અતુલ તિવારી/અમદાવાદ :કોરોના વાયરસની કોઈ દવા હજી સુધી શોધાઈ નથી. પરંતુ વિવિધ દવાઓનો ઉપયોગ કોરોનાને દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આવામાં ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા Covid-19ની હર્બલ આયુર્વેદિક દવા તૈયાર કરાઈ છે. ઇમ્યુરાઈઝ નામની આયુર્વેદિક દવાનો કોરોનાના દર્દીઓ માટે ઉપયોગ કરાશે. આયુષ મંત્રાલય દ્વારા પણ પ્રોફેસર ડોકટર રાકેશ રાવલ તથા આયુર્વેદિક ડોક્ટર અક્ષય સેવકની આ હર્બલ આયુર્વેદિક દવાના ટ્રાયલ માટે મંજૂરી અપાઈ છે. 


BTPના છોટુ વસાવાનું નિવેદન, મતની જરૂર પડે ત્યારે જ મતલબી લોકો વાત કરે છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇમ્યુરાઈઝ નામની દવાનું એનિમલ ટેસ્ટિંગ સફળતા સાથે પૂર્ણ કરાયું છે. એનિમલ ટેસ્ટિંગ બાદ હવે કોરોનાગ્રસ્ત દર્દી માટે ઇમ્યુરાઈઝ દવાનો ઉપયોગ કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આગામી સમયમાં કોવિડના દર્દીઓને આ દવા આપવાની શરૂઆત કરાશે. આ દવાના પ્રયોગથી દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. કોરોના એસીમટોમેટિક અને માઈલ્ડ ફીવર હોય તેવા દર્દીઓને દિવસમાં બે ટાઈમ 4 - 4 ટેબ્લેટ લેવાની રહેશે. દર્દીમાં ઘટેલો CBC આ દવાના ઉપયોગથી વધતું હોવાનું સામે આવ્યું છે. આ દવા કેન્સર જેવા રોગમાં આપવામાં આવતી કેમોથેરાપી - રેડિયોથેરાપીની આડઅસરને પણ ઓછી કરે છે.


‘ગુજરાતમાં હજુ ચોમાસું સત્તાવાર રીતે બેઠું નથી’ એવા હવામાન વિભાગના દાવા વચ્ચે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ


કોરોનાની ઉત્તપત્તિ બાદ રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવાનો ઉપયોગ વધી ગયો છે. કોરોના બાદ આર્યુવેર્દિક દવાઓનો ઉપયોગ પણ વધ્યો છે. જેથી વિશ્વના અનેક દેશો આર્યુવેદની તાકાત સમજ્યા છે. ત્યારે હવે કોરોનાની સારવારમાં વધુ એક દવાનો વધારો થયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર