Ambalal Patel Prediction : બિપરજોય વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, બિપરજોય એક્સટ્રીમલી સિવિયલ સાયક્લોનિક સ્ટોર્મમાંથી વેરી સિવિય સાયક્લોનિક સ્ટોર્મમાં બદલાયું છે. સાયક્લોનની કેટેગરી એક સ્ટેજ નીચે ઉતરી પરંતુ તેની અસરની સંભાવના હજીપણ યથાવત છે. વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યુ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે ચેતવણી હજી પણ યથાવત છે. કારણ કે, વાવાઝોડું 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડું હાલ પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે. એટલે તે ગમે ત્યારે નજીક આવી શકે છે. હાલ દ્વારકાથી 300 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં દૂર છે. તો કચ્છના જખૌ પોર્ટથી 360 કિલોમીટર દૂર છે. નલિયાથી વાવાઝોડું 370 કિલોમીટર દૂર છે. 15 જૂને વાવાઝોડું કચ્છના દરિયા કાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. જેમાં 14 અને 15 જૂને ભારે વરસાદ પડવાની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાયક્લોન બિપરજોયની કેટેગરી પુનઃ બદલાઈ છે. બિપરજોય હવે એક્સટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. જોકે, સાયક્લોનની કેટેગરી ભલે એક સ્ટેજ નીચે ઉતરી હોય, પરંતુ તેની અસરની સંભાવના હજીપણ યથાવત છે. 


અરબ સાગરના પેટાળમાં એવુ તો શુ થયું કે વાવાઝોડાની સંખ્યામાં 52% વધારો થયો, આ કારણ છે


  • પોરબંદરથી 290 કિમી દૂર

  • દ્વારકાછી 300 કિમી દૂર

  • જખૌથી 360 કિમી દૂર 

  • નલિયાથી 370 કિમી દૂર

  • કરાંચીથી 510 કિમી દૂર


ગુજરાતમાં આગામી 5 દિવસ કુદરત કહેર વર્તાવશે : વાવાઝોડાનો પવન કયા શહેરોમા ફૂંકાશે જાણો


ગુજરાતના બે જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની પણ આગાહી છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદ આવી શકે છે તો દ્વારકા, જામનગર અને રાજકોટમાં ભારે વરસાદ આવી શકે છે. આ સાથે પોરબંદર, અમરેલી અને કચ્છમાં ભારે વરસાદ આવી શકે છે. સોમવારે પણ ગુજરાતના 57 તાલુકાઓમાં વરસાદ આવ્યો હતો. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.


વાવાઝોડામાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી, જુઓ 4 દિવસ ક્યાં ક્યાં વરસાદ આવશે


આજે મુખ્ય સચિવ રાજકુમાર વાવાઝોડાની કામગીરીની રીવ્યુ બેઠક કરશે. મુખ્ય સચિવ દરિયા કિનારાના જિલ્લા કલેક્ટરો સાથે રીવ્યુ બેઠક કરીને લેટેસ્ટ પરિસ્થિતિનો તાગ મેળવશે. જિલ્લાઓમાં હાલની સ્થિતિ, લોકોનું સ્થળાંતર, એનડીઆરએફ ટીમો ડિપ્લોયમેન્ટ સહિતની બાબતો પર ચર્ચા વિચારણા કરવામા આવશે. તેના બપોર બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેઓ રીવ્યુ બેઠક કરશે.