અરબ સાગરના પેટાળમાં એવુ તો શુ થયું કે વાવાઝોડાની સંખ્યામાં 52% વધારો થયો, વૈજ્ઞાનિકોએ આપ્યો જવાબ

Gujarat Weather Forecast : ગત બે દાયકાથી અરબ મહાસાગરમાં ચક્રવાતોની સંખ્યામાં 80 ટકાનો વધારો થયો છે. બહુ જ ગંભીર પ્રકારની કેટેગરીના ચક્રવાતોની સંખ્યામાં 260 ટકાનો વધારો થયો છે
 

અરબ સાગરના પેટાળમાં એવુ તો શુ થયું કે વાવાઝોડાની સંખ્યામાં 52% વધારો થયો, વૈજ્ઞાનિકોએ આપ્યો જવાબ

Cyclone Biparjoy : આ વર્ષે અરબ મહાસાગરમાં ઉઠેલા પહેલા જ ચક્રવાતે બિપોરજોયે બહુ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. પરંતુ તેના વચ્ચે રાહતના સમાચાર એ છે કે, વાવાઝોડાની ઘાતક અસર પહેલા જ કેરળમાં ચોમાસું આવી ગયુ. વાવાઝોડાને કારણે ચોમાસાની ગતિ પર મોટો પ્રભાવ પડે છે. આ સાથે જ હવામાન વિભાગે મુંબઈ-ગોવા, કર્ણાટક-કેરળ અને ગુજરાતમાં તોફાનને લઈને એલર્ટ જાહેર કર્યું છે. અરબ મહાસાગરમાં આ ચક્રવાતી તોફાનને કારણે ભારતને આ વર્ષે દક્ષિણ પશ્ચિમ વિસ્તારોમાં ચોમાસાને આગમન માટે રાહ જોવી પડશે. હવામાન વિભાગના એક્સપર્ટનુ અનુમાન છે કે, તોફાન 12 જુન સુધી એક બહુ જ ગંભીર ચક્રવાત બની જશે. તેની તાકાત શક્તિશાળી હશે. ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ (IMD) નું માનવુ છે કે, સમુદ્રની ગરમ સપાટીનું તાપમાન અને અનુકૂળ વાતાવરણ પરિસ્થિતિઓ આ તોફાનની તીવ્રતાને યોગદાન આપી રહી છે. આ સિસ્ટમ આગામી 36 કલાકમાં વધુ તેજ બની શકે છે. 

રિસર્ચમાં સામે આવ્યું કે, અરબ સાગરમાં ચક્રવાતની કેટેગરી, સમયગાળો અને તીવ્રતામાં વધારો થયો છે. જ્યાં વાવાઝોડાની સંખ્યામાં 52 ટકાનો વધારો થયો છે. તો ગંભીર વાવાઝોડાની સંખ્યામાં 150 ટકા વધારો થયો છે. જળવાયુ પ્રદૂષણને કારણે અરબ સાગરનું ગરમ થવું આ પ્રોસેસમાં વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગત ચક્રવાતોની જેમ બિપોરજોય ચક્રવાતને સમુદ્રના વધતા તાપમાન અને ગ્લોબલ વોર્મિંગને કારણે બળ મળી રહ્યું છે. 

હવામાન નિષ્ણાત જીપી શર્મા જણાવે છે કે, આ ઉપરાંત ગત બે દાયકાથી અરબ મહાસાગરમાં ચક્રવાતોની સંખ્યામાં 80 ટકાનો વધારો થયો છે. બહુ જ ગંભીર પ્રકારની કેટેગરીના ચક્રવાતોની સંખ્યામાં 260 ટકાનો વધારો થયો છે. આ પ્રોસેસને વધુ મજબૂત બનાવે છે વાતાવરણ. સમુદ્રની સપાટીનું તાપમાન (એસએસટી) બહુ જ ગરમ થઈ રહ્યું છે. જેનાથી વાતાવરણમાં વધુ ગરમી અને નરમાશ આવી રહી છે. આ જ સ્થિતિ વાવાઝોડાની તાકાતને વધુ શક્તિશાળી બનાવવામાં મદદ કરે છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023

 

ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત, જેને 4 જુનના આસપાસ થવાની ભવિષ્યવાણી કરાઈ હતી. ચક્રવાતની ઉપસ્થિતિથી ચોમાસું પ્રભાવિત થયુ છે. ચોસામાનું આગમન કેરળમાં તો થઈ ગયું છે, પરંતુ ચક્રવાતના ગુજરાત તરફ આવવાના જોખમને પરિણામે અન્ય રાજ્યોના ચોમાસા પર અસર થઈ છે. ચોમાસાની શરૂઆતમાં જ ચક્રવાતની ગતિવિધિ થવી એ નબળા ચોમાસા માટે જળવાયુ પરિવર્તનને જવાબદાર ગણી શકાય. 

અરબ સાગરમાં ચક્રવાતની ગતિવિધિમાં વૃદ્ધિ સમુદ્રના વધતા તાપમાન અને ગ્લોબલ વોર્મિંગને કારણે વધતી નરમાશ સાથે જોડાયેલી છે. સૌથી તાજુ ઉદાહરણ મોચા વાવાઝોડું છે, જે એક બહુ જ ગંભીર ચક્રવાતની તીવ્રતા સુધી જતુ રહ્યું હુતં. ચક્રવાત બિપોરજોયે પણ તેજીથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. બિપોરજોય વાવાઝોડાની તીવ્રતા તો આક્રમક બની રહી છે. તેણે 48 કલાકથી ઓછા સમયમાં એક ચક્રવાતથી ગંભીર ચક્રવાતનું સ્વરૂપ મેળવી લીધું છે.    

 એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, ચોમાસાની શરૂઆતની નજીક વિકસિત થનારા ચક્રવાતોની કેટેગરીમાં વધારો થયો છે. ઉદાહરણ તરીકે, તૌકતે વાવાઝોડું. હિન્દ મહાસાગરમાં સાઈક્લોજેનેસિસમાં વધારો જળવાયુ પરિવર્તનના કારણે નબળુ ચોમાસું સંચલનનું પરિણામ છે. સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય રીતે વર્ષના આ સમયે ઉચ્ચ રહે છે. જોકે, વર્તમાનમાં તે સામાન્ય ગરમ તાપમાનથી 2-3 ડિગ્રી વધુ છે. તેનો મતલબ એ છે કે, વાતાવરણમાં વધી ગરમી અને નરમાશ છે. જે ચક્રવાતી તોફાનોને લાંબા સમય સુધી પોતાની તાકાતને બનાવા રાખવામાં મદદ કરે છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023

 

ચક્રવાતના પેદા થવા માટે થ્રેસહોલ્ડ વેલ્યૂ 26 ડિગ્રી સેલ્સિયસ છે, પરંતુ હાલમાં એસએસટી 30-32 ડિગ્રી સેલ્સિયસની સીમામાં છે. આ વૃદ્ધિને જળવાયુ પરિવર્તનના કારણે સમુદ્રની ગરમીમાં વૃદ્ધિ માટે જવાબદાર ગણાવી શકાય છે. ભારતીય ઉષ્ણકટિબંધીય મોસમ વિજ્ઞાન સંસ્થાના જળવાયુ વૈજ્ઞાનિક ડો.રોક્સી મેથ્યુ કોલે આ જણાવ્યું.

તેમના અનુસાર, સમુદ્રની સપાટીનું તાપમાન વધી ગયું છે. ભવિષ્યમાં આ તાપમાન હજી વધે તેવી શક્યતા છે. હિંદ મહાસાગરમાં સૌથી ઝડપી સપાટીનું તાપમાન વધ્યું છે. પરિણામે, ગરમ જળવાયુમાં ગંભીર ઉષ્ટકટિબંધીય ચક્રવાતોની તીવ્રતા વધવાની આશા છે. કુલ મળીને, અરબ સાગરમાં ચક્રવાતી તોફાન બિપોરજોયની ઉપસ્થિતિ અને દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સાથે તેની ગતિવિધિ ક્ષેત્રમાં ચક્રવાતની ગતિવિધિ અને મોસમની પેટર્ન પર ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તનના પ્રભાવને સ્પષ્ટ બતાવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news