય થઈ જાય છે. તેનાથી એલર્ટ રહેવા, યાદશક્તિ અને શીખવાની ક્ષમતામાં સુધાર આવે છે. આ કારણ છે કે શાળામાં સજાના નામે કાન પકડીને ઉઠક-બેઠક કરાવવાનું કહેવામાં આવે છે. તેનાથી યાદશક્તિ વધે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે