ગુજરાતમાં આગામી 5 દિવસ કુદરત કહેર વર્તાવશે : વાવાઝોડાનો પવન કયા શહેરોમા ફૂંકાશે જાણો

Gujarat Weather Forecast : બિપરજોય વાવાઝોડું ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. જેથી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે ચક્રવાતની ચેતવણી અપાઈ છે. પૂર્વમધ્ય અરબી સમુદ્ર પરથી નીકળેલું અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું “બિપરજોય” છેલ્લા 6-કલાક દરમિયાન 7 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું હાલ પોરબંદરથી 310 કિમી દક્ષિણ -દક્ષિણ પશ્ચિમમાં દૂર છે. તો દેવભૂમિ દ્વારકાથી 340 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં દૂર છે. જખૌ પોર્ટથી 430 કિમી દૂર, નલિયાથી 430 કિમી દક્ષિણ -દક્ષિણપશ્ચિમમાં દૂર અને કરાચીની દક્ષિણે 590 કિમી દૂર છે. 14 જૂનની સવાર સુધી લગભગ ઉત્તર તરફ આગળ વધશે, ત્યાર બાદ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે. 15મી જૂનની બપોર સુધીમાં માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચેના સૌરાષ્ટ્ર અને કચ્છ અને જખૌ પોર્ટને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે અને મહત્તમ સતત પવન સાથે ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન બનશે. આ સમયે 125-135 kmph ની ઝડપ થી 150 kmph ઝડપથી પવન ફૂંકાશે. આ કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર કોસ્ટ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. ત્યારે આવતીકાલથી ચાર દિવસ ગુજરાતમાં પવનની ગતિ કેવી રહેશે અને ક્યાં ક્યાં પવન ફૂંકાશે તે જોઈ લો. 

1/5
image

2/5
image

3/5
image

4/5
image

5/5
image